Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૫૩
કેળવણ
૧૯મા સૈકાના મધ્ય ભાગમાં કલકત્તા મદ્રાસ અને મુંબઈમાં પરદેશી હેકમતની સેવામાં મુલકી અધિકારીઓ અને ન્યાયાધીશના હેદ્દા ઉપર બ્રિટિશરો આવતા હતા. તેઓ સ્થાનિક કક્ષાએ અધ્યયન અને અભ્યાસ અર્થે મંડળે રચતા હતા અને નાનાં નાનાં પુસ્તકાલય શરૂ કરતા હતા. ૧૯ મા સૌકામાં ઈંગ્લેન્ડમાં ગ્રંથાલય-ધારે અસ્તિત્વમાં આવ્યો હતો તેની અસર ઈસ્ટ ઇન્ડિયા કમ્પની હેઠળના ત્રણ પ્રાંતે કલકત્તા મદ્રાસ અને મુંબઈમાં ઝિલાઈ હતી. આ અસર હેઠળ જ અમદાવાદમાં સને ૧૮૪૮ ના અંતમાં ફાર્બસ સાહેબે ગુજરાત વર્નાકયુલર સોસાયટીની સ્થાપના કરી. આ સમયે ગુજરાતમાં નેટિવ લાઈબ્રેરી' નામની પ્રવૃત્તિ શરૂ થઈ હતી. ગુ. વ. સોસાયટીએ ૧૮૪૯ ના આરંભમાં નેટિવ લાઇબ્રેરી સ્થાપી. એ આઠ વર્ષ પછી “હિમાભાઈ ઈન્સ્ટિટ્યુટમાં ફેરવાઈ ગઈ. આમ સ્વતંત્ર પુસ્તકાલય તરીકે ગુજરાતમાં જે કોઈ સૌથી પહેલું હોય તે એ આ નેટિવ લાઈબ્રેરી જ. આ પછી (૧૮૫૭ થી) ગુ. વ. સંસાયટીએ નવેસરથી પિતાનું જે પુસ્તકાલય શરૂ કર્યું તે ઉત્તરોત્તર વિકસાવ્યું; એ પુસ્તકાલયની આજે પણું ગુજરાતના સમૃદ્ધ પુસ્તકાલય તરીકે ગણના થાય છે. દરમ્યાન એ.કે. ફોર્બ્સ
સ્થાનિક નાગરિકે સાથે મળી ભંડોળ ભેગું કરીને સુરતમાં ઈ.સ. ૧૮૫૦ માં પુસ્તકાલય શરૂ કર્યું, જેની સાથે મિ. એક્ઝ-માજી જજનું નામ જોડવામાં આવ્યું. સુરતનું આ પુસ્તકાલય “એઝ લાઈબ્રેરી" તરીકે ઓળખાય છે. આ પછી બ્રિટિશ ગુજરાત તથા કાઠિયાવાડ સહિતના દેશી રાજ્યોમાં ૧૮૫૭ થી ૧૯૧૧ સુધીના ગાળામાં ૪૮ જેટલાં પુસ્તકાલય સ્થપાયાં હતાં તેમાંથી ભરૂચની રાયચંદ દીપચંદ લાઈબ્રેરી (૧૮૫૭), નડિયાદનું ડાહીલક્ષ્મી પુસ્તકાલય” (૧૮૯૨), રાજકેટમાં “લેંગ લાઈબ્રેરી' (૧૮૬૫), ભાવનગરની બાર્ટન લાઇબ્રેરી (૧૮૯૫) અને અમદાવાદમાં “આપારાવ ભોળાનાથ લાઈબ્રેરી' (૧૮૭૦) એ ઉલલેખનીય પુસ્તકાલય આજે પણ સેવા આપી રહ્યાં છે. આ પુસ્તકાલય ખરેખર સાર્વજનિક પુસ્તકાલય ન હતાં, એની વ્યવસ્થા કે નિભાવ વગેરેના હક અને જવાબદારીઓ વ્યક્તિઓનાં કે સંસ્થાનાં હતાં અને લવાજમ લેતાં પુસ્તકાલય હતાં, એમ છતાં ગુજરાતની પુસ્તકાલય-પ્રવૃત્તિના ઇતિહાસમાં પ્રારંભકાલનાં આ પુસ્તકાલને ફાળે કદી પણ ઓછો આંકી શકાશે નહિ, કારણ કે પુસ્તકાલય તરીકે પ્રજાને વાચનસેવા પૂરી પાડવા માટે આ નેટિવ લાઈબ્રેરીઓએ ખરેખર સાર કામ કર્યું છે. ક ૧૮૮૫ માં ઈન્ડિયન નેશનલ કેંગ્રેસની સ્થાપના પછી જેમ સમગ્ર દેશમાં બન્યું તેમ રાષ્ટ્રિયતાને જુવાળ હેઠળ ભણેલા બુદ્ધિશાળી વર્ષે ગુજરાતમાં આ પ્રવૃત્તિનું