Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
કેળવણી પ્રવૃત્તિને મળતી હતી એમ કહી શકાય. આવાં પુસ્તકાલય એકલા વડોદરા રાજ્યમાં જ નહીં, પરંતુ પડેશમાં અંગ્રેજી રાજ્યના પ્રદેશમાં પણ શરૂ કરવામાં આવ્યાં હતાં.”૬૨ એમની આ જના આ પ્રકારની હતીઃ દૂર દૂરનાં ગામડાંમાં જ્ઞાનને પ્રકાશ ફેલાવવા માટેનું એક માત્ર ઉપાય પુસ્તકાલયે છે, અને એ માટે જે એ મિત્રે પિતાપિતાના ગામમાંથી દસ પંદર રૂપિયા એકત્ર કરી મોકલશે તે પોતે રૂપિયા "વીસથી ત્રીસનાં વર્તમાનપત્રો અને સામયિકો મળે તેવી ગોઠવણ કરશે.” આ જ
અરસામાં વડોદરા રાજ્યના શિક્ષણ ખાતા તરફથી ગામડાં માટે “ફરતાં પુસ્તકાલયની ચેજના ઈ.સ. ૧૯૦૭ માં શરૂ થઈ. મિત્રમંડળ-પ્રવૃત્તિ અને ફરતાં પુસ્તકાલયની
જનાના પરસ્પર સહકારથી વડોદરા રાજયમાં એકંદરે ૧૦૦ વાચનગ્રહે અને પુસ્તકાલયે સરકારી સ્થાનિક અને પંચાયતની મદદ મળતાં અસ્તિત્વમાં આવ્યાં. વડોદરા રાજ્યમાં મિ. બોર્ડનની કામગીરી શરૂ થાય એ પહેલાં ને એના અંતે રાજ્યમાં પુસ્તકાલયની સ્થિતિ આ પ્રમાણે હતી ૪
યોજનાના અમલ પહેલા યોજનાના અમલના અંતે (૧૯૧૦–૧૧)
(૧૯૧૪-૧૫) કસબા-પુસ્તકાલયો ૨૪
૩૮ ગ્રામ-પુસ્તકાલય
૩૮૫ વાચનાલય સ્વતંત્ર મકાને ૧૯
૪૯ પુસ્તક–સંખ્યા ૫૫,૫૮૬
૧,૫૫,૨૦૬ વાચકે
૧૨,૩૧૦ વંચાયેલાં પુસ્તક
૧,૬૪,૩૩૧ ખર્ચ રૂ. ૯૭,૯૯૦
રૂ. ૧,૨૨,૭૯૮ આમ પુસ્તકાલયોના વિકાસ માટે વડોદરા રાજ્ય અલગ પુસ્તકાલય ખાતું સ્થાપ્યા પછી પુસ્તકાલય-પ્રવૃત્તિને વિકાસ થયો છે તેથી એમ કહી શકાય કે આ પ્રવૃત્તિના વિકાસ માટે રાજ્યનું પીઠબળ, પ્રજાકીય પ્રવૃત્તિ માટે ભેખધારી કાર્યકરો અને એનાં સંચાલન તથા દેખરેખ માટે સ્વતંત્ર એવું પુસ્તકાલય માટેનું ખાતું, આ ત્રણ હેવાં જરૂરી છે. હજી આજે પણ આ ત્રણની જરૂરિયાત છે જ છે
ભારતમાં જાહેર પુસ્તકાલય-પ્રવૃત્તિને પ્રારંભ કરવાનું માન આમ વડોદરા-નરેશ શ્રીમંત સયાજીરાવ ગાયકવાડને શિરે જાય છે. એમના શાસન-કાલ દરમ્યાન ગુજરાતમાં પદ્ધતિસરની પુસ્તકાલય-પ્રવૃત્તિ અને ગ્રંથાલય સેવાને વિકાસ થયે. ઉપર્યુક્ત પ્રવૃત્તિ અને સંલગ્ન એવી પ્રવૃત્તિઓમાં ઈ.સ ૧૯૧૧ માં સાર્વજનિક પુસ્તકાલય યોજના
૨૨૩