Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૦૪
બ્રિટિશ કાહ જીવનચરિત્ર'(૧૮૮૯) આપ્યું છે, જે પાછળથી “રાસમાળા'ના ભાષાંતરમાં પણ છપાયું છે. એ સમયે ગ્રંથપ્રકાશન માટે ગુજરાત વર્નાકયુલર સોસાયટીને મેટી રકમ આપનાર શેઠ હરિવલ્લભદાસ બાળગેવિંદદાસનું જીવનચરિત્ર (૧૮૮૯) પણ મનસુખરામે લખ્યું છે. લલ્લુભાઈ પ્રાણવલ્લભદાસ પારેખે સંસ્કૃત વર૪મદ્ધિવિનયને. આધાર લઈ પુષ્ટિમાર્ગના પ્રવર્તક વલ્લભાચાર્યનું લોકભોગ્ય જીવનવૃત્ત “વલભચરિત્ર” (૧૯૦૭)માં આપ્યું છે.
સુધારક મહીપતરામને જીવનમાં કર્સટીના પ્રસંગેએ પ્રેરણું અને પ્રોત્સાહન, આપનાર એમનાં પત્નીનું ચરિત ગણપતરામ રાજારામ ભટ્ટે “પાર્વતીકુંવરચરિત્ર” (૧૮૯૦) એ નામથી, પદ્યમાં આખ્યાન શૈલીએ, રચ્યું છે, પણ સમકાલીન વૃત્તાંત એમાં વણાયે હોઈ એ રસપ્રદ અને માહિતીપૂર્ણ છે. નગીનદાસ મંછારામે, ગુજરાત અને સૌરાષ્ટ્રના સેળ દેશી રાજાઓને જીવનપરિચય આપત, મેંઘાં. મુદ્રણ અને બાંધણીને ગ્રંથ "ચરિત્રમાળા', ભાગ ૧(૧૮૯૦) પ્રગટ કર્યો છે. તેરમા સૈકામાં થયેલા કરછના દાનેશ્વરી જગડૂશાહનું અતિહાસિક “જગડૂચરિત્ર" (૧૮૯૬) મગનલાલ ખખ્ખરે આપ્યું છે તથા લગભગ અર્વાચીન યુગના આરંભે થયેલા સાહસિક કરછી વેપારી વીર અને મુત્સદી સુંદરજી શિવજીનું ચરિત્ર સુંદર સોદાગર'(૧૯૦૮)માં રજૂ કર્યું છે.
પ્રાચીન અને પ્રશિષ્ટ ઐતિહાસિક ગ્રંથ તરીકે વિખ્યાત લુટાર્કનું જીવનચરિત્ર'(૧૯૧૬)નું ભાષાંતર ઇતિહાસના અધ્યાપકે બળવંતરાય ક. ઠાકોર અને હરિલાલ માધવજી ભટ્ટે આપ્યું છે. મહાન મનીષી અને સર્જક ગોવર્ધનરામનું સુવાય અને આધારભૂત ચરિત “શ્રીયુત ગોવર્ધનરામ'(૧૯૧૦) એમના ભાણેજ કાંતિલાલ છગનલાલ પંડયાએ લખ્યું છે. જયસુખરાય પુરુષોત્તમરાયા જોશીપુરાએ “ભક્તકવિ નરસિંહ મહેતાનું જીવન અને કવન (૧૯૦૮) અને ભક્તકવિ ભોજલર(૧૯૧૧)માં આપણા બે જૂના કવિઓનાં ચરિત આલેખ્યાં છે તથા “સાક્ષરમાળા'(૧૯૧૨)માં અર્વાચીન ગુજરાતના વિશિષ્ટ સર્જકે અને વિદ્વાનેને પરિચય આપ્યો છે.
ભારતીય-આર્ય ભાષાઓના જૂના સાહિત્યમાં આત્મચરિત નહેતું, એ પાશ્ચાત્ય સાહિત્યની સીધી દેણ છે. આપણું કાલખંડમાં રમાત્મચરિત ઝાઝા નથી, પણ જે છે તે આંતરિક વિતવાળાં છે. વાયનાં બીજાં અનેક ક્ષેત્રોની જેમ આમાં પણ નર્મદ અઝયાયી છે એનું પ્રમાણ “મારી હકીક્ત'(૧૮૬૬) છે. એમાં જુવાન નર્મદનું જીવન તેમજ એની માનસરુષ્ટિ પ્રત્યક્ષ થાય છે, પણ ૧૮૬૫ થી ૧૮૭૫ના ગાળાને ઉધમતિ કડખેદ નર્મદ સ્થિર દૃષ્ટિવાળા