Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
બ્રિટિશ કાલ થયેલાં અને બંધ પડેલાં. અમદાવાદમાં ત્રણ પત્રે “હિતેચ્છું, શમશેર બહાદુર અને “અમદાવાદ સમાચાર' પ્રસિદ્ધ થતાં હતાં. એમાં હિતેચ્છું” પ્રજા માટે વિશેષ ઉપયોગી હતું. સમકાલીન સવાલની એ સ્વતંત્રપણે સારી ચર્ચા કરતું. એ પ્રસિદ્ધ કરતા હતા પીતાંબરદાસ ત્રિભુવનદાસ મહેતા. ત્યારનાં પત્રોમાં આવતી અંગ્રેજી કટારનું મહત્વ હતું, પરંતુ પીતાંબરદાસે અંગ્રેજીને અભ્યાસ ન કરેલ હેઈ અંગ્રેજી લેખે એમાં નિયમિત પ્રગટે નહેતા થતા અને ત્યારે આ બાબત પત્રની ઊણપ બની જતી.
શમશેર બહાદુરને ઉલેખ આગળ આવી ગયો છે. એ અને અમદાવાદ સમાચાર” નિયમિત પ્રસિદ્ધ મહેતાં થતાં. ઘણી વેળા નજીવા કારણે કે મુલતવી રાખી પાછળથી ભેગા અંક કાઢતા. વિશેષ, એ અખબાર પ્રજાપ્રીતિ પણ નહોતાં પામ્યાં. આ સંજોગોમાં ભગુભાઈ ફતેહચંદ કારભારીએ જીવનલાલ વજરાય દેસાઈ બૅરિસ્ટરના સહકારથી અંગ્રેજી વિભાગવાળું ગુજરાતી સાપ્તાહિક શરૂ કરવા નિર્ધાર કર્યો. પરિણામે ૧૮૯૮ ની ૬ ઠ્ઠી માચે “પ્રજાબંધુ' સાપ્તાહિકની મજલ શરૂ થઈ.. ભગુભાઈએ દેઢ વર્ષ એનું સંચાલન કર્યું. તે દરમ્યાન લેખ લખવા, પ્રફ સુધારવા અને અંકે ટપાલપેટીમાં નાંખી આવવા સુધીનું લગભગ બધું જ કામ એમને જાતે કરવું પડતું. ( પત્ર કેવા ઉદ્દેશથી શરૂ કરાયું એ ભગુભાઈએ “પ્રજાબંધુ'ના પ્રથમ અંકમાં “પ્રારંભ –શીર્ષક હેઠળ કરેલા નિવેદનમાં જણાવતાં પ્રશ્ન કર્યો : “કહે જન્મ ધરી શી કરી દેશની સેવા ?” આ સેવા કાજે પિતે પત્ર સાથે આગળ આવ્યા છે એમ સ્પષ્ટતા કરતાં તેમણે લખ્યું: “આ પત્ર નૂતન છે, તે નૂતન લેહીનું છે, પણ ઉછેદક વિચારનું નથી. તે નુતન પદ્ધતિનું છે, પણ ગ્યાયેગ્ય વિચારનિર્ણયને એટલે વિવેકવૃત્તિને કદી ત્યાગ કરનાર નથી; તે નૂતન પ્રારંભનું છે, પણ “આર ભે શર બની પછીથી નૂર ગુમાવવા માટે કાંઈ નિર્યું નથી.૧૭ ' નિરુત્તમ અને આળસ, કુસંપ અને કુથલી, અનીતિ અને ભૂખમરે, અજ્ઞાન અને પરાધીનતા આપણે ત્યાં ભારોભાર છે, એ માટે દુઃખ અને અફ્સોસ વ્યક્ત કરી તંત્રીએ જણાવ્યું કે “કરવાનું બહુ છે, પણ કરનારા છેડા છે. “રાજકીય સુધારણું થયા વિના બીજી બધી સુધારણું થવી મિથ્યા છે,' એવો અભિપ્રાય જેમ આ પત્ર પ્રવર્તાવનારાને નથી તેમ જેઓ સાંસ્કારિક સુધારણા કરી શક્તા નથી, તેઓ રાજકીય સુધારણ કરવાને લાયક નથી' એવા અભિપ્રાયને પણ તેઓ રવીકારતા નથી. સાચી વાત તો એ છે કે સંસ્કાર વ્યવહાર અને રાજ્ય આદિ