Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૪
. બ્રિટિશ કહ (૧૯૦૦) ભૂતપૂર્વ વડોદરા રાજ્યના કડી પ્રાંતના(હવે મહેસાણા જિલ્લાના) તળપદા - શબ્દ સરકારી અમલદારોના કામની સગવડ માટે એકત્ર કરે છે.
- “નિર્મકોશ' પછી ગુજરાતી દેશ-સાહિત્યનાં સીમાચિહ્ન તે લલ્લુભાઈ રોકળદાસ પટેલત “નમ કેશની પદ્ધતિએ ચાયેલ ગુજરાતી શબ્દકેશ(૧૯૦૮)
અને ગુજરાત વર્નાકયુલર સોસાયટીને ગુજરાતી શબ્દકેશ” છે, પણ વરચેના -સમયના નોંધપાત્ર કેશોમાં નીચેનાને ઉલલેખ કરવો જોઈએ: ઉકરડાભાઈ શિવજી નેણશીને ગુજરાતી-અંગ્રેજી શબ્દકોશ (૧૮૭૪) અંગ્રેજો સાથે સંબંધ ધરાવતા મુંબઈના વેપારી વર્ગ માટે તૈયાર થયેલું જણાય છે. શિવશંકર કશનજીસંપાદિત
ગુજરાતી ઇટુ ગુજરાતી એન્ડ ઇંગ્લીશ ડિફશનરી'(૧૮૭૪)માં આશરે ૨૪,૦૦૦ -શબ્દ છે અને એમાં ગુજરાતી શબદના ગુજરાતી તેમજ અંગ્રેજી પર્યાય આપ્યા
છે. રોબર્ટ મોન્ટગેમરી, અંબાલાલ સાકરલાલ દેસાઈ અને મણિધરપ્રસાદ તાપીપ્રસાદે રચેલે “અંગ્રેજી-ગુજરાતી કેશ'(૧૮૭૭) મુંબઈ સરકારના કેળવણુ ખાતાની - સૂચનાથી તૈયાર થયા હતા. અંબાલાલ સાકરલાલ દેસાઈએ સુધારેલી એની બીજી
આવૃત્તિ ૧૯૧૦ માં પ્રગટ થઈ હતી અને પ્રમાણભૂત કોશ તરીકે કપ્રિય થઈ • હતી ત્યારથી એ “અંબાલાલન કોશ' તરીકે ઓળખાય છે. વડોદરાના કલાભવન - તરફથી ત્રિભુવનદાસ કલ્યાણદાસ ગજજરે ૧૮૯૧ ના અરસામાં વેસ્ટરના અંગ્રેજી દેશના શબ્દોના ગુજરાતી મરાઠી હિંદી બંગાળી અને સંસ્કૃત (ફવચિત ફારસી
અને અરબી) પર્યાય આપતે એક મહાકેશ તૌયાર કરાવેલ. એના આશરે ૮૦ * હસ્તલિખિત ગ્રંથ વડેદરા યુનિવસિટી લાઇબ્રેરીમાં સચવાયેલા છે. આ ઉપરાંત લલુભાઈ ગોકળદાસ પટેલને પિતાને આશરે ૪૦,૦૦૦ શબ્દોને “અંગ્રેજીગુજરાતી શબ્દકોશ (૧૮૯૨), વ્યાસ અને પટેલને સ્ટાન્ડર્ડ અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશ (૧૮૮૪), વિઠ્ઠલ રાજારામ દલાલકૃત “શબ્દાર્થસિધુ-ગુજરાતી શબ્દાર્થ સંગ્રહ’(૧૮૯૫), મહાર ભીમજી બેલસરેને “ગુજરાતી-અંગ્રેજી કેશ'(૧૮૯૫), - હરગેવિંદદાસ ગ. મર્ચન્ટને સંસ્કૃત-ગુજરાતી લઘુકોશ "શબ્દાર્થ સિધુ (૧૮૯૫), " ભગુભાઈ એક કારભારીની ઈગ્લીશ-ગુજરાતી ડિક્ષનેરી” (૧૮૮૯) અને સવાઈ લાલ છોટમલાલ રાકૃત સંસ્કૃત-ગુજરાતી કશિ શબ્દચિન્તામણિ'(૧૯૦૦) ને નિર્દેશ કરે જોઈએ
ભાષાશુદ્ધિને પ્રાધાન્ય આપીને રચાયેલા ગુજરાત-વર્નાકયુલર સોસાયટીના - ગુજરાતી શબ્દકોશને પહેલ “સ્વરવિભાગ” ૧૯૦૮ માં સેસાયટીના હીરક મહોત્સવ પ્રસંગે પ્રગટ થયા હતા.૩