Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
(૩૩૨
બ્રિટિશ કાય “હતાં. શિક્ષણ ખાતાના જન્મ બાદ વાચનમાળા અને અન્ય પુસ્તક તૈયાર કરાવવામાં આવ્યાં હતાં, જેમાં દલપતરામ, દુર્ગારામ મહેતા, ભોગીલાલ પ્રાણવલ્લભદાસ વગેરેને સહકાર લેવાયા હતા. સુધારા-વધારા સાથે આ વાચનમાળા ૧૯૦૬ સુધી ઉપયોગમાં લેવાઈ હતી. ૨૨
૧૮૫૫ માં મુંબઈ રાજ્યમાં કેળવણી ખાતાને જન્મ થયે એ પૂર્વે ખ્રિસ્તી મિશનરીઓએ ગરીબની કેળવણી માટેની સંસ્થા એ નેટિવ એજયુકેશન સોસાયટી તથા બોર્ડ ઑફ એજ્યુકેશને નવી પદ્ધતિની પ્રાથમિક શાળાઓ શરૂ કરી હતી. લંડન મિશનરી સેસાયટી તથા આયરિશ પ્રેમ્બિરિયન મિશને ગુજરાતને એમના ક્ષેત્ર તરીકે પસંદ કર્યું હતું. એમણે ગુજરાતી ભાષાને અભ્યાસ કરી કેટલાંક પાઠય પુસ્તક તૈયાર કર્યા હતાં. ગુજરાતમાં ઘોઘા પોરબંદર રાજકેટ સુરત અમદાવાદ જંબુસર બોરસદ દમણ વડોદરા વગેરે સ્થળોએ એમણે શાળાઓ શરૂ કરી હતી, જે પૈકી સુરત રાજકોટ અને ઘોઘામાં કન્યાશાળાઓ પણ હતી. આ શાળાઓ -શરૂ કરવા માટેનું ધ્યેય ખ્રિસ્તી ધર્મના પ્રચારનું હોવાથી નીચલા થરને લેકે સિવાય બીજા વર્ગોએ એને ખાસ લાભ લીધે ન હતે. ગરીબોની કેળવણી માટેની સંસ્થાના આશ્રયે સુરત(૧૮૧૭) ભરૂચ અને ખેડા(૧૮૨૦)માં શાળાઓ શરૂ કરાઈ હતી. આ સંસ્થાએ એની પ્રવૃત્તિ બંધ કરતાં ૧૮૮૨ થી બે નેટિવ એજ્યુકેશન સોસાયટીએ સુરતમાં ૩, ભરૂચમાં ૨, અમદાવાદમાં ૨ અને ખેડા નડિયાદ અને જોળકામાં એકેક એમ કુલ ૧૦ શાળા શરૂ કરી હતી. ૧૮૩૭ માં આ સંખ્યા વધીને ૨૦ ની થઈ હતી. ૧૮૩૮ માં કુલ ૨૭ શાળાઓમાં ૧૦૫૫ વિદ્યાથી ભણતા હતા. ૧૮૪૦ માં બોર્ડ ઓફ એજ્યુકેશને શિક્ષણને વહીવટ સંભાળ્યો હતે. ૧૮૪૬માં કરુણાશંકર મહેતાજીએ અમદાવાદમાં અને દુર્ગારામ મહેતાએ ૧૮૫ર માં સુરતમાં શાળા શરૂ કરી હતી. ગુજરાત વર્નાકયુલર સોસાયટીના પ્રયાસથી બે કન્યાશાળાઓ હરકુંવરબાઈ શેઠાણી અને મગનલાલ કરમચંદના દાનથી અમદાવાદમાં શરૂ કરાઈ હતી. સૌરાષ્ટ્રમાં પિલિટિકલ એજન્ટ કર્નલ મેટલેના પ્રયાસથી ૧૮૪૬ માં રાજકોટમાં શાળા શરૂ કરાઈ હતી. ૧૮૫૧ માં હેનરી એસ્ટને અને ત્યારબાદ કર્નલ લેંગે રજવાડાંઓને શાળાઓ શરૂ કરવા સમજાવ્યાં હતાં. ૧૮૫૫-૫૬ દરમ્યાન સૌરાષ્ટ્રના ૧૭૫ તાલુકાઓ પૈકી ૧૯ તાલુકાઓમાં ૫૪ શાળા શરૂ કરાઈ હતી. ૨૩ તળ ગુજરાતમાં ઈ.સ. ૧૮૬૪ દરમ્યાન ૪૧ શાળા હતી અને એમાં ૨,૯૪૧ વિદ્યાથી ભણતા હતા. કરછમાં ઈ.સ. ૧૮૫૩ માં એક શાળા શરૂ કરાઈ હતી. ૨૪
આ શાળાઓમાં નજીવી ફી લેવાતી હતી અને એ પૈકી અધી ફીની રકમ શિક્ષકોને સારા પરિણામ માટે, બાકીની ફી પાઠ્ય પુસ્તકોની ખરીદી, શાળાની મરામત અને પુસ્તકાલય માટે ખર્ચાતી હતી. શિક્ષકનું પગાર ધેરણ રૂ. ૧૦-૫૦નું હતું.