Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
બ્રિટિશ કાય
૧૭૮૦ માં મસ્કતના સુલતાને ઝાંઝીબાર પોટુ ગીઝો પાસેથી જીતી લીધા બાદ એના શાહજદા સાથે કચ્છી વેપારીઓને વેપારની ખિલવણી માટે મેકલ્યા હતા. ઝાંઝીબારના વેપાર માંડવી મસ્કત અને સુરત સાથે ઘણા હતા. સને ૧૮૦૪ થી ૧૮૫૬ સુધી જયરામ શિવજીની પેઢી સુલતાન સૈયદના સમય સુધી કસ્ટમને ખારા ધરાવતી હતી. આ પેઢીના મુનીમ મુદ્રાવાળા લધા દામજી સુલતાનના કારભારી હતા. એમના સ્વર્ગીવાસ પછી અબડાસાના શેઠ ારજી (કુંવરજી) માધવજી કારભારો થયા હતા. કચ્છી વેપારીઓને રહેવા કરવાની, બાગબગીચા બનાવવાની, દેવમંદિર બાંધ વાની તેમજ વેપારવણુજ અંગે બધી સગવડા સુલતાનેએ આપી હતી. હિંદુ વસ્તીનું મન ન દુભાય એ માટે રમજાનના તહેવારામાં પણ જાહેર હિંસા કરવા સુલતાને મનાઈ કરી હતી. ઈ.સ. ૧૮૪૦ માં હિંદુઓની વસ્તી ૧,૦૦૦ હતી. એ વધીને વીસ વરસમાં છ ગણી થઈ હતી. ૧૮૫૦ સુધી ગુજરાતીઓનું વલણ વતનપરસ્ત હતું ને નફા એમના વતનમાં મેાકલી આપતા હતા, પણ પાછળથી કચ્છી ખાજાઓએ ત્યાં કાયમી વસવાટ કર્યાં હતા. વેપારીઓમાં ખાજાં મેમણુ ભાટિયા વાણિયા અને લેાહાણા મુખ્યત્વે હતા. ભારતીય વેપારીએ લવિંગના બગીચાના માલિકાને ગુલામા ખરીવા પૈસા ધીરતા હતા. આ વેપારીએ પૈકી કેટલાક લવિંગના બગીચાના માલિક હતા અને સમગ્ર ટાપુને વેપાર એમને હસ્તક હતા. ૧૯૨૦ સુધી અહીં ભારતીય ચલણુ પ્રચલિત હતું. સુલતાન ખરગશે કચ્છી વેપારીઓના વસને ૧૮૭૦ પછી શરૂઆતમાં સામને કર્યો હતા, પણ પાછળથી એમના સબંધ સુધર્યા હતા. આરબ સૉરી વણુઝારાને પૈસા ધીરીને એમની પાસેથી હાથીદાંત અને ગુલામેા ગુજરાતી વેપારીએ ખરીદતા હતા. ખભાતનું કાપડ મણુકા પિત્તળ અને લાખંડને સામાન આયાત કરાતા હતા. ઝાંઝીબારથી આફ્રિકાના આંતરિક પ્રદેશમાં સને ૧૮૨૫ માં પ્રવેશ કરનાર સુરતી ખાજા સયાળ અને મુસામઝુરી ઉનિયમવેંઝી સુધી પહેોંચ્યા હતા. હાથીદાંત મેળવવા અનેક સફર એમણે અંદરના પ્રદેશમાં ખેડી હતી. વિકટારિયા સરાવરની દક્ષિણે આવેલા પ્રદેશની શેાધખાળ માટે તે યશસ્વી બન્યા હતા. ૧૮૫૪ માં કરાબ્વેના રાજવીને અને ટારા તથા ભ્રુગાન્ડાના રાજ્યને રાજ્ય પ્રાપ્ત કરવામાં અને અન્ય જાતિઓના હુમલા સામે રક્ષણ કરવામાં તે સહાયભૂત થયા હતા. ઝાંઝીબારથી ૧૮૪૬ માં પેચ્છામાં ૫૦ ગુજરાતી વેપારીઓ ગયા હતા. સને ૧૮૫૭ માં ટાંગામાં ૨૦ વાણિયા વેપારી હતા, હાથીદાંત, ગેંડાનાં શી’ગડાં, અને ગુલામેાના વેપાર એમને હસ્તક હતા. દરિયા-કિનારાના વેપાર ઝાંઝીખારના વેપારીઓના આડતિયા હસ્તક હતા. કિલવાના ગુલામેાના વેપાર માટેની મૂડી ભારતીય વેપારીઓએ પૂરી પાડી હતી. ૧૮૭૯ માં ઉછજીમાં તે હતા.
૩૦૯