Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
કેળવણી
મળતાં સોસાયટીએ ઈ. સ. ૧૮૫૦ માં પિતાની મિશ્ર શાળામાંની કન્યાઓને વિભાગ આ નવી શરૂ થયેલી કન્યાશાળામાં ભેળવી દીધે. આમ ઈ. સ. ૧૮૫૦ માં એ કન્યાશાળામાં કન્યાઓની સંખ્યા ૪૨ ની થઈ. ત્યારપછી એ કન્યાશાળા ઈ. સ. ૧૮૫૮માં વ્યવસ્થિત સ્વરૂપે શરૂ થઈ. જેને ઉલેખ કવીશ્વર દલપતરામભાઈની એક કાવ્યરચનામાં જોવા મળે છે. આ ઉપરાંત અમદાવાદમાં રા. બ. મગનભાઈ કરમચંદ કન્યાકેળવણી ક્ષેત્રમાં આદ્ય પ્રવર્તક નીવડ્યા. એમણે કન્યા-શાળાઓ શરૂ કરવા માટે રૂ. ૨૦,૦૦૦નું દાન આપ્યું. ઈ.સ. ૧૮૫૦ માં એમના દાનથી બે કન્યાશાળા સ્થપાઈ.૪૨ ઈ.સ. ૧૮૫ર માં સુરતમાં દુર્ગારામ મહેતાજીએ કન્યાશાળાની શરૂઆત કરી.૪૩ | ગુજરાતના વિવિધ પ્રદેશમાં (એટલે કે એ વખતનાં રજવાડાં તથા કચ્છ -સહિતના પ્રદેશોમાં શિક્ષણની વાત કરીએ તે ઈ.સ. ૧૮૨ ૬માં ત્રણ વર્નાક્યુલર શાળા ખેડા નડિયાદ અને ભરૂચમાં અસ્તિત્વમાં આવી. ઈ. સ. ૧૮૨૭ માં બે શાળાઓને ઉમેરો થયો અને ૧૮૩૦માં બીજી પાંચ શાળા ઉમેરાઈ. ત્યારપછી ઈ. સ. ૧૮૩૧ થી ૧૮૪૬ના સુદીર્ઘ ગાળા દરમ્યાન એક પણ શાળા શરૂ થઈ હેવાનું નેધાયું નથી, જ્યારે ઈ. સ. ૧૮૪૭ થી ઈ. સ. ૧૮૫૩ના છ વર્ષના ગાળામાં બીજી બાર શાળા એક પછી એક શરૂ થતી ગઈ અને ઈ. સ. ૧૮૫૩ ના અંતે કુલ ૨૨ શાળા ગુજરાતના વિવિધ ગ્રામ વિસ્તારોમાં કામ કરતી હતી. આ શાળાઓમાં કન્યાઓની સંખ્યાની તપાસ કરતાં જાણવા મળે છે કે ઈ. સ. ૧૮૨૬ માં ખેડામાં કુલ ૧૬૦ માંથી ૨૭, નડિયાદમાં કુલ ૪ર૭ માંથી ૩૬ તથા ભરૂચમાં કુલ ૧૫૮ માંથી ૨૭ કન્યાઓએ શાળામાં જવાનું શરૂ કર્યું હતું. ઈ. સ. ૧૮૫૩માં ગુજરાતની કુલ ૨૨ શાળાઓમાં ૨,૧૫૪ વિદ્યાર્થીઓ સામે શિક્ષણ લેતી કન્યાઓની સંખ્યા ૭૩૪ હેવાનું નોંધાયું છે. આ ૭૩૪ કન્યાઓમાંથી સૌથી વધુ એટલે કે ૬૯૬ કન્યા હિંદુ તથા ૧૭ અને ૨૧ કન્યા અનુક્રમે મુસલમાન અને પારસી હેવાનું નેધાયું છે.૪૪ (આ) ઈ. સ. ૧૮૫૪ થી ઈ. સ. ૧૯૮૨ સુધી
ઈ. સ. ૧૮૫૪ના ચાર્લ્સ વૂડના ખરતા પછી આપણું આખા દેશમાં શિક્ષણની એક વ્યવસ્થિત પરિપાટી શરૂ થઈ. ચાર્લ્સ વૂડે ખરીતામાં ભારતીય પ્રજામાં સ્ત્રી-શિક્ષણને વધુ ઉત્તેજન મળે તેવાં પગલાં ભરવાનું ગવર્નર-જનરલને -સૂચન કર્યું. ખરીતાએ સૂચવેલ “ગ્રાન્ટ-ઇન–એઈડ' પદ્ધતિમાં છોકરીઓ માટેની શિક્ષણ-સંસ્થાઓને સમાવેશ કરવામાં આવ્યો.૪૫