Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૭૮૬
બ્રિટિશ કાલ ક્ષેત્રમાં પાશ્ચાત્ય વિવેચન-સિદ્ધાંત અને પદ્ધતિની ભારે અસર થઈ તથા આપણા અભ્યાસપાત્ર કાલખંડમાં નવલરામ પંડયા(૧૮૩૬-૧૮૮૮), મણિલાલ નભુભાઈ દ્વિવેદી(૧૮૫૮–૧૮૯૮), ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી(૧૮૫૫–૧૯૦૭), રમણભાઈ મહીપતરામ નીલકંઠ(૧૮૯૮-૧૯૨૮), નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા (૧૮૫૮–૧૯૩૭) અને આનંદશંકર બાપુભાઈ ધ્રુવ(૧૮૬૯-૧૯૪૨) વગેરેનાં લખાણોમાં એનાં શ્રેષ્ઠ પરિણામ જણાય છે.
અર્વાચીન સર્જનાત્મક સાહિત્ય માનવીની પ્રતિષ્ઠા કરી. “એક વાર સાહિત્ય મંદિરમાં માનવીની મૂર્તિ પ્રતિષ્ઠા કરી એટલે માનવ-વ્યવહારને આ પ્રદેશ સાહિત્ય માટે ખુલે થઈ ગયો. અને માનવામાં રસ પડ્યો તે પોતેય એક માનવી છે, વધુ સંવેદનશીલ માનવી છે, એ ભાન સાથે અર્વાચીન કવિ પિતાનાં ઊર્મિ વિચાર કલ્પના અને દર્શનને, જીવન અને જગતના પિતા પર થતા અનુભાવોને અને પ્રતિભાવોને એ ગમે તેટલા માનુષી હોય તે પણ વગર શરમાયે ગાતે થયે. અંગ્રેજી કવિતાએ આ શીખવ્યું.”
આને પરિણામે કવિતામાં આત્મલક્ષિતા આવી તથા પ્રણય એ અર્વાચીન ગુજરાતી કવિતાને એક મુખ્ય વિષય બને. નર્મદે અંગ્રેજીની અસરથી પ્રણયકવિતાની વિપુલ રચના કરી છે, પણ એની કૃતિઓમાં વિલક્ષણ પૂલતા છે. "ભાવનાં ઊંડાણ અને નિર્મળતાવાળાં મનહર આત્મલક્ષી પ્રણયકાવ્ય નરસિંહરાવ (૧૮૫૮–૧૮૯૮), 'કાન્ત', બાલાશંકર(૧૮૬૭-૧૯૨૩), “કલાપી” (૧૮૭૪– ૧૯૦૦), નાનાલાલ(૧૮૭૭–૧૯૪૬) આદિમાં મળે છે. અર્વાચીન ગુજરાતી કવિતા ઉપર અંગ્રેજીની બીજી મહત્ત્વની અસર એ પ્રકૃતિ-કવિતા છે. સંસ્કૃત સાહિત્યમાં પ્રકૃતિ-વર્ણને ઉદ્દીપન વિભાવ લેખે અથવા અલંકારાત્મક હોય છે. જૂના ગુજરાતી સાહિત્યમાં એ ઘણું ખરું વનરાજિવર્ણન તરીકે દેખાય છે, જે પણ પ્રાચીનતર પરંપરાને વારસે છે. વર્ડઝવર્થ આદિ અંગ્રેજી કવિઓની કવિતામાં પ્રકૃતિ-સૌંદર્ય પ્રત્યેની લાગણીનું પૃથક્કરણ કરીને નિરૂપણ હેય એવો અનુભવ થાય છે. ગુજરાતીમાં આ પ્રકારની કવિતારચનામાં સૌથી પહેલે નર્મદ છે. એ પછી પ્રકૃતિવર્ણનમાં હદયંગમ કાવ્ય નરસિંહરાવે આપ્યાં (ઊર્મિકાવ્યોને નરસિંહરાવને પ્રથમ સંગ્રહ “કુસુમમાળા” ૧૮૮૭માં પ્રગટ થયે હતે) અને એ પરંપરા પછી ચાલુ રહી છે. “પ્રકૃતિ સૌંદર્યનાં અને પ્રાકૃતિક ઘટનાઓનાં તાદશ શબ્દચિત્રો આપવાં, પ્રકૃતિદર્શને પિતાને થતાં હર્ષાકાદિનું સંવેદના નેધવું, પ્રકૃતિદર્શને અનુભવાતું વિચારદીપન લંબાવી તત્વચિંતનમાં સરી જવું, પ્રકૃતિની રમ્ય-રૌદ્ર શોભા વર્ણવી તેને સર્જનહારનું સ્તોત્ર લલકારવું, મનહર