Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
કેળવણી પરગામના વિદ્યાર્થીઓ માટે રોજ ઠરાવેલા પાંચસાત ધનવાન બ્રાહ્મણના ઘેરથી ભિક્ષા માગી લાવી ખાવાનો રિવાજ હતે.
મહેતાછ ચારથી પાંચ મદદનીશ રાખતા. તેઓ સૂર્યોદય થતાં પહેલાં નિશાળમાં આવતા. સાતેક વાગે એટલે કેટલા છોકરા નિશાળમાં આવ્યા છે એ તરફ નજર કરતા અને જે ન આવ્યા હોય તેમને તેડવા એક-બે જણ નીકળી પડતા. કલાકેક તેડાં કરવામાં જાય એટલે મદદનીશ મહેતાજી પાછા નિશાળમાં આવી પિતાને જે છોકરા સેંપેલા હોય તેમને પાટલા પર પાડો લખી આપતા, અથવા
જે જે શીખતે હેય તેને નવો પાઠ આપતા હતા. પાઠ-પાડો પિતે લખી આપતી -વખતે પણ પિત મેઢે બોલી લખતા અને મહેતાજી બોલે તે મુજબ છોકરાને પણ બોલવું પડતું. બોલવામાં ભૂલ થાય તે એકાદ સદી પણ લગાવતા. મદદનીશ મહેતાજીએામાં પહેલાને વર્ષે દિવસે રૂા. ૪૦ થી ૫૦ સુધી, બીજાને રૂ. ૨૫ થી ૩૦ સુધી, ત્રીજાને રૂ. ૨૦ સુધી અને ચોથાને રૂ. ૧૫ સુધી પગાર આપતા હતા. -એ પગાર ઉપરાંત જે મુઠ્ઠી દાણુ આવે તેમાં અરધા મુખ્ય મહેતાજીને ત્યાં જતા
અને અરધા મદદનીશે વહેંચી લેતા હતા. દાણો મણ દોઢ મણુથી કવચિત જ -ઓછો આવતો. જે છોકરે અનાજ લાવ્યા હોય તે તપખીર ઘૂંટવા જેવા માટીના કુંડામાં નાખતે હતે.
ધનતેરસના દિવસે ઘણું કરીને દરેક છોકરાને પાટલે મંડાવવાનો રિવાજ હતું. મહેતાજી જે છોકરાને પાટલે મંડાવે તેના પિતા દક્ષિણ આપતા. છોકરાના એક પૂરા થાય ત્યારે ઊભે પાટલો કર્યો કહેવાતું અને એ પાટલે નિશાળની દીવાલ ઊભું કરી બંધ કરવામાં આવતું. મહેતાજી નિશાળના છોકરાઓને પેલા છોકરાને ઘેર લઈ જતા અને ત્યાં આંક બોલાવતા તથા “મહેતાજીને પાઘડી પહેરાવો, છોકરાઓને છુંદી અપાવે એવાં કેટલાંક કવિતા બોલતા. મહેતાજીને -આ પ્રસંગે એક પાઘડી તથા રૂપિયા અને છોકરાઓને પતાસાં, સાકરિયા ચણું ‘વગેરે મળતાં.
મહેતાજીઓને બીજી એક સારી કમાઈ એ હતી કે કેઈને ત્યાં છોકરો આવે તે વખતે ઘણું કરી શહેરના બધા મહેતાજીઓએ છોકરાના બાપને ત્યાં જવાને રિવાજ હતો. જેને ત્યાં છોકરે જ હોય તે દરેક મહેતાજીને રૂ. ૧ દક્ષિણમાં -આપતા, આનું નામ છુટ્ટી લેવા જવાનું કહેતા. દરેક છોકરાને ધાણું સાકર અને ગળ વહેંચતા. એ દિવસે સાંજે છોકરાઓને નિશાળમાં રજા રહેતી.
પ્રાચીન કાલની શિક્ષણ પદ્ધતિની એક ખાસિયત વડા નિશાળિયા મારત શિક્ષણ આપવાની હતી. આ પહતિ પ્રમાણે વિદ્યાર્થીઓને બખેની જોડીમાં વહેંચી