Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
કેળવણું ૧૮૮૫ થી આ સંસ્થા કાયમી બની અને એને કલાભવન સાથે જોડવામાં આવી હતી. ૧૮૯૧ માં એમાં ૭૪ તાલીમાથી હતા. આ કોલેજ સાથે પ્રેકટિસિંગ સ્કૂલ જોડાયેલી ન હતી. બહેને માટેનું અધ્યાપન-મંદિર મહેતા પળમાં લલ્લ બહાદુરની હવેલીમાં શરૂ કરવામાં આવેલ. ૧૮૯૧ માં આ સંસ્થામાં ૯ તાલીમાથી બહેને હતી. ૧૮૯૫-૯૬ માં એને સુરસાગર ઉપર ફેરવવામાં આવી હતી. બાર્ટન ફિમેલ ટ્રેનિંગ કોલેજ રાજકેટમાં ૩૦–૧૨–૧૮૫૫ ના દિવસે શરૂ કરાઈ હતી. ૧૯૧૧૧૬ ના ગાળામાં ડિવિઝન દીઠ એક અધ્યાપન-મંદિરને બદલે જિલ્લાવાર તાલીમશાળા ખોલવાનું વિચારાયું હતું. આ શાળામાં માત્ર એક વર્ષને અભ્યાસક્રમ રખા હો, બાકીનાં બે વર્ષો માટે તાલીમાર્થીઓને રાજકેટ અમદાવાદ કે વડોદરા મોકલવામાં આવતા હતા. વડોદરા રાજ્યમાં અમરેલી પાટણ અને નવસારીમાં આવા વર્ગ શરૂ કરાયા હતા. આમ સમગ્ર ગુજરાત માટે છ અધ્યાપન–મંદિર હતાં.
માધ્યમિક શાળાના શિક્ષકે માટે તાલીમની જરૂરિયાત જણાઈ ન હતી એ મુંબઈ રાજ્યના કેળવણી ખાતાના વડાઓ હાવડ અને ગ્રાન્ટને મત હતા, છતાં "૧૮૯૮ માં એસ. ટી. સી. પરીક્ષા અન્ડર-ગ્રેજ્યુએટ શિક્ષકે માટે શરૂ કરાઈ હતી, એનું સંચાલન શિક્ષણ-નિયામક દ્વારા થતું હતું. લોર્ડ કર્ઝન તાલીમ માટે ખૂબ આગ્રહી હતા, તેથી ૧૯૦૬માં મુંબઈમાં આવી તાલીમી સંસ્થા ખોલવામાં આવી હતી. ગુજરાતમાંથી થેડા જ શિક્ષકોને એમાં પ્રવેશ મળતું હોવાથી કેટલાકે મદ્રાસ અને કોલ્હાપુરથી બી. ટી. કોલેજમાં પ્રવેશ મેળવ્યું હતું. શરૂઆતમાં આ કોલેજ એસ. ટી. સી. ડી. ની પદવી આપતી હતી.૩૪ ધંધાદારી શિક્ષણ
સને ૧૮૫૪ પૂર્વે ગુજરાતમાં ધંધાદારી શિક્ષણ આપતી સંસ્થાઓ અસ્તિત્વમાં ન હતી. ધંધાઓ વંશપરંપરાગત હેવાથી બાળક એ અંગેનું જ્ઞાન ધીરે રહીને પિતા પાસેથી મેળવતા હતા. અંગ્રેજોને વૈદકીય અને ઈજનેર ખાતામાં નીચલી કક્ષાના નેકરે, જેવા કે કમ્પાઉન્ડર વસિયર મોજણીદાર વગેરેની જરૂર હેવાથી એમણે એ માટે પ્રબંધ કર્યો હતો. મુંબઈમાં ૧૮૪૫ માં ગ્રાન્ડ મેડિકલ કોલેજ અને એલિફન્સટન કોલેજ સાથે જોડાયેલા વર્ગોમાં કેટલાક પારસી વિવાથીઓ જોડાયા હતા.
ગુજરાત સર્વસંગ્રહમાં જણાવ્યા પ્રમાણે ગુજરાત પ્રોવિન્શિયલ કોલેજ સાથે કાયદાને વર્ગ જોડાયેલા હતા અને હાઈસ્કૂલના વિદ્યાર્થી તથા સરકારી નેકો આ વર્ગને લાભ લેતા હતા. વડોદરાની કોલેજ સાથે પણ કાયદાને વર્ગ જોડાયેલ હતા. પાછળથી અપૂરતી સંખ્યાને કારણે આ વર્ગ બંધ પડી ગયા હતા.