Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
બ્રિટિશ કાલ રાજ વચ્ચેની લડાઈઓ બંધ કરાવી સરહદી ઝઘડા પતાવવાનું અને કોઈ પણ દેશી રાજ્યને વહીવટ મંતષકારક ન હોય કે જુલ્મી હેય તે બ્રિટિશ સરકાર વહીવટદાર નોમી કે રાજાની સગીરાવસ્થા હોય તે રિજન્ટ અને કાઉન્સિલ નીમીને એને વહીવટ હાથમાં લઈને હસ્તક્ષેપ કરતી હતી. કેઈ રાજા અપુત્ર હોય તે દત્તક લેવા માટે સનદ પણ એ આપતી હતી. આ રીતે ભાવનગર પિરબંદર ટાઉદેપુર રાજપીપળા વગેરે રાજ્યમાં હસ્તક્ષેપ કરી કમ્પનીએ રજવાડાંઓને સજા કરી હતી કે રાજાઓને પદભ્રષ્ટ કરી રિજન્સી કાઉન્સિલ નીમી હતી. ખુદ વડોદરા રાજયમાં આનંદરાવ, સયાજીરાવ બીજા તથા મલ્હારરાવના શાસન દરમ્યાન કમ્પનીએ દરમ્યાનગીરી કરી હતી અને દીવાનેની નિમણૂક બાબત રસ લીધે હતો, અને મલ્હારરાવને તે પદભ્રષ્ટ પણ કરેલ.૪ ૧૮૫૮ માં લોર્ડ કેનિંગ, ૧૮૭૫ માં હિંદી વજીર સેલિસબરીએ, ૧૯૦૯ માં લોડ મિન્ટોએ, ૧૯૨૧ માં લોર્ડ રીડિંગ તથા ૧૯૨૭માં હિંદી વજીરે દેશી રાજ્ય ગમે તેવાં મોટાં હોય તે પણ તેઓ તાબેદાર રાજ્ય છે અને તેઓની વચ્ચે સંધિ કે કેલકરાર થયા છે તે બંને સમાન દરજજાનાં રાજ્યો વચ્ચેના નથી અને તેથી તેઓને આંતરરાષ્ટ્રિય કાયદાનુસાર સ્વતંત્ર દરજે પ્રાપ્ત થતું નથી એમ જાહેર કરેલ. સંધિ કરારની ઉપરવટ જઈને સાર્વભૌમ સત્તા દેશી રાજ્યના વહીવટમાં અસાધારણ સત્તા દ્વારા માથું મારી શકે છે આ કારણે હંમેશાં કોઈ પણ તકરારી પ્રશ્નમાં પિલિટિકલ ખાતું એના નિર્ણય રાજ્ય ઉપર ઠેકી બેસાડવા હક્કદાર હતું અને રાજવીઓ આ બાબતમાં લાચાર હતા. દેશી રાજ્યનાં રાજકીય અને આર્થિક હિત બ્રિટિશ હિતે આગળ ગૌણ ગણાતાં હતાં અને બ્રિટિશ સરકારનું મૂળભૂત ધ્યેય સાર્વભૌમ સત્તા તરીકે એના ભારતમાંના હિતની રક્ષા કરવાનું હતું. ઈ. સ. ૧૮૨૦માં પેશવાઈ નષ્ટ થતાં ઈસ્ટ ઇન્ડિયા કમ્પની ગુજરાતમાં સાર્વભૌમ સત્તા બની. ગવર્નર જનરલ આ સાર્વભૌમ સત્તાને પ્રમુખ પ્રતિનિધિ હતા. ૨૫ વડોદરામાં ૧૮૧૨ થી રેસિડેન્ટની નિમણૂક કરાઈ હતી, જ્યારે રાજકેટમાં પિલિટિકલ એજન્ટની નિમણૂક ૧૮૨૦ માં કરાઈ હતી. તેઓ સમગ્ર ગુજર તનાં દેશી રાજ્યના વહીવટની દેખરેખ રાખતા હતા અને જરૂર પડયે હસ્તક્ષેપ કરતા હતા. સને ૧૮૧૮માં ગુજરાતમાં વડેદરા રાજપીપળા પાલણપુર રાધનપુર કચ્છ ભાવનગર જુનાગઢ જામનગર ધ્રાંગધ્રા વગેરે પ્રથમ દરજજાનાં કહી શકાય તેવાં રાજ્ય હતાં. કર્નલ કીર્ટિગે ૧૮૯૩ માં ગુજરાતનાં રજવાડાંઓને તે તેના દરજજા તથા રાજ્યનાં ક્ષેત્રફળ વસ્તી આવક વગેરે લક્ષમાં રાખીને સાત વિભાગમાં વહેચ્યાં હતાં અને એ પ્રમાણે દિલ્હીમાં એમના આગમન વખતે ૧૩-૧૫ તેની સલામી નક્કી કરી હતી.