Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
કેળવણુ
૩૩૩,
૧૮૫૪–૫૫ માં સર ચાર્લ્સ વૂડના ખરીતાની ભલામણ પ્રમાણે કેળવણી ખાતાની સ્થાપના થઈ. આ સમય દરમ્યાન કવિ દલપતરામે ભાવનગર લીંબડી વઢવાણુ વડોદરા વગેરે સ્થળોની મુલાકાત લઈને શાળાઓ ખેલવા લઠેને સમજાવ્યા હતા. ૧૮૬૫ માં મુંબઈ રાજ્યના કેળવણી ખાતાના વડા હાવર્ડની સૂચનાથી જમીન મહેસૂલના રૂપિયા દીઠ એક આને લોકલ સેસ ફંડ કેળવણીના વિકાસ માટે લેવાની શરૂઆત થઈ. ૧૮૬૮ માં આ કર દરેક વિસ્તારને લાગુ કર્યો. આ કરને ત્રીજો ભાગ પ્રાથમિક શિક્ષણ માટે અનામત રખાયું હતું. ૧૮૬૩ થી ખાનગી શાળાઓને વિદ્યાર્થી દીઠ ચાર આનાથી માંડી રૂપિયે દેણગી આપવાની પ્રથા શરૂ કરાઈ હતી. ૧૮૬૫-૬૬ દરમ્યાન ગુજરાતના સમગ્ર વિસ્તારની નીચે પ્રમાણે હકીકત હતીઃ
શાળા અને વિદ્યાર્થીઓની સંખ્યા ૧૮૬૫-૬૬ પ્રદેશનું નામ શાળાઓની સંખ્યા વિદ્યાથીઓની સંખ્યા તળ ગુજરાત ૩૦૩
૨૧,૧૫ર સૌરાષ્ટ્ર
૪,૧૮૯
७१
કરશે
૧૪
શાળામાં દાખલ થવા લાયક વિદ્યાથીઓ પીકી ૦.૪ ટકા બાળકે જ શાળાએ, જતાં હતાં.
વડોદરા રાજ્યમાં ૧૮૫૬ માં નવસારીમાં પારસીઓની એક શાળા અને વડોદરા શહેરમાં બે ગુજરાતી અને બે મરાઠી શાળા શરૂ કરાઈ હતી.
૧૮૫૭માં વર્નાક્યુલર ખાતું શરૂ કરાયું અને એ વર્ષે બે કન્યાશાળા અને એક ઉર્દૂ શાળા શરૂ કરાઈ હતી. ૧૮૮૮ માં ૧૮૦ શાળાઓમાં ૭,૪૬૫ વિદ્યાથી પ્રાથમિક કેળવણ લેતા હતા.
૧૮૮૨ માં પ્રાથમિક શિક્ષણની જવાબદારી બ્રિટિશ હકુમતના જિલ્લાઓમાં લકલ બર્ડ અને મ્યુનિસિપાલિટીને સંપાઈ અને તેમને ૫૦ ટકા જેટલી ગ્રાન્ટ. પ્રાંતિક ફંડમાંથી આપવામાં આવતી હતી. અમદાવાદની નગરપાલિકાએ સહુ પ્રથમ આ જવાબદારી સ્વીકારી હતી. ૧૮૮૭-૮૮માં બાળવર્ગ દાખલ કરાયો હતો. ૧૮૯૧ સુધી જિલ્લા લોકલ બેડ નામને જ વહીવટ કરતું હતું. બોર્ડની આવક મર્યાદિત હોવાથી શિક્ષણને વિકાસ-દર ઘટી ગયા હતા. નિરીક્ષણ, પાઠય પુસ્તકેની પસંદગી અને અભ્યાસક્રમ નક્કી કરવાની સત્તા સરકારી શિક્ષણ-ખાતાને હસ્તક હતી. સરકારે પ્રાથમિક શિક્ષણની જવાબદારી સ્થાનિક સ્વરાજ્યની સત્તાને