Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સાહિત્ય
Women ને ભાષાંતરનું પુસ્તક “સગુણ સ્ત્રી (૧૮૬૦) આપ્યું છે, પણ સંશોધન અને જાતતપાસ કરીને ચરિતલેખન કરનાર ગુજરાતમાં નર્મદ પહેલે છે અને એનું કવિચરિત્ર' (૧૮૬૦) એ રીતે નવી કેડી પાડે છે. ડાહ્યાભાઈ ઘેલાભાઈ પંડિતનું “કવિચરિત્ર' (૧૮૬૯) પણ એ દષ્ટિએ નોંધપાત્ર છે.
મહીપતરામ-કૃત કરસનદાસ મૂળજીનું ચરિત્ર'(૧૮૭૮) આપણું સાહિત્યનું સમય-દષ્ટિએ પહેલું અને ગુણ-દષ્ટિએ નોંધપાત્ર વિસ્તૃત ચરિત છે. એમનું આ પ્રકારનું બીજુ પુસ્તક “મહેતાજી દુર્ગારામ મંછારામનું ચરિત્ર'(૧૮૯૩) છે, પણ એમાં ચરિત–નાયકના અંગત જીવન વિશે પૂરતી શોધ થઈ નથી એમ વિવેચક નવલરામને લાગ્યું છે. ગોવર્ધનરામે “નવલરામનું જીવનચરિત્ર (૧૮૯૧) લખ્યું છે અને પિતાની પુત્રીના સ્મરણમાં લીલાવતી જીવનકલા'(૧૯૦૫) આલેખી છે, એ બંનેમાં જેમનું ચરિત આલેખાયું છે તેમના આંતર-જીવનનું પણ સુભગ દર્શન થાય છે. - ચુનીલાલ બાપુજી દીકૃત “આઘેડ ધ ગ્રેટ (૧૮૮૮), જગજીવનદાસ કાપડિયા-કૃત હિન્દનાં મહારાષ્ટ્ર અને તેમનું કુટુંબ(૧૮૯૩), ડાહ્યાભાઈ દેરાસરીકૃત “રણજીતસિંહ (૧૮૯૫), ચુનીલાલ માણેક્લાલ ગાંધીકૃત “માઉન્ટ ટુઆર્ટ એલિફન્સ્ટનનું જીવનચરિત્ર'(૧૮૯૫), ગેવિંદભાઈ હાથીભાઈ દેસાઈકૃત બેન્જામિન ફાંકલીનનું જીવનચરિત્ર'(૧૮૯૫), વિશ્વનાથ પ્રભુરામ વૈદ્ય-કૃત લોર્ડ લોરેન્સ (૧૮૯૫), પરમાનંદદાસ ભોળાભાઈ પારેખસ્કૃત ડેમોસ્થિનીસનું ચરિત્ર (૧૮૯૮), શારદાબહેન મહેતાકૃત ‘મિસ ફરેન્સ નાઇટિંગેલનું જીવનચરિત્ર'(૧૯૦૭), મહેબૂબમિયાં કાદરી-કત “સર સૈયદ અહેમદનું જીવનચરિત્ર' (૧૯૧૩) વગેરે અંગ્રેજીને આધારે લખાયેલાં છે. કૃપાશંકર દોલતરામ ત્રવાડીએ “ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર (૧૮૯૮) અને “રાજા રામમોહનરાય”(૧૮૯૮)નાં ચરિત બંગાળીને આધારે લખ્યાં છે. મુંબઈના નિર્ણયસાગર પ્રેસના સ્થાપક અને ભારતમાં સંસ્કૃત મુદ્રણ અને ગ્રંથ-પ્રકાશનના વિશિષ્ટ આયોજક “જાવજી દાદાજી ચૌધરીનું જીવનચરિત્ર'(૧૮૯૭). મરાઠીને આધારે છગનલાલ વિદ્યારામ રાવળે લખ્યું છે.
અન્ય સ્વતંત્ર જીવનચરિતમાં કૃષ્ણરાવ ભોળાનાથ દિવેટિયાનું પોતાના પિતાની જીવનકથા આલેખતું “ભેળાનાથ સારાભાઈનું જીવનચરિત્ર'(૧૮૮૮) આ સાહિત્યપ્રકારમાં મહત્વનું અર્પણ છે. ધર્મસુધારે સંસાર-સુધારી દેશદ્વાર આદિ ક્ષેત્રોમાં કામ કરનાર વ્યક્તિવિશેષના જીવનકાર્યના આધારભૂત નિરૂપણ સાથે રસપ્રદ સમયચિત્ર પણ એમાં છે. મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીએ "ફાર્બસ