Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧ર૪
બ્રિટિશ કાહ વર્તનમાં પલટે આવ્યા અને અંગ્રેજ રેસિડેન્ટ સાથેના ઘર્ષણને અંત આવ્યો.સ્ટ ખરી રીતે જોઈએ તે બ્રિટિશ દખલગીરી બિનજરૂરી અને રાજ્યના સ્વાતંત્ર્યમાં દખલરૂપ હતી અને સ્વમાનભંગ કરતી હતી. સયાજીરાવે ઈશ્વર ગણેશની બૅન્ક તથા અન્ય શરાફી પેઢી ખેલી એમની આવક વધારી હતી, સયાજીરાવ ૧૮૪૭ માં મૃત્યુ પામ્યા.
સયાજીરાવના મૃત્યુ બાદ એમના પુત્ર ગણપતરાવ ગાદીએ આવ્યા. એમણે લેઉવા પાટીદારોમાં પ્રચલિત દૂધપીતીને રિવાજ બંધ કરાવ્યું, બાળકને વેચાણ ઉપર પ્રતિબંધ મૂક્યો. સતીને ચાલ ૧૮૪૦ માં સયાજીરાવ બંધ કરાવ્યું હતું એ અંગે કડક અમલ કર્યો. ગણપતરાવ અભણ હતા. એમને નવા સુધારાઓથી વાકેફ કરવા રેસિડેન્ટ કેપ્ટન ફ્રેન્ચે સ્ટીમ એંજિન તથા ટેલિગ્રાફનાં સાધના નમૂનાઓની ભેટ આપી હતી. ૧૮૫૬ માં એમના પ્રદેશમાં રેલવે નાખવા ગણપતરાવે છૂટ આપી હતી. એમનું મૃત્યુ ૧૯મી નવેમ્બર, ૧૮૫૬ ના રોજ થયું હતું. ૨૯
ગણપતરાવના મૃત્યુ બાદ ખંડેરાવ ગાદીએ બેઠા. ૧૮૫૭ના સ્વાતંત્ર્યસંગ્રામ વખતે એમણે અંગ્રેજોને સક્રિય મદદ કરી હતી. ૧૮૫૮ ના નિઃશસ્ત્રીકરણના કાયદાને અમલ કરવામાં પણ એમણે સહાય આપી હતી. ખંડેરાવ ભપકાના શોખીન હતા. એમણે મકરપુરાને મહેલ તથા અન્ય ઇમારતે બંધાવી હતી. શિકારના શેખને કારણે ડબકા નજીક શિકારખાનું ખોલ્યું હતું. આને લીધે ખેડૂતના પાકને નાશ થવાની ભીતિ ઊભી થઈ હતી. એમને કુસ્તીને શેખ હતા અને પહેલવાનનાં દંગલ ગઠવતા હતા. એમણે આથી દક્ષિણમાંથી આવેલા મલેને નેકરી આપીને પ્રોત્સાહન આપેલ. મિયાંગામડઈની રેલવે લાઈન એમના વખતમાં શરૂ કરવામાં આવી હતી. એમણે લેકે પર ખૂબ કરવેરા નાખ્યા હતા. દલપતરામ કવિએ એમની મુલાકાત લઈને શાળાઓ અને પુસ્તકાલયે ખેલવા એમને વિનંતી કરી હતી. એમના વખતમાં વડોદરા રાજ્યમાં આધુનિક કેળવણીની શરૂઆત થઈ હતી. ૧૮૫૭-૫૯ દરમ્યાન ઓખામંડળના વાઘેરોએ બળ કર્યો હતે તે અંગ્રેજ સરકારની મદદથી દબાવી દેવામાં આવ્યું હતું. એમનું મૃત્યુ ૨૮ નવેમ્બર, ૧૮૭૦ ના રોજ થયું હતું.૩૦
ખંડેરાવ અપુત્ર હતા અને જમનાબાઈએ પુત્રીને જન્મ આપતાં મલ્હારરાવ વડોદરાની ગાદી ઉપર આવ્યા. એમણે ૧૮૬૩ માં ખંડેરાવ વિરુદ્ધ કાવતરામાં સામેલ થયેલી વ્યક્તિઓને છૂટી કરી અને મહારરાવ તરફ ખરાબ વર્તન રાખેલ તેવા સેનાપતિ ભાઉ શિન્દને કેદમાં નાખ્યો અને જુના નેકરને રૂખસદ આપી. શરૂઆતમાં એમણે પાળદાસ ગેરાલને દીવાન નીમીને રાજ્યને વહીવટ સારી રીતે