Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
બ્રિટિશ કાલ
અસ્તિત્વ નહેતું. એ પ્રજાકીય આવશ્યકતા સાહિત્ય પરિષદે પૂરી કરી, સમેલને, કલા સાહિત્ય પુરાતત્ત્વ હસ્તપ્રતાનાં પ્રદશના, વ્યાખ્યાના, કવિસમેલના અને પાદપૂતિઓ, નાટયપ્રયોગા અને લેાકસ'ગીત આદિના કાર્યક્રમા દ્વારા શિક્ષિત પ્રજામાં એક પ્રકારના નવજીવનના સ’ચાર પરિષદે કર્યાં. આપણુ અભ્યાસપાત્ર સમય-ગાળામાં પરિષદે પુસ્તકપ્રકાશનની પ્રવૃત્તિ આર'ભી નહેાતી, પણ પહેલાં ચાર અધિવેશનમાં પરિષદ-પ્રમુખાનાં વિચારપ્રેરક અને વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાને અને ચારેય અહેવાલમાં છપાયેલા વિવિધ વિષયના નિષ્યા અને સશોધનાત્મક લેખા જોતાં જ વિચાર આવે છે કે આ મૂલ્યવાન પ્રદાન બીજા કાઈ માધ્યમ દ્વારા એ સમયે ભાગ્યેજ થઈ શકયુ` હેત.
४२०
જૈન સ્થા
પ્રાચીનતમ ઉપલબ્ધ ગુજરાતી સાહિત્ય એ જૈન સાહિત્ય છે. આપણા અભ્યાસપાત્ર કાલખંડમાં શ્રાવક ભીમશી માણેક, જેઓએ કચ્છથી મુબઈ આવી ગ્રંથ-પ્રકાશન આરંભ્યું હતું, તેમણે ઘણા જૈન ગ્રંથ પ્રગટ કર્યા છે તેમાં અનેક ગુજરાતી રાસાઓ પણુ છે. ૧૭ અમદાવાદના શાહ સવાઈભાઈ રાયચંદે પણ લગભગ ૪૦ રાસા છાપ્યા છે.૧૮ ભાવનગરની ‘શ્રી જૈનધ`પ્રસારક સભા' મુનિશ્રી વૃદ્ધિચછના ઉપદેશથી ૧૮૭૪માં સ્થપાઈ હતી તેણે અનેક જૈનમ્રથા અને એનાં ભાષાંતર પ્રગટ કર્યા, જેમાં આચાર્યં હેમચંદ્રકૃત ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર' અને પરિશિષ્ટ પવ' ધ પ્રેમી વાચા તેમજ ઇતર અભ્યાસીઓને પણુ વિવિધ રીતે ઉપયાગી છે, જૈન શ્વેતાંબર કૅાન્સ; મુંબઈ તરફથી પ્રગટ-અપ્રગટ પ્રાચીન જૈન સાહિત્યની સૂચિ ‘જૈન ગ્રંથાવલિ'(૧૯૦૯) નામે છપાઈ છે તે હજી પણ સંશોધકેાને કામની છે. શેઠ દેવચંદ લાલભાઈ જૈનúસ્તાહાર ફંડ તરફથી જૈન ગુજરાતી કાવ્યાની જીવણચંદ સાકરચંદ ઝવેરીએ સંપાદિત કરેલી ગ્રંથમાળા આન કાવ્યમહેાદષિ'ના આઠ ભાગ રૂપે પ્રસિદ્ધ થઈ છે; એમાંના પહેલા ખે ભાગ આપણા સમયગાળામાં છે. પહેલા ભાગ(૧૯૧૩)માં ‘શાલિભદ્રરાસ' ‘કુસુમ શ્રીરાસ' અશાકચ સંગ્રહણી રાસ' અને પ્રેમલાલમી રાસ' છે. ખીજા ભાગ (૧૯૧૪)માં જૈન પરંપરા અનુસાર રામાયણુકથા વર્ણવતા કેશરાજ મુનિ-કૃત “રામયશારસાયન રાસ' છપાયા છે.
પાટીપ
૧. ગુજરાતી કાશરચના પ્રવ્રુત્તિનાં વૃત્તાન્ત અને સમાલેાચના માટે જુએ ભેાગીલાલ સાંડેસરા, ગુજરાતી કેારા’–“સ”સ્કૃતિ” જાન્યુ.-ફેબ્રુઆરી, ૧૯૬૨, પૃ. ૧૭ થી ૨૪, પૃ. ૫૧ થી ૫૬; ભેા, જ. સાંડેસરા, ઇતિહાસ અને સાહિત્ય', પૃ. ૫૦–૭૯; કે. કા. શાસ્ત્રી, ‘A Survey