Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ગુજરાતી ભાષા, બેલીઓ અને લિપિ
૩૧ ગુજરાતી અંગ્રેજ અમલદાર એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ અથવા ફાર્બસ સાહેબનાં પ્રેરણા અને પ્રયત્નથી અમદાવાદમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની (જે સંસ્થાનું પાછળથી “ગુજરાત વિદ્યાસભા' નામકરણ થયું તેની) સ્થાપના થઈ. આ સંસ્થાએ ગુજરાતમાં શિક્ષણ અને સાહિત્યના પ્રસાર માટે અગ્રવાલીનું કામ કર્યું છે" ગુજરાતી ભાષા અને સાહિત્યનાં વિવિધ ક્ષેત્રે નવીન કાર્ય કરનાર, “અર્વાચીનેમાં આદ્ય' નર્મદ અથવા નર્મદાશંકર લાલશંકર કવિએ (૧૮૩૩-૧૮૮૬) ૧૮૫૧ માં અઢાર વર્ષની વયે એ જ વર્ષે સ્થપાયેલી બુદ્ધિવર્ધક સભા સમક્ષ “મંડળી મળવાથી થતા ફાયદા” એ વિશે નિબંધ વાં, જે નવી કેળવણીથી વિકસતા વિચારો સાથે અર્વાચીન ગુજરાતી ગદ્યના સંયોજનને પણ એક નમને છે. એ સભા સમક્ષ ૧૮૫૬ માં સુધારક કરસનદાસ મૂળજીએ દેશાટન’ વિશે નિબંધ વાંચ્યો હતો. કરસનદાસે પાછળથી મહીપતરામની જેમ, ઈગ્લેન્ડની મુસાફરી અનેક વિરે તથા અવરોધની વચ્ચે કરી હતી અને એ વિશે પુસ્તક પણ લખ્યું હતું. ૧૮૫૭માં મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના થઈ, જેના પદવીરોએ જીવન અને સાહિત્યનાં વિવિધ ક્ષેત્રોમાં પાયારૂપ મહત્તવનું કામ કર્યું. વિશેષ તે અર્વાચીન સાહિત્યનાં પ્રેરક બળ ભારતના અન્ય પ્રદેશાની જેમ ગુજરાતમાં પણ પાસ્યાત્ય સંસ્કારવાળી આ નવી કેળવણીને પરિણામે ઉદ્દભવ્યાં.
આપણુ અભ્યાસવિષય-કાલખંડથી લગભગ એક શતાબ્દી પૂર્વે ગુજરાતી ભાષા બંધારણની દૃષ્ટિએ સિહ રૂપ પામી ચૂકી હતી. જૂના ગુજરાતી સાહિત્યમાં ગદ્યસાહિત્ય પુષ્કળ હતું અને એનાં કેટલાંક નિશ્ચિત સ્વરૂપ હતાં, પણ નવી કેળવણીને પરિણામે વિકસેલા ગદ્ય-સાહિત્યથી સ્વભાવ રૂ૫ અને વિષયની દૃષ્ટિએ એ સર્વથા ભિન્ન હતું એ સ્વયંસ્પષ્ટ છે. આ ગુજરાતી ભાષા સ્વરૂપને વિકાસ
અહીં ગુજરાતી ભાષા ઉત્તરોત્તર શિષ્ટતા ધારણ કરવા લાગી અને પ્રથમ ખ્યાલ આપી એના પ્રાદેશિક ઉપરાંત જ્ઞાતિગત ભેદને નમૂનાઓ દ્વારા ખ્યાલ “આપવાને પ્રયત્ન છે.
૧૮૧૮ આસપાસ અર્વાચીન ગુજરાતી ભાષાનું આ સ્વરૂપ હજી ચાલુ હતું. ગુજરાતી બીબાંઓથી તેમ શિલાછાપખાનાંઓની મદદથી ગુજરાતી ગદ્યવરૂપે ભાષા આકાર લેતી જતી હતી. સન ૧૮૨૪માં મુંબઈના “મુંબઈ સમાચાર” છાપખાનામાં પંચેપાખ્યાન' છપાયેલું, જેની ભાષા ધ્યાનમાં લેવા જેવી છે; જેવી કે