Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
બ્રિટિશ કાલ
BL
Ο
મહીપતરામ નીલક’(૧૮૨૯-૧૮૯૧)-કૃત સામાજિક નવલકથા 'સાસુ-વહુની લડાઈ(૧૮૬૬) સુધારાલક્ષી છે અને એમની ઐતિહાસિક નવલકથાએ સુધરા જેસંગ’(૧૮૮૨) અને વનરાજ ચાવડા'(૧૮૮૮)માં પણ એમની અર્વાચીન સુધારક-વૃત્તિ અનેક સ્થળે ડાકાય છે. ‘ભવાઈ-સંગ્રહ'ની સંકલના પાછળ ભવાઈનાં અશ્લીલ તત્ત્વ દૂર કરી લેાકશિક્ષણ માટે એને વિનિયોગ કરવાને એમને ઉદ્દેશ જણાય છે. આપણી પ્રથમ પ્રશિષ્ટ નવલકથા નંદશંકર(૧૮૩૫--૧૯૦૫)-કૃત ‘કરણઘેલા’(૧૮૬૬) ગુજરાતના એજ્યુકેશનલ ઇન્સ્પેકટર રસેલની સૂચનાથી સ્કોટ વગેરે અંગ્રેજ ઐતિહાસિક નવલકથાકારીના પ્રભાવ નીચે રચાઈ હતી. એમાંયે પોતાના દેશબાંધવા સમક્ષ નવીન જ્ઞાનની જયાતિ ધરવાને લેખકને! લેભ અહંતા રહેતા નથી. હરગોવિંદદાસ કાંટાવાળા(૧૮૪૯-૧૯૩૩)-કૃત ‘અંધેરી નગરીનાગ વસેન (૧૮૬૯), જેના કર્તાએ પાતે જ એક_ઉટંગ વાર્તા' તરીકે નિર્દેશ કર્યો છે અને જેમાં બને તેટલા તળપદા શબ્દ પ્રયાજવાની લેખકની પ્રતિજ્ઞા છે તે, સ્પષ્ટ રીતે રાજકીય અને સાંસારિક સુધારાના ઉદ્દેશથી લખાયેલી છે. એમની ખીજી નવલકથા એ બહેના’(૧૮૯૧)નું પ્રેરક બળ પણુ સંસારસુધારી છે. ગાવ નરામની મહાનવલ 'સરસ્વતીચંદ્ર' પણ (ભાગ ૧, ૧૮૮૭; ભાગ ૨, ૧૮૯૨; ભાગ ૩, ૧૮૯૮; ભાગ ૪, ૧૯૦૧) પ્રાચીન પૂ, અર્વાચીન પૂર્વ અને અર્વાચીન પશ્ચિમના સંસ્કાર-સમન્વય દ્વારા દેશેાન્નતિ વાંકે છે. ગોવર્ધનરામના લઘુવયસ્ક સમકાલીન ભાગીદ્રરાવ દિવેટિયા(૧૮૭૫–૧૯૧૭)ની સામાજિક નવલકથાઓ પણ સ ંસાર–સુધારાના સૂર કાઢે છે. મુંબઈના ‘ગુજરાતી' સાપ્તાહિકના તંત્રી શ્રી ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ(૧૮૫૩-૧૯૧૨)ની નવલકથા ‘ગગા—એક ગુજર વાર્તા'(૧૮૮૮)માં સ્ત્રી-વર્ગીની તત્કાલીન સ્થિતિનું ચિત્રણ આપી એમાં થવા જોઈતા સુધારાની જરૂર પ્રત્યે ઇંગિત છે. હિન્દુ અને બ્રિટાનિયા' (૧૮૮૬) નવલકથા છે, પણ એમાં અતિહાસિક સંદર્ભમાં ભારત અને બ્રિટન વચ્ચેના રાજકીય સંબધાના સ્વાતંત્ર્યપૂર્ણ વિમર્શ છે. એના પ્રકાશનને પરિણામે ગુજરાતી' પત્ર અને એના તંત્રીને રાજદ્રોહના આરાપ નીચે કચડી નાખવાના પ્રયત્ન થયા હતા.
દલપતરામ—કૃત ‘લક્ષ્મી નાટક' (૧૮૫૧) એ ગ્રીક નાટકકાર એરિસ્ટાફેનિસની કામેડી ‘પ્લુટસ' નું ગુજરાતી રૂપાંતર છે. ગ્રીક પુરાણકથામાં પ્લુટસ ધનને દેવ હાઈ દલપતરામે એને સ્થાને લક્ષમીદેવી મૂકી છે. દલપતરામ પોતે તે કાઈ વિદેશી ભાષા જાણતા નહેાતા, એટલે મૂળ નાટકનેા સાર ફ્રાઈસ સાહેબે દલપતરામને સમજાવ્યો હશે અને એ ઉપરથી એમણે આ નાટક રચ્યુ હશે.