Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સાહિત્ય મણિલાલ છબારામ ભટ્ટ-કૃત “બનિયરને પ્રવાસ (૧૮૯૮) અંગ્રેજી ઉપરથી લખાયેલા છે અને પ્રવાસ ઉપરાંત ઈતિહાસના અભ્યાસ માટે પણ રસપ્રદ છે.
જાણતા પારસી લેખક જહાંગીર બહેરામજી મર્ઝબાન પ્રવાસના શોખીન હતા; એમણે મુંબઈથી કાશ્મીર'(૧૮૮૭) પુસ્તક લખ્યું છે. વળી એમણે યુરોપને પ્રવાસ ત્રણ વાર કર્યો હતો, એનું વર્ણન “મોદીખાનાથી માર્સેસ (૧૯૦૬). વિલાયતી વહેજા(૧૯૧૨) અને “ગોરું વિલાયત” (૧૯૧૫) એ ત્રણ પુસ્તકમાં છે.
આ સમયગાળાનાં ઈતિહાસમાં નોંધપાત્ર પુસ્તકમાં ગુજરાત વર્નાકયુલર સે.સાયટી'ને એક વારના આસિસ્ટેટ સેક્રેટરી મગનલાલ વખતચંદને અમદાવાદને ઇતિહાસ (૧૮૫૧) કાલાનુક્રમે પહેલે હેવા સાથે ગુણદષ્ટિએ સમૃદ્ધ છે. અમદાવાદમાં બ્રિટિશ અમલ સ્થપાયા પહેલાંને રસમય સામાજિક અને આર્થિક વૃત્તાંત એમાંથી મળે છે. મોહનલાલ રણછોડદાસકૃત “ઇંગ્લેન્ડનો ઇતિહાસ' (૧૯૩૯) એની અગાઉ પ્રગટ થયું છે, પણ એનું પ્રયોજન શાળાના પાઠયપુસ્તક તરીકેનું છે. ભગવાનલાલ સંપતરામ-કૃત ‘સૌરાષ્ટ્ર દેશને ઇતિહાસ(૧૮૬૮) એક મુત્સદ્દી કુટુંબના નબીરાને હાથે લખાયે હાઈ પ્રાચીન ઇતિહાસ ઉપરાંત સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યના આંતરિક બખેડાઓ વચ્ચે મરાઠાઓની મુલકગીરી ચાલુ હતી અને બ્રિટિશ સાર્વભૌમત્વ હજી થપાયું નહોતું એ સમયને સૌરાષ્ટ્રને આધારભૂત અર્વાચીન ઈતિહાસ આપે છે. ફાર્બસની અંગ્રેજી “રાસમાળા'નું રણછોડભાઈ ઉદયરામ દવેએ કરેલું ગુજરાતી ભાષાંતર ફાર્બસ સભાએ પ્રગટ કર્યું હતું (૧૮૬૯) અને ભાષાંતરકારે કરેલા ઉમેરા અને નેધ સાથેની એની બીજી આવૃત્તિ (૧૮૯૯) ગુજરાત વર્નાકયુલર સોસાયટી'એ બહાર પાડી હતી.૧૪ નવલરામ-કૃત “ઈગ્રેજ લેકને સંક્ષિપ્ત ઇતિહાસ’ કમભાગ્યે અધૂરો રહ્યો છે.
ઇતિહાસને ક્ષેત્રે પણ નર્મદે ગણનાપાત્ર નવીને કામ કર્યું છે; “રાજ્યરંગ” (૧૮૭૪) નામથી જગતને ઈતિહાસ એણે આપે છે અને “મહાદર્શન-જગતના ઇતિહાસનું સમગ્રદર્શન'(૧૮૭૪) લખ્યું છે. આ બંને ગ્રંથ તૈયાર કરવા માટે એણે આશરે બસ પુસ્તકને ઉપયોગ કર્યો હતો. પિતાના વતન સુરતને ઈતિહાસ નમદે “સૂરતની મુખ્તસર હકીકત'(૧૮૬૫) એ નામથી આલેખે છે અને હિંદુઓના ગૌરવસ્થાન મેવાડને ઈતિહાસ મેવાડની હકીકત'(૧૮૬૭) એ નામે લખ્યો છે. રહેમાનખાં કાલેખાં પઠાણ અને વજેશંકર પ્રાણશંકર ઉપાધ્યાય-કૃત “સૂરત માંડવીનું દેશી રાજ્ય'(૧૮૮૩) ઉપલબ્ધ દફતરની તપાસ કરીને લખાયેલું આધારભૂત પુસ્તક છે.
ચુનીલાલ બાપુજી મોદી-કૃત ફે રેવોલ્યુશન' (૧૮૮૩), મહીપતરામકૃત અકબર ચરિત્ર'(૧૮૮૪) અને “ગ્રીસ દેશને ઈતિહાસ (૧૮૯૩) અંગ્રેજીને