Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
બ્રિટિશ કાલ
લગભગ સવા સદી પૂર્વે લખાયેલા આ શબ્દ પત્રના સંચાલકેની દષ્ટિ અને દેશપ્રેમ તથા દેશાભિમાનને સ્પષ્ટ ખ્યાલ આપે છે. ૧૮૫૨ માં કરસનદાસ મૂળજીએ શરૂ કરેલું “સત્ય પ્રકાશ” ૧૮૬૧ માં “રાસ્ત ગોફતાર'માં ભળી જતાં તે આ પત્ર શિક્ષિત અને સુધારક ગુજરાતી સમાજનું પણ આગેવાન અખબાર બન્યું. આશ્ચર્યજનક લાગે તેવી વાત એ છે કે સામાજિક અને ધાર્મિક દિશામાં ઘણું. આગળ વધેલા વિચાર દર્શાવનારું આ પત્ર, ખાસ કરી એના તંત્રી કેખુશરુ, કાબ્રાજીની વિચારસરણીને કારણે, રાજકારણની દિશામાં અંગ્રેજી રાજ્યનું મોટું હિમાયતી હતું. પ્રજાની રાજકીય આકાંક્ષાને પડશે એમાં સહેજે ન પડ્યો જે એના
સ્થાપક દાદાભાઈની રાજકીય નીતિ કરતાં જુદી જ વાત હતી. આ દિશામાં દાદાભાઈ અને કેખુશરુના વિચારોમાં મોટું અંતર હતું, જુલાઈ, ૧૯૧૮ માં આ પત્ર “પ્રજામિત્ર અને પારસી' સાથે જોડાઈ જઈ, ખરી રીતે, અદશ્ય થયું.
મુંબઈમાંથી પ્રગટ થયેલું એક બીજું ગુજરાતી વૃત્તપત્ર ઉલ્લેખનીય છે તે સાપ્તાહિક "ગુજરાતી'. ૧૮૮૦ના અરસામાં પ્રગટ થતાં વૃત્તપત્ર લગભગ બધાં જ પારસી માલિકોનાં હતાં. એમાં “શિસ્ત ગોફતાર' સિવાય બીજું કઈ પત્રોમાં રાજકીય વિષયેની વિશદ ચર્ચા ભાગ્યેજ થતી. રાજકારણ ઉપરાંત હિંદુ સમાજને સ્પર્શતા. વિષયની ચર્ચા વિગતે કરે એવા એક પત્રની આવશ્યક્તા સર મંગળદાસ નથુભાઈને સમજાઈ. એ જ સમયે “સુરત રાયટ કેસથી ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ લેકપ્રસિદ્ધિમાં આવ્યા હતા. ઈચ્છારામને સુરતથી બોલાવાયા. કવિ નર્મદે પત્રનું નામ ગુજરાતી' સૂચવ્યું. ત્યારના ગુજરાતી સજજનેના માર્ગદર્શન અને સર મંગળદાસની આર્થિક સહાય વડે, ઈચ્છારામ દેસાઈના તંત્રીપદે, ૧૮૮૦ના જૂનની ૬ ઠ્ઠી તારીખે સાપ્તાહિક “ગુજરાતીને પ્રથમ અંક પ્રગટ થયે. ૧૮૮૦-૮૧ ના અરસામાં ધાર્મિક ક્ષેત્રે ચર્ચા જગાડનારે એક બનાવ બન્યો. જામનગરવાળા મહારાજ વજેકેશજીના બેંગી કેસે લેકમાં ખળભળાટ મચાવ્યું. એ વિશે ગુજરાતીમાં પ્રસિદ્ધ થયેલાં લખાણ વાંચવાને સમાજ ઉત્સુક રહેતા. દેશી રાજ્યની અંધાધૂંધી અને આપખુદી વિશે પણ એમાં નીડરતાથી ચર્ચા કરવામાં આવી. એને લઈ કાઠિયાવાડમાં ગુજરાતીને સારો પગપેસારે થયોસમય સંજોગ અને પ્રજામાનસ, પારખીને એના કુશળ તંત્રીએ પત્રનું સંચાલન કર્યું અને એને જનપ્રિય બનાવ્યું..
ઈરછારામ સુરતના સ્વતંત્રતા સામયિકમાં પ્રગટ થયેલા લેખેને લઈ “સુરત રાયટ કેસમાં સંડોવાયા ત્યારે એમને બચાવ કરવાને મુંબઈથી અંગ્રેજ બૅરિસ્ટર ભેગા ફીરોજશાહ મહેતા સુરત ગયેલા અને રમણીય મુકદ્દે લડી ઈચ્છારામને નિર્દોષ ઠરાવેલા. આ પ્રસંગથી ઇચ્છારામે ફીરોજશાહને પિતાના રાજકીય ગુરુ