Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સાહિત્ય કલ્પના-લીલા વડે પ્રકૃતિને કવિતામાં અલંકારાદિમાં પ્રજવી, પ્રકૃતિને માનવપાત્રાના સ્થાયી ભાવના ઉદ્દીપન અર્થે અથવા માનવ-લીલાની પશ્ચાદભૂમિકા તરીકે નિયોજવી, વિવેચકે જેને અસત્યભાવારોપણના દેરષદશ નામથી વર્ણવે છે, પણ ખરી રીતે જગતની કવિતાને જેના વિના ચાલ્યું નથી એવા સરલ વ્યાપારની ભાવોત્કટતા સારુ માનવભવો સાથે સમભાવ, ઉદાસીનતા કે વિરોધ દાખવતી તેને બતાવવી–આ બધી રીતે પ્રકૃતિનું નિરૂપણ કવિજન કરતા આવ્યા છે અને અર્વાચીન ગુજરાતી કવિતામાં પણ એ પ્રમાણે થયું છે.”
દેશાભિમાનને વિષય ગુજરાતી કવિતાને મળે એ ઈતિહાસને અભ્યાસ, રાજકીય જાગૃતિ અને અંગ્રેજી કવિતાના સંસ્કાર એ ત્રણેયનું યુગપત પરિણામ
dieda 2$1201 Breathes there the man with soul so dead એ ૫ ક્તિથી શરૂ થતા કાવ્યનાં નિદાન ત્રણ ભાષાંતર ગુજરાતી પદ્યમાં થયાં છે. સંસારસુધારાનાં ખ્યાલ અને પ્રવૃત્તિ એ બંને દેશાભિમાનનો પ્રકારાંતરે આવિભંવ છે. અંગ્રેજી પેટ્રિઅટિઝમના પર્યાયરૂપે “સ્વદેશાભિમાન' શબ્દ નર્મદે ઘડેલ મનાય છે. દેશની પ્રવર્તમાન દીન દશાથી પિતાને થતી વ્યથા નર્મદે હિન્દુઓની પડતી'(૧૮૬૪) એ સુદીર્ઘ કાવ્યમાં વ્યક્ત કરી, “નર્મદેશનું અર્પણ “જય જય ગરવી ગુજરાત' એ કાવ્ય દ્વારા સમગ્ર ગુજરાતને કર્યું તથા પ્રેમશૌર્યનાં અનેક જુસ્સાદાર પદ રચ્યાં, દલપતરામે “હુનરખાનની ચઢાઈ (૧૮૬૦)માં હુન્નરોના વિકાસ દ્વારા દેશની ચડતીને રચનાત્મક માર્ગ બતાવ્યું. ભીમરાવ ભેળાનાથ દિવેટિયાએ(૧૮૫૧-૧૮૯૦) પૃથુરાજ રાસો(૧૮૯૮)માં મહાકાવ્યની રચનાને પ્રયત્ન કરવા સાથે ભારતની પ્રાચીન ગૌરવ-ગાથાને લાગણીપૂર્વક સંભારી અને હરિલાલ હર્ષદરાય ધ્રુવે(૧૮૫૬–૧૮૯૬) દેશાભિમાન અને ભારતભક્તિનાં જુસ્સાદાર કાવ્ય રચ્યાં. બંગભંગ પ્રસંગે સમસ્ત ભારતમાં દેશભક્તિના તરંગ ઊછળ્યા અને શિષ્ટ કવિઓએ રચેલાં દેશભક્તિનાં કાવ્યના કેટલાક સંચય પ્રગટ થયા. હિંમતલાલ અંજારિયા સંપાદિત દેશભક્તિનાં કાવ્ય'(૧૯૦૫) અને “વસંત વિનોદી (ચંદુલાલ દેસાઈ), હરિલાલ ધ્રુવ, કેશવલાલ ધ્રુવ અને અન્ય કવિઓની રચનાઓની સંકલનારૂપ “સ્વદેશ ગીત'(૧૯૦૮) એનાં ઉદાહરણરૂપ છે.
સંસાર-સુધારો અને સ્વદેશપ્રીતિ લલિત વાલ્મયનાં નવલકથા અને નાટક જેવાં સ્વરૂપમાં સ્વાભાવિક રીતે એકરૂપ બની ગયાં જણાય છે. થોડાક ઉદાહરણ માત્ર લઈએ. દલપતરામ-કૃત વેનચરિત્ર'(૧૮૬૮), “નર્મકવિતા'નાં બહુસંખ્ય કાવ્ય નવલરામ પંડયા-કૃત “બાળલગ્નબત્રીશી'(૧૮૭૬), ગોવર્ધનરામ-કૃત સ્નેહમુદ્ર. (૧૮૮૯), નરસિંહરાવનાં વિધવાકાવ્યો' વગેરેને આ રીતે જોઈ શકાય.