Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૪૨
બ્રિટિશ કાલ
મિલ-ઉદ્યોગની શરૂઆત ગુજરાતમાં ૧૮૫૭ માં થઈ હતી. અમદાવાદ આ ઉદ્યોગનું કેન્દ્ર હતું, તેથી ૧૯૦૧-૧૯૨૩ દરમ્યાન કેટલીક ટેકનિકલ સંસ્થાઓ, અમદાવાદમાં અસ્તિત્વમાં આવી હતી, ૧૯૦૧-૦૨ દરમ્યાન અમદાવાદની ત્રણ ટેકનિકલ સંસ્થાઓમાં ૧૩૭ વિદ્યાથી અભ્યાસ કરતા હતા. ૧૯૧૧-૧૨ દરમ્યાન ચાર સંસ્થાઓમાં બધા મળીને ૨૦૫ વિદ્યાર્થી હતા. રણછોડલાલ છોટાલાલના, દાનથી આર. સી. ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ અસ્તિત્વમાં આવ્યું હતું.
વડોદરામાં મહારાજા સયાજીરાવે સને ૧૮૯૦માં ત્રિભુવનદાસ ગજજરના આચાર્યપદ નીચે કલાભવન ખોલ્યું હતું. એમાં કલા, સ્થાપત્યવિદ્યા, સિવિલ અને મિકેનિકલ એન્જિનિયરિંગ, કેમિકલ ટેકનોલેજી, વણાટકામ, ઘડિયાળ–દુરસ્તી વગેરેનું જ્ઞાન અપાતું હતું. આ ઉપરાંત નવસારી અમરેલી અને પાટણમાં હુન્નરશાળાઓ ખોલવામાં આવી હતી, જેમાં ગુજરાતી ધોરણ ૬ ના અભ્યાસ ઉપરાંત રંગાટીકામ વણાટકામ તથા સુથારીકામ વગેરે તથા ભાષાનું શિક્ષણ અપાતું હતું. વડોદરામાં કારીગરો માટે સાંજના વગ પણ ચલાવવામાં આવતા હતા. પેટલાદમાં રંગશાળા શરૂ કરવામાં આવી હતી, જ્યાં કેટલાક રંગ બનાવવાની ને રંગાટીકામની તાલીમ અપાતી હતી.
સુરતમાં ફરદુન પારેખની રૂ. ૫૦,૦૦૦ ની સખાવતથી એક ઔદ્યોગિક શાળા, સને ૧૮૮૩ માં શરૂ કરવામાં આવી હતી. ૧૮૮૩-૮૪ માં એમાં ૨૦ વિઘાથી ભણતા હતા. ચિત્રકામ, ભૂમિતિ અને ઉદ્યોગના સારા શિક્ષકે નીમવા અને ત્રણ કલાકનું વર્ગશિક્ષણ તથા ત્રણ કલાક વર્કશોપને અનુભવ આપવા શ્રી લિટલ નામના ઉત્તર વિભાગના ઇજનેરે ભલામણ કરી હતી. રાજકોટમાં પણ એક ઔદ્યોગિક શાળા હતી, પણ વિદ્યાર્થીઓના અભાવે આ શાળા બંધ કરાઈ હતી એવો ઉલ્લેખ ૧૯૧૩ ને “શાળાપત્ર'માં છે.
એલેપથીનું ગુજરાતી ભાષા દ્વારા શિક્ષણ આપતી બી. જે. મેડિકલ સ્કૂલ ૧૮૭૯ માં શરૂ કરાઈ હતી. એમાં હોસ્પિટલ આસિસ્ટન્ટને ત્રણ વર્ષને અભ્યાસક્રમ હતો. ૧૯૧૨ અગાઉ છે. ૧૦ (જૂનું ધોરણ ૬) ઉર્તીણ થનારને પ્રવેશ અપાત. હતું. ત્યારબાદ એલ.સી.પી.એસ. ને મેટ્રિક પછી ચાર વર્ષને અભ્યાસક્રમ આ સંસ્થામાં શરૂ કરાયું હતું. વેધરાજ સાથે રહીને આયુર્વેદનું પ્રત્યક્ષ શિક્ષણ પણ મળતું હતું. લલિત કલાનું શિક્ષણ
કલાના શિક્ષણ માટે જમશેદજી જીજીભાઈના રૂ. એક લાખના દાનથી ૧૮૫૭ માં