Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પશિષ્ટ ૨
ગુજરાતી ગ્રંથાનાં લેખન તથા પ્રકાશનાના વિકાસ
શબ્દકોશ
પ્રાચીન સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્યમાં પદ્યાત્મક શબ્દાશ હતા, જેનું સૌથી પ્રસિદ્ધ ઉદાહરણ અમરકેાશ' છે. જૂની ગુજરાતીમાં એકેય ક્રેશ નથી. પ્રત્યેક ઔક્તિકને અંતે ધણુંખરું એકાદ ગુજરાતી-સંસ્કૃત શબ્દસૂચિ હેાય છે ખરી, પણ એ વર્ણાનુક્રમે ન હેાઈ એને અર્વાચીન કાશની ક્રેટિમાં મૂકી શકાય • નહિ. જેમાં શબ્દસ'ચય વર્ણાનુક્રમે ગાઠવાયા તેવા એકભાષી દ્વિભાષી કે બહુભાષી · શબ્દકોશ, અંગ્રેજી શાના પ્રભાવથી, આપણા અભ્યાસપાત્ર સમયગાળામાં ગુજરાતીમાં રચાયા છે.
ઝુમન્ડકૃત ‘ગ્લાસરી’(૧૮૦૮) સમયષ્ટિએ સૌથી પહેલે કેશ અથવા -શબ્દાવલિ છે, જેમાં ૪૬૩ ગુજરાતી શબ્દાની વિસ્તૃત અ'ગ્રેજી સમજૂતી અપાઈ છે. આવું ખીજું નોંધપાત્ર પુસ્તક સેારાખ ડાસાભાઈકૃત અંગ્રેજી અને ગુજરાતી ભાષા ખેલવાની રીતીએનાં કાએકાનાં તથા તેવાની બનાંવટનાં દાખલાની વાકેઆવલી’(૧૮૪૧) એ વિલ્સનની Idiomatic Exercisesનું મૂળ સાથે ગુજરાતી ન્માષાંતર જ છે, એમાં આશરે ૨,૫૦૦ મહત્ત્વના શબ્દોના અંગ્રેજી-ગુજરાતી કાશ આપે!આપ મળી જાય છે. ગુજરાતી ભાષાના રીતસરના કાશ ત્યાર પછી પાંચ વર્ષ પ્રગટે છે અને એ છે મિરઝા મહંમદ કાસીમ અને નવરાળ કુદૂનજીના ‘ગુજરાતી-અંગ્રેજી કાશ' (૧૮૪૬). એમાં આશરે ૧૫,૦૦૦ શબ્દ છે. અરદેશર ફરામજી -પ્રૂસ અને નાનાભાઈ રુસ્તમજી રાણીના-કૃત ‘અંગ્રેજી અને ગુજરાતી કેશ' આઠ •ભાગમાં પૂરા થયા હતા અને એના પહેલા ભાગ ૧૮૫૭ માં છપાયેલા છે; એમાં આશરે ૫૦,૦૦૦ શબ્દ છે. આ બને કાશકારોએ એ મોટા કેશને સક્ષેપ કવિ “ન દાશંકરની સહાયથી ‘અંગ્રેજી તથા ગુજરાતી ન્હાનેા ાશ'(૧૮૬૨) એ એ નામથી છપાવ્યા છે. આ કામમાં જોડાવાને પરિણામે નર્મદાશ ંકરને કાશના -કાર્યાંની વિશેષ તાલીમ મળી ઢાય અને ગુજરાતી ભાષાના ક્રાશ પ્રગટ કરવાને -એને સંકલ્પ દૃઢીભૂત થયા હૈાય એ સંભવિત છે.
કરસનદાસ મૂળજીને ‘ગુજરાતી અને અગ્રે કાશ’ ૧૮૬૨ માં પ્રગટ થયા હતા.