Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
આ. અર્વાચીન પરંપરાનું ગુજરાતી સાહિત્ય
૧. અર્વાચીન સાહિત્યને આરંભ તથા વિકાસ : નવીન સાહિત્ય
સ્વરૂપો
મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના અને એ પછી શરૂ થયેલું શિક્ષણ એ અર્વાચીન ગુજરાતી સાહિત્ય માટે પ્રેરક બળ બનવા ઉપરાંત એના સ્વરૂપનિર્માણ ઉપર ભારે પ્રભાવ પાડનારી ઘટના છે. યુરોપની યુનિવર્સિટીઓમાં ગ્રીક અને લેટિનને પ્રાચીન પ્રશિષ્ટ ભાષાઓ તરીકે જેવું સ્થાન હતું તેવું અહીં સંસ્કૃત અને ફારસીના અભ્યાસને મળ્યું, આથી અંગ્રેજી સાથે સંસ્કૃત અને ફારસીને. વિદ્યાપીઠ-પદ્ધતિએ અભ્યાસ આરંભાતાં આપણા પ્રાચીન સાહિત્ય અને સંસ્કારના વારસાનું નવમૂલ્યાંકન થયું અને ત્રણેયની અસર અર્વાચીન સાહિત્યના. નિર્માણ પર થઈ. સંસ્કૃત કાવ્યનાટકાદિની પ્રશિષ્ટ કૃતિઓના જુદા જુદા લેખકને હસ્તે એક કરતાં વધુ ભાષાંતર થયાં, હાફિજ અને ઉમર ખય્યામની કૃતિઓ અને બીજી કેટલીક ફારસી કૃતિઓ ગુજરાતીમાં ઉતારાઈ; બાલાશંકર મણિલાલ દેરાસરી કલાપી “સાગર'(જગન્નાથ ત્રિપાઠી) વગેરેએ ગઝલને કાવ્યપ્રકાર, ગુજરાતીમાં ઉતાર્યો. અંગ્રેઝના પ્રશિષ્ટ સાહિત્યકારેના અભ્યાસ સાથે પાલગ્રેવની ગોલ્ડન ટ્રેઝરી' જેવા મનહર ઉર્મિકાવ્યસંચયનું પરિશીલન થતાં યુનિવર્સિટીનું શિક્ષણ લેનાર પદવીધાની પહેલી પેઢીએ જૂના સાહિત્યના પ્રકારોને સ્થાને ઊર્મિકાવ્ય “ખંડકાવ્ય” “મહાકાવ્ય “સેનેટ' “કરુણ પ્રશસ્તિ' જેવા પ્રકાર ગુજરાતીમાં ઉતાર્યા. જૂના ગદ્યના પરિચિત પ્રકારોને સ્થાને નાટક વાર્તા નવલકથા નિબંધ ચરિત પ્રવાસવર્ણન આદિ ગદ્ય-સાહિત્યને નવા પ્રકાર આવ્યા. સંસ્કૃતમાં નાટક તથા નાટકનું શાસ્ત્ર બંને હતાં, પ્રાચીન અને મધ્યકાલીન ગુજરાતીમાં નાટક મહેતું, પણ અર્વાચીન ગુજરાતી નાટકે સંસ્કૃત નાટક, શેકસપિયર મોલિયેર વગેરેનાં પાશ્ચાત્ય નાટકે તથા ભવાઈના અત્રત્ય નાટપ્રકારના પ્રભાવ નીચે નવા જમાનામાં નવજીવન પ્રાપ્ત કર્યું. પ્રાચીન કાળમાં સંસ્કૃતિનું સાહિત્યશાસ્ત્ર હતું તથા કાવ્યવિવેચનના વિવિધ સંપ્રદાય (schools) વિકસ્યા હતા, પરંતુ પાશ્ચાત્ય સાહિત્યપ્રકારોને અહીંની ભૂમિમાં ર૫ તથા વિકાસ થતાં સાહિત્યને તત્વવિચાર અને ગ્રંથાવલોકન એ વિવેચનનાં ઉભય
૨૫