Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
બ્રિટિશ કાળ
૧૪
કામ ઉપાડી લીધું. સેવામૂર્તિ મેાતીભાઈ અમીને ૧૮૯૦ માં વસેાના વિદ્યાર્થી સમાજના ઉપક્રમે એક નાનું પુસ્તકાલય શરૂ કર્યુ હતું. ત્યારબાદ “વસેાના વગદાર ગૃહસ્થાની એક સમિતિ રચાઈ હતી. ગામ સમસ્તને માટે એક સાજનિક પુસ્તકાલય શરૂ કરવાનું નક્કી થયું. સભાસદે નેધાયા અને વસે ગામમાં એપ્રિલ ૧૮૯૪ માં ‘વસે:-સાર્વજનિક પુસ્તકાલય’ તરીકે ખુલ્લું મુકાયું”૧૮ મેાતીભાઈ અમીનની આ સેવાપ્રવૃત્તિને ગુણુ પારખીને શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ કે જેઓએ પેાતાના રાજયની પ્રજાને શિક્ષણ આપવા માટે ૧૯૦૬ માં વડાદરા રાજ્યમાં પ્રાથમિક કેળવણી મફત અને ફરજિયાત કરી દીધી હતી તેમણે પ્રજાને સામે ચાલીને પુસ્તકે પહેાંચતાં કરવા માટે સકર્યુલેટિંગ લાંબ્રેરી'ની શરૂઆત કરી હતી. અમેરિકાના એમના બીજા પ્રવાસમાં અમેરિકાની જાહેર પુસ્તકાલય-પ્રવૃત્તિથી આકર્ષાઇને, વડાદરા રાજ્યમાં સાર્વજનિક પુસ્તકાલયેા ઉઘાડવાનુ કામ સોંપીને મિ. વિલિયમ ઍલેન્સન ઓઈનને વડાદર મેકલ્યા.પ૯ સૌ પ્રથમ કામ મિ. ખાને પૅલેસ લાઇબ્રેરીને આખા રાજ્યની સેન્ટ્રલ લાઇબ્રેરી' બનાવવાનું કર્યું. આમ શ્રીમત સયાજીરાવના ‘સરસ ખાનગી પુસ્તકાલયને વડાદરા રાજ્યનુ મુખ્ય સાર્વજનિક પુસ્તકાલય બનાવ્યું’૧૯ એમાં આસંગ-પદ્ધતિના ઉપયોગ કર્યો તેથી વડાદરા રાજ્યની પુસ્તકાલય-પ્રવૃત્તિને ધણ વેગ મળ્યા. ત્યાર પછી મિ. ખાનને રાજ્યમાં સેન્ટ્રલ લાઇબ્રેરી ડિપાર્ટમેન્ટ નામનું પુસ્તકાલય ખાતું ખાલવાની અને આખા રાજ્યમાં સાÖજનિક પુસ્તકાલયેા ઉઘાડવાનાં ધારાધેારણ ઘડવાની રજા મળી, એ પ્રમાણે એમણે વડાદરાની સેન્ટ્રલ લાઇબ્રેરીને વડાદરા રાજ્યની તેમજ પ્રાંતની સેન્ટ્રલ લાઇબ્રેરી ગણી ખીન્ન ત્રણુ પ્રાંતા માટે દરેક પ્રાંતમાં એક એક નાની સેન્ટ્રલ લાઇબ્રેરી સ્થાપવાની યોજના કરી. એનાથી આગળ વધીને રાજ્યના બાકીના ૩૮ કસબાએમાં એક્રેક' પુસ્તકાલય અને મોટા ગામમાં લગભગ બધે જ પુસ્તકાલય સ્થાપ્યાં, નાનાં ગામામાં પણ પુસ્તકાલય સ્થાપવા અને બધે વાચનાલયે ખેાલવા ફરતાં પુસ્તકાલયેા તા બધે જ મેાકલ્યાં’. ૬૧
આ કામગીરી ઉપર દેખરેખ રાખવાનું કામ સેન્ટ્રલ લાઇબ્રેરી ડિપાર્ટમેન્ટનું રહેતું. આમ ગુજરાતમાં વડાદરાની દેશી હકૂમતે આખા રાજ્યને સાર્વજનિક પુસ્તકાલયચેજના હેઠળ મૂકી ઈને ખૂબ જ ઉત્તમ કામ કર્યું હતું.
વડાદરા રાજ્યમાં પુસ્તકાલય પ્રવૃત્તિની યાજનાના અમલ થાય તે પહેલાં મેાતીભાઈ અમીનની રાહબરી હેઠળ મિત્રમંડળ પુસ્તકાલયેાની પ્રવૃત્તિ શરૂ થઈ હતી. “પ્રજા–કેળવણી તરફ સહાનુભૂતિ દર્શાવનારા કેટલાક સુશિક્ષિત ગૃહસ્થા અને શિક્ષશ્વનાં સ્થાનિક મંડળા સ્થાપીને તેઓ જનસમાજમાં જ્ઞાનને ફેલાવા કરતા હતા. આ મડળાએ અમુક ગામામાં વાચનાલયેા ઉપાડીને સને ૧૯૦૬ માં આ પ્રવૃત્તિની શરૂઆત કરી, જે ૧૯ મા રીકાના મધ્યભાગમાં નેટિવ લાઈબ્રેરી' ની