Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
આર્થિક સ્થિતિ શરૂઆત થવી, ગુજરાતમાંથી ઈંગ્લેન્ડમાં કાચા માલની નિકાસ કરવાના તથા ત્યાંનાં મશીનમાં તૈયાર થયેલા માલની ગુજરાતમાં આયાત કરવાના આશયથી બંદરને જમીન-માર્ગો સાથે સાંકળવાં, આ બધી બાબતે ગુજરાતના આર્થિક જીવનમાં, પરિવર્તન લાવવાની શક્યતાઓ ધરાવતી હતી. ગુજરાત એના ઇતિહાસમાં સૌપ્રથમ વાર ઇંગ્લેન્ડની સંસ્થાનવાદી રીતરસમ ધરાવતા મૂડીવાદી ગ્રહમંડલની પરિક્રમામાં આવતું ગયું. ગુજરાતના પલટાતા જતા આર્થિક જીવનને આ. સંદર્ભમાં સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
૧. ખેતી અને જમીન મહેસૂલવિષયક બાબતોમાં ગુજરાતમાં જે પદ્ધતિ અને સંસ્થાઓ મુઘલ સમયમાં પ્રવર્તતી હતી તે પદ્ધતિ અને સંસ્થાઓ મરાઠા કાલમાં લગભગ બ્રિટિશ શાસકેને સૌકાઓથી ચાલી આવેલી. વ્યવસ્થારૂપે વારસામાં મળી હતી. પ્રાબ્રિટિશકાલીન વ્યવસ્થામાં જમીન ઉપરના સાચા માલિકી-અધિકાર ન તે રાજ્યના હતા કે ન તે વ્યક્તિગત ખેડૂત-કુટુંબના, આ અધિકાર સામૂહિક હતા, એ ગ્રામ-સમુદાય સમસ્તના હતા. પુરાણું વ્યવસ્થામાં ખેડૂતે ન તે ભૂમિહીન થઈ શકતા કે ન તે જમીન વેચી શકતા. મુઘલ કે મરાઠા શાસક ઈચ્છે તે પણ એ ખેડૂતોને ભૂમિહીન કરી શકો નહિ. વળી આ વ્યવસ્થા સાથે જે અધિકારીઓ સંકળાયા હતા તે રૂઢિ–પ્રણાલિગત રીતે વંશપરંપરાગત હેદ્દા અને અધિકાર ધરાવતા હતા. દેસાઈ, પટેલ અમીન મજમૂદાર કમાવીસદાર તલાટી અને હવાલદાર જેવા મહેસૂલી અધિકારીઓ જુદા જુદા સ્તર ઉપર એમની ફરજ બજાવતા હોવા છતાં એ . ગુજરાતના મહેસૂલ-તંત્રના અવિભાજ્ય અંગ તરીકે પરસ્પર સંકળાયેલા હતા.
બ્રિટિશ શાસકેએ આ પરંપરાગત વ્યવસ્થામાં વ્યાપક અને કેટલેક અંશે મૂળભૂત ફેરફાર દાખલ કર્યા. એમણે “દેસાઈ” અને “મજમૂદાર” જેવી રૂઢિગત સંસ્થાઓને સત્તાહીન બનાવીને કલેકટર મામલતદાર અને ન્યાયધીશ જેવી વધારે શક્તિશાળી અને અધિકારયુક્ત સંસ્થાઓને વિકસાવી. કમ્પની સરકારે વંશપરં.. પરાગત સેવાઓ-સિદ્ધાંતને ફગાવી દઈને પ્રત્યેક અધિકારીને સરકારના સીધા. અંકુશ નીચે મૂક્યો અને એને સરકારને પગારદાર નેકર બનાવ્યું. આ નેકરે એની ગેરવર્તણૂક માટે બરતરફ થઈ શકે અને એમની બદલી પણ થઈ શકે એવી વ્યવસ્થા અમલી બની. પુરાણું વ્યવસ્થામાં દેસાઈ અમીન અને મજમૂદાર જેવા અધિકારીએ જમીન મહેસૂલ ઉધરાવનાર ઠેકેદાર હતા. બ્રિટિશ શાસકેએ આ વ્યવસ્થાને ખતમ કરીને ખેડૂતો સાથે પ્રત્યક્ષ સંબંધ બાંધવાના આશયથી ઈ. સ. ૧૮૨૬ સુધીમાં સુરત અમદાવાદ અને ખેડા જિલ્લાઓમાં નવેસરથી