Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
બ્રિટિશ કાહ કરવામાં આવેલ તાલીમ-વર્ગમાં અંગ્રેજી સંસ્કૃત ગુજરાતી ઇતિહાસ ભૂગોળ અંકગણિત બીજગણિત યંત્રશાસ્ત્ર ખોળશાસ્ત્ર ત્રિકોણમિતિ સરળ-તત્વજ્ઞાન અને શિક્ષણકલાનું જ્ઞાન અપાતું હતું. શિક્ષણની પદ્ધતિમાં વર્ગ માં લેકેસ્ટર કે મૅનિટર પદ્ધતિથી કેવી રીતે શિક્ષણ અપાય એ શીખવાતું હતું. ૧૮૪૫ માં ગુજરાતમાંથી દસ શિક્ષકોને તાલીમ માટે મુંબઈ મોકલવામાં આવ્યા હતા. ૧૮૫૪ માં સુરતમાં બે તાલીમ-વર્ગ ખોલવામાં આવ્યા હતા. સામાન્ય રીતે આ તાલીમ બે વર્ષની હતી, જે બદલ અમુક મુદત સુધી કામ કરવાની શું તાલીમીઓએ બાંહેધરી આપવી પડતી હતી.
ગુજરાતમાં રીતસરનું પ્રાથમિક શિક્ષણનું અધ્યાપન-મંદિર અમદાવાદમાં ૧૮૫૭ માં શરૂ કરાયું હતું. માધ્યમિક શાળાના આચાર્યના સંચાલન નીચે આ નોર્મલ કલાસ હતો. એની સાથે આદર્શ પ્રકુટિસિંગ શાળા અને છાત્રાલય સંલગ્ન હતાં. શરૂઆતમાં ૩૫ તાલીમાર્થીઓને પ્રવેશ અપાયું હતું. આ તાલીમની મુદત ત્રણ વર્ષની હતી અને ખાનગી તાલીમાર્થી માટે માસિક ચાર આના (૨૫ પૈસા) ફિ રાખવામાં આવી હતી. “તાલીમ શાળા' નામ બદલીને ૧૮૬૪ માં એનું નામ વર્નાકયુલર કોલેજ' રાખવામાં આવ્યું હતું. શેઠ પ્રેમચંદ રાયચંદે રૂ. ૩૪,૦૦૦ નું આ કોલેજ માટે દાન આપતાં તા. ૨૪–૭–૧૮૬૮માં આ કોલેજનું મકાન અસ્તિત્વમાં આવ્યું. સને ૧૮૬૭ માં આ કેલેજમાં ૨૬૭ તાલીમાથી હતા, મહીપતરામ, કમળાશંકર પ્રાણશંકર અને માધવલાલ હરિભાઈ જેવા વિદ્વાન એના આચાર્ય હતા. ૧૮૬૫ બાદ બે વર્ષની અને એક વર્ષની તાલીમવાળા શિક્ષકોને મેટી અને નાની શાળાઓમાં નીમવાની નીતિ સ્વીકારાતાં લેખન વાંચન ગણિત અને શિક્ષણની પદ્ધતિઓના જ્ઞાન તરફ વિશેષ લક્ષ અપાવું શરૂ થયું.
સને ૧૮૭૦માં બહેને માટેની તાલીમી સંસ્થા મહાલક્ષ્મી ટ્રેનિંગ કેલેજ અમદાવાદમાં નર્મલ કલાસરૂપે શરૂ કરાઈ હતી. બેચરદાસ લશ્કરીએ એમની પુત્રીના મરણાર્થે કેલેજના મકાન માટે દાન આપવાથી એમનું નામ આ સંસ્થા સાથે જોડાયું હતું. શરૂઆતમાં આ કેલેજ સાથે માધ્યમિક શાળા પણ હતી અને શિક્ષકની પત્નીઓને આ સંસ્થામાં પ્રવેશ અપાયું હતું, જેથી બીજા લેકે એમની કન્યાઓને ભણવા મોક્લવા પ્રેરાય. સૌરાષ્ટ્રમાં રાજકેટમાં ૧૮૬૭ માં નોર્મલ કલાસ ખોલવામાં આવ્યું હતું. પ્રવેશ માટે વર્ગ બંધ કરીને બે વર્ષને અભ્યાસક્રમ રખાયો હતે. ત્રીજા વર્ષ માટે ૬૦ થી ૭૦ ટકા માર્ક મેળવનાર તાલીમાર્થીઓને વધુ અભ્યાસ માટે અમદાવાદ મોકલવામાં આવતા હતા. ૧૮૭૬-૭૭માં આ સંસ્થામાં પ૭ તાલીમાર્થી હતા. વડોદરામાં ૧૮૭૨ માં અધ્યાપન મંદિર શરૂ કરવામાં આવ્યું હતું