Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પરિશિષ્ટ (વિદેશમાં તથા ભારતમાં ગુજરાતી)
૩૦૭ ગુજરાતી શાળા પુસ્તકાલય વગેરે છે. મક્કા તથા જેદ્દામાં નાના વેપારીઓ મુખ્યત્વે ગુજરાતી મુસલમાન હતા. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં તુર્કસ્તાનમાં કેટલાક ગુજરાતી વેપારીઓ હતા. ભૂતકાળમાં સુરતથી હજ કરવા જતાં યાત્રાળુઓ કાપડ મસાલા ગળી વગેરે લઈ જતા ને બદલામાં તેનું મેતી જવાહર વગેરે લાવતા હતા. એડનમાં ભારતીય ચલણને કાનને અમલમાં હતાં.
આફ્રિકામાં ગુજરાતીઓ એબિસિનિયા સૈમાલિલૅન્ડ કેનિયાયુગાન્ડા ટાંગાનિકા મેઝામ્બિક હેડેશિયા મોરેશિયસ અને દક્ષિણ આફ્રિકામાં વસે છે. ઇજિપ્ત તથા સુદાનમાં એમની થેડી વસ્તી છે, જે ઝવેરાત રેશમી કાપડ વગેરેને વેપાર કરે છે. એબિસિનિયામાં એડિસ અબાબા જીબુટી દીરેદવા અને હરારમાં એમની વસ્તી હતી, જે પૈકી ૫૦ ટકા માત્ર એડિસઅબાબામાં હતા. સિદ્ધપુરના વહેારા વેપારી મહમદઅલીની રાજયમાં ખૂબ લાગવગ હતી. એડિસ અબાબા અને દીદવામાં ગુજ. રાતી શાળા પુસ્તકાલય વગેરે છે. અંગ્રેજ એલચીની દરમ્યાનગીરીને કારણે હિંદુઓને શબ બાળવાની છૂટ મળી હતી. જી. મહમદઅલીની કમ્પની હસ્તક કાપડ ખાંડ ચેખા ક્રોકરી સ્ટેશનરી ગ્યાસતેલ મોટર અને એના છૂટા ભાગને વેપાર હતો. તેઓ ઘી કેફી અને ચામડાંની નિકાસ કરતા હતા. એડિસઅબાબા ઉપરાંત બીજ મહત્ત્વનાં શહેરોમાં એની પેઢીની શાખાઓ હતીઃ લગભગ ૩૦૦ માણસ એની પેઢીમાં કામ કરતાં હતાં. નાથુ મૂળજી, લક્ષ્મીચંદ ભગવાનદાસ, ઇન્દ્રજિત માણેકચંદ વગેરે કેફી કાપડ વગેરેના ધંધામાં પડયા હતા. એમને પણ શાખાઓ મોટાં શહેરમાં હતી. આ ઉપરાંત બેબી કડિયા સુથાર હજામ જેવા કારીગરોની પણ સંખ્યા ઘણી હતી.
સમાલૅિન્ડ ઇજિપ્તના વર્ચસ નીચે ૧૮૮૪ સુધી હતું. એ પૂર્વે ત્યાં જુબા નદી અને ટાણુ નદીના પ્રદેશમાં ઝિલા બર્બરા મેગાદીશુ જેવાં બંદરમાં ગુજરાતીઓ વસ્યા હતા. એડન સાથે આ પ્રદેશને વેપાર અને સ્ટીમર-વ્યવહાર દીનશા વાચ્છા ઍન્ડ બ્રધર્સ હસ્તક હતો. ૧૮૫૪માં બર્ટને બર્બરા બંદરની મુલાકાત લીધી ત્યારે એણે ગુજરાતનાં વહાણે અને વેપારીઓને જેયાં હતાં. જા મેમણ વહેરા અને સૌરાષ્ટ્રના વણિક વેપારીઓના હાથમાં આ પ્રદેશને આયાત-નિકાસ વેપાર હતા. કાવસજી દીનશાની પેઢી શરાફી કામકાજ ઉપરાંત કાપડ ખાંડ. દારૂ મોટર વગેરેને વેપાર સંભાળતી હતી. આ પેઢી ૧૮૮૪ માં સ્થપાયેલી હતી. હાજીભાઈ લાલજની પેઢી ૧૮૮૫ માં સ્થપાયેલી હતી. અલી લાલજની પેઢી જ૭ થી ગુંદર ખાંડ લોટ અને અનાજના વેપાર સાથે સંકળાયેલી હતી. આવી દસેક વેપારી પેઢીઓ હસ્તક મેટા ભાગને વેપાર હતા. આ ઉપરાંત સેની સુથાર ધબી દરજી વગેરે ગુજરાતમાંથી ગયેલા હતા. .