Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
બ્રિટિશ કાહ જિલ્લાના ખાનપુર, વિજાપુર તાલુકાનાં અણદિયા અગલેદ વગેરે ગામોને નાશ કરવામાં આવ્યું. ત્યાર બાદ ખંભાતના નવાબને પણ લશ્કરી ધાકધમકીથી એના રાજ્યમાં નિઃશસ્ત્રીકરણને અમલ કરવાની ફરજ પાડવામાં આવી. શેકસપિયરનાં આ પગલાંની પણ વિધબીએ ખૂબ આકરી ટીકા કરી.૫૯ તાત્યા ટોપેનું ગુજરાતમાં આગમન અને એના પ્રત્યાઘાત
તાત્યા ટોપેએ દખણ તથા ગુજરાતમાં વિપ્લવ ચાલુ રાખવા માટે દખણ તથા ગુજરાતમાં કુચ કરવાને નિર્ણય લીધે. બ્રિટિશ સરકારને આની જાણ થતાં એણે કોઈપણ ભેગે તાત્યાને નર્મદા નદી ઓળંગત તથા દખણમાં પ્રવેશ કરતે અટકાવવા નિશ્ચય કર્યો, આથી અનુભવી લશ્કરી સેનાનીઓની ટુકડીઓ ચારે બાજુથી તાત્યાને ઘેરી વળી. તાત્યા ટોપે આશરે ચાર માસની કૂચ પછી ૨૫ મી. ઍકટોબર, ૧૮૫૮ના રોજ હેશિંગાબાદ પાસે પહોંચ્યો અને બ્રિટિશ લશ્કરના બધા જ પ્રયત્ન નિષ્ફળ બનાવીને એણે ત્યાંની નર્મદા નદી ઓળંગી. ૧° ત્યાંથી એણે આશરે ૮૦૦૦ થી ૧૦,૦૦૦ના લશ્કર સાથે દખણ પહોંચવાના ઇરાદાથી નાગપુર પ્રતિ ઝડપી કુચ કરી, પરંતુ ફરી બ્રિટિશ લશ્કરોથા ઘેરાઈ જતાં એને પાછા હઠવું પડયું અને બીજી વખત નર્મદા નદી પાર કરીને એણે પ્રથમ ગુજરાતમાં પહેચવાને અને વિગ્રહમાં ગાયકવાડની સહાય મેળવવાનો નિર્ણય લીધો.
તાત્યા ટોપે રાતદિવસ ખૂબ જ ઝડપી આગેકૂચ કરીને પોતાનાં આશરે ૪૦૦૦ માણસે સાથે નર્મદા નદી તરી જઈને ૩૦મી નવેમ્બર, ૧૮૫૮ ના રોજ ગુજરાતના ચીખલી ગામે પહોંચ્યો. ત્યાંથી ૧ લી ડિસેમ્બર, ૧૮૫૮ ના રોજ વહેલી સવારે એ ટાઉદેપુર પહોંચ્યા, ત્યાંના રાજાના સૈનિકે એની સાથે જોડાઈ ગયા. છોટાઉદેપુરથી વડોદરા માત્ર ૫૦ માઈલ દૂર હતું. તાત્યાએ પિતાનાં આશરે ૪૦૦૦ માણસ સાથે છોટાઉદેપુરથી વડોદરા પ્રતિ કુચ કરવાની તૈયારી કરી તેવામાં જ બ્રિગેડિયર પાર્કની બ્રિટિશ સેનાએ ઓચિંતા આવી એને ઘેરી લીધો, બંને વચ્ચેની સખત લડાઈને અંતે તાત્યાને પરાજય થતાં એને પંચમહાલ બાજુ નાસી જવું પડયું.૧૧
એણે પંચમહાલનાં ગામે ગોધરા કાલેલ હાલોલ દેવગઢબારિયા દાહોદ ઝાલોદ લીંબડી વગેરેમાંથી સારા પ્રમાણમાં માણસે પૈસા અને શસ્ત્રો એકત્રિત કર્યા. મહીકાંઠા ખેડા તથા પંચમહાલના તાલુકાદારોએ સુરત તથા ભરૂચથી આવતાં બ્રિટિશ દળોને આશરે એક સપ્તાહ સુધી મહી પાર કરતાં રોક્યા. આ દરમ્યાન તાત્યા ટોપેએ નડિયાદના બિહારીદાસ દેસાઈને ત્યાં છુપાઈને એ વિસ્તારના લેકે તથા ઠાકોરને બ્રિટિશ સરકાર સામે સારી રીતે ઉત્તેજિત કર્યા. બ્રિટિશ