Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
33
કેળવણી
મૌલાના અહમદ હસન ભામ સાહેબે સીમલક (તા. નવસારી) નામના ગામની મસ્જિદમાં હિ.સ. ૧૩૨૬ (ઈ. સ. ૧૯૦૮) માં મસએ તાલીમુદ્દીન'ની સ્થાપના કરી. એમણે પહેલાં તેા કાનપુરથી ઉલમાને તેડાવ્યા. પહેલાં છમાસિક,. પછી ત્રૈમાસિક અને અંતે માસિક પરીક્ષાની પ્રથા દાખલ કરી. ત્યાં ઉના માધ્યમ વડે શિક્ષણ અપાય છે. મુસલમાનેમાં શૈક્ષણિક અને ધાર્મિક જાગૃતિ આણુવા એમણે ‘અદ્રીન' નામનું માસિક પ્રગટ કરવાનું શરૂ કર્યું હતું, જેમાં વિદ્યાકીય ઐતિહાસિક ધાર્મિક અને સુધારક પ્રવૃત્તિને પેષક એવા લેખ પ્રગટ થતા, આ માસિકને પ્રગટ કરવા એમણે 'મુઈનુદ્દીન’ નામે એક પ્રેસ પશુ શરૂ. કર્યું" હતું. આગળ જતાં મૌલાના અહમદ હસને સીમલક પાસે આવેલા ડાંભેલની પશ્ચિમે ગાહની સામે એક માટી જમીન ખરીદી ત્યાં દારુલ ઉલૂમ સ્થાપવા ક્રોશિશ કરી.
હાલ એ દારુલ ઉલૂમમાં વિદ્યાર્થી એની સખ્યા ૪૫૦ થી ૫૦૦ સુધીની રહે છે. વિદેશાના વિદ્યાથી પણ એમાં પ્રવેશ મેળવતા રહે છે.
૨. નવી કેળવણી
પ્રાથમિક શિક્ષણ
ઈસ્ટ ઇન્ડિયા કમ્પનીને ૧૮૧૩ માં કેળવણી પાછળ દર વરસે રૂ. એક લાખ ખર્ચ કરવા માટે ફરજ પાડવામાં આવી હતી, પણ શરૂઆતમાં આ રકમને ઉપયેગ સંસ્કૃત અને અરખીની પાઠશાળા ખેલવા માટે કરવામાં આવ્યા હતા. એને વિરોધ થતાં પાશ્ચાત્ય સાહિત્ય અને વિજ્ઞાનનેા પ્રચાર કરવાનુ ધ્યેય મઁકાલેની નોંધ પ્રમાણે ૧૮૩૫ માં સ્વીકારવામાં આવ્યું.૨૧ જૂની ગામઠી શાળાઓમાં લેખન વાચન અને ગણિતનું શિક્ષણુ બે થી ત્રણ વર્ષાં પર્યંત અપાતું હતું. તેને બદલે નવા પ્રકારનુ` શિક્ષણ ચારથી સાત વરસ સુધી અપાવા લાગ્યું. જૂની શાળાઓ શિક્ષકના ઘરમાં કે કાઈ દેવસ્થાન કે ધર્મશાળામાં બેસતી હતી. એને બદલે આ નવી શાળાઓ માટે સ્વતંત્ર મકાનની સગવડ પ્રાપ્ત થઈ હતી. અભ્યાસક્રમમાં ભૂગોળ, ઇતિહાસ અને ખગેાળશાસ્ત્રને પ્રથમ વાર સ્થાન અપાયુ` હતું. ગણિતમાં ખીજગણિતના અને ત્રિકાણમિતિને। અભ્યાસ અંકગણિત ઉપરાંત કરાવાતા હતા. નવી કેળવણી. આપતી શાળાઓના શિક્ષા માટે તાલીમની વ્યવસ્થા કરાઈ હતી અને એમને દર માસે નિયમિત પગાર અપાતા હતા. અગાઉ પાઠય પુસ્તકને અભાવ હતા. તેને સ્થાને વર્ણમાળા, લિપિધારા, માધવચન, ડેડસ્લીની વાર્તાઓ, ઈસપનીતિ,. બાલમિત્ર, શિક્ષામાળા, ગણિત વગેરેનાં પાઠય પુસ્તક તૈયાર કરાવવામાં આવ્યાં