Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
બ્રિટિશ કહે - એ સમયની શાળાઓ બહુધા છોકરાઓ માટે હતી અને છોકરીઓ જે શિક્ષણ મેળવતી તે તે ઘેર રહીને જ મેળવતી.૩૭
આમ અર્વાચીન કાલના શાળા-પ્રકારના શિક્ષણમાં કન્યા-કેળવણીની વાત કરવામાં આવે તે ઈ.સ. ૧૮૧૮ માં મિશનરીઓએ સુરતમાં સૌપ્રથમ શાળા સ્થાપી તથા સૌરાષ્ટ્રમાં પણ એમણે બે કન્યાશાળા ખોલીને ગુજરાતમાં કન્યાકેળવણી માટેના પ્રથમ પ્રયાસનું માન મેળવ્યું. આ ઉપરાંત કન્યાઓ શાળામાં આવવા આકર્ષાય એ માટે મિશનરીઓ તરફથી જે પેજના કરવામાં આવી હતી તે અનુસાર આજથી લગભગ ૧૨૫-૧૫૦ વર્ષ પૂર્વે ૩, ૪૫ ની વસ્તુ એને દહેજ રૂપે શાળા છોડયા પછી પરણે ત્યારે આપવામાં આવતી. આ ગાળા દરમ્યાન સ્ત્રીશિક્ષણને ઉત્તેજન આપવા માટે મિશનરીઓ ઉપરાંત ખાનગી રાહે જે પ્રયત્ન કરવામાં આવ્યા તેમાં ગુજરાત વર્નાકયુલર સેસાયટી (સ્થાપના ઈ.સ. ૧૮૪૮) મુખ્ય છે. આ સોસાયટીને મુખ્ય હેતુ છોકરા અને છોકરીઓની મિશ્ર શાળાઓ સ્થાપવાને હતે, આ સંસાયટીને મિ. ઍલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ અને કવીશ્વર દલપતરામ તથા બીજી અનેક વ્યક્તિઓની સહાયતા સાંપડી. સોસાયટીના સ્ત્રી-શિક્ષણના વિકાસને વેગ આપવાના કાર્યની નોંધ લેતાં ડે. કેલિયારે લખ્યું હતું કે છેડીઓને વિદ્યાભ્યાસ કરાવે એ જે ઉત્તમ ચાલે છે તે ઉપર આખરે
કેનું ચિત્ત દેવું અને આ મુલકના વિદ્વાન દેશીઓને સાચી વાત માલૂમ થતી ગઈ કે જે તમે નીતિની કેળવણુ માંગતા હે તે પુત્રની માને વિદ્યાની કેળવણી આપજે કે જેમાંથી બાળકના મનમાં પહેલવહેલી જ વાત ઊતરે છે.૩૮ આ ગાળા દરમ્યાન કરુણાશંકર મહેતા એક શાળાનું સંચાલન કરતા હતા; એમણે મદદ માટે વર્નાક્યુલર સોસાયટીને સંપર્ક સાથે અને સોસાયટીએ તરત જ ઈ.સ૧૮૪૯ માં આ શાળાની જવાબદારી લઈ લીધી. એ વખતે શાળાની આવક રૂ. ૨૧, આના ૧૨ અને પાઈ ૬ હતી અને ખર્ચ રૂ. ૭૦ને હતે. સોસાયટીએ જ્યારે શાળાની જવાબદારી સંભાળી ત્યારે શાળામાં ૪૭ છોકરાઓ અને ૧ છોકરીની સંખ્યા હતી, જે વર્ષના અંતે વધીને અનુક્રમે ૮૦ અને ૫ થઈ. ઈ. સ. ૧૮૫૧ ના અહેવાલ પ્રમાણે એ નિશાળનું કામ દહાડે દહાડે સુધરતું જતું હતું, છોકરા તથા છોકરીઓની સંખ્યા વધતી જતી હતી ને એ નિશાળમાં ત્યારે ૯૨ છોકરા તથા ૧૮ છોકરીઓ હતાં,૩૯ આ જ અરસામાં શ્રીમતી હરકુંવરબા શેઠાણી તરફથી છોકરીઓની એક કન્યાશાળા શરૂ કરવામાં આવી. આ સંદર્ભમાં સેસાયટીએ “બુદ્ધિપ્રકાશના ૧૫ જૂન, ઈ.સ. ૧૮૫૦ને અંકમાં એક જાહેરાત આપી હતી.૪૦ હરકુંવરબા શેઠાણું તરફથી આર્થિક સહાય