Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ગુજરાતમાં મુદ્રણને ઉગમ અને વિકાસ ઉપત્તિસ્થાને છે. એણે પેતે બંગાળામાં હેવાથી બંગાળી અક્ષરનાં બીબાં પાડયાં અને એ બીબાંઓની સહાયતાથી મિ. લૅટબેનિયલ હેબેડે (Mr. Natbe. niel Halbed) પિતાનું બંગાળી વ્યાકરણ ૧૭૭૮ ની સાલમાં છાપ્યું૧૭૯૫ની સાલમાં એમણે દેવનાગરી લિપિનાં બીબાં તૈયાર કર્યા અને પિતાનું સંસ્કૃત ભાષાનું વ્યાકરણ છાપવાની શરૂઆત કરી, પણ દુ વવશાત એના કાર્યાલયને એકાએક આગ લાગી ને બધાં બીબાં બગડી ગયાં. આ આગમાંથી બચાવેલાં બીબાંનાં મેટ્રિસે અને પંચ એ ઇંગ્લેન્ડમાં સાથે લઈ ગયા અને ૧૮૦૮ ની સાલમાં એણે પિતાનું સંસ્કૃત ભાષાનું વ્યાકરણ મુદ્રિત કર્યું. ૧૮૨૩ની સાલમાં મુંબઈમાં જે મરાઠી પુસ્તક-વિદુરનીતિ'-છપાયું તે આ જ ટાઈપથી. કુરિયર પ્રેસે આ ટાઈપ ત્યાંથી આપ્યા હતા, પરંતુ એ પત્રની મરાઠી જાહેરખબરે મોડી બીબાંમાં જ છપાતી. મુંબઈ કુરિયર'ના તા. ૧૭ જુલાઈ, ૧૮૦૨ (અં૫૧૨)ના અંકમાં પહેલી મરાઠી મોડી જાહેરખબર જોવામાં આવે છે. આ જ સાલમાં તા. ૨૪ જુલાઈના અંકમાં કાનડી જાહેરખબર છે. માન્ડ કૃત “ગ્લોસરી' નામની ગુજરાતી-અંગ્રેજીની-મરાઠી ડિક્શનરી ૧૮૦૮ માં પ્રસિદ્ધ કરી. ત્યારબાદ ગુજરાતી-અંગ્રેજી ડિફશનેરી મિરઝા મહમદ કાસીમે તૌયાર કરેલી અને એની નવરોજી ફરદુનજીએ સુધારા-વધારા કરેલી આવૃત્તિ ૧૮૪૬ની સાલમાં પ્રસિદ્ધ થઈ છે. એમાં શબ્દનાં મૂળ તરીકે સંસ્કૃત કિંવા મરાઠી શબ્દ બતાવવા માટે જે નાગરી બીબાં વાપર્યા છે તે વિકિન્સનાં જ છે.
વિકિસ્સે બીબાં તૈયાર કરતી વેળા જે લુહારોની મદદ લીધી હતી તે કારીગરોની મદદથી પાછળથી ડે. વિલિયમ કેરે, જે ૧૭૯૩ ની સાલમાં હિંદુસ્તાનમાં શુભવર્તમાનને પ્રચાર કરવા આવ્યું હતું તેણે, બંગાળમાં શ્રી રામપુરમાં મુદ્રણને વિરાટ ઉદ્યોગ જમાવ્યું. બંગાળી નાગરી મેડી ઉર્દૂ ગુજરાતી કાનડી વગેરે અનેક ભાષાઓમાં એણે બાઈબલ અને ઇતર પુસ્તકે છાપ્યાં. એણે ગુજરાતી ભાષામાં બાઈબલ પ્રસિદ્ધ કર્યું.
અલબત્ત, ગુજરાતી બીબાં મુંબઈમાં આ પૂર્વે જ તૈયાર થયાં હતાં. આ બીબાં બહેરામજી જીજીભાઈએ “કુરિયર' પત્રની જાહેરખબર માટે તૈયાર કર્યા હોવાનું કહેવાય છે. “કુરિયર પત્ર ૧૭૯૧ની સાલમાં શરૂ થયું. આ પત્રની ૧૭૯૭ની સાલની ફાઇલે મુંબઈ સરકારના દફતરખાનામાં સંગ્રહ કરી રાખેલી છે. આ પત્રના ૧૭૯૭ની સાલના જાન્યુઆરીની તા. ૭, ૧૪, અને ૨૧ ના (૨૨૩, ૨૨૪ અને ર૦૫) અકેમાં ગુજરાતી જાહેરજાબર દેખાતી નથી, પરંતુ તા. ૨૮ જાન્યુઆરી ૧૯ સંરરક)થી ગુજરાતી લિપિમાં પણ જાહેરખબરે દેખાય છે. આ પરથી એ વર્ષે ગુજરાતી બીબાં પ્રથમ ચાલુ થયાં એમ કહી શકાય.
T
* * *