Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
બ્રિટિશ કાલ જમીન માપણી શરૂ કરી. એમણે જમીન મહેસૂલના દર અંગેના નવા સિદ્ધાંત 'વિકસાવ્યા. આ બધાંને અંતે ઈ.સ. ૧૮૨૭ને એ રેગ્યુલેશન ઍકટ-નંબર સત્તર” અસ્તિત્વમાં આવ્યું, જેણે ગુજરાતમાં રેયતવારી પ્રથાની શરૂઆત કરી.
આ પ્રથા જેમ જેમ વિકસતી ગઈ તેમ તેમ વંશપરંપરાગત અધિકારીઓની અને 'ઠેકેદાર મધ્યસ્થીઓની સત્તા અને લાગવગ ક્ષીણ થતી ગઈ. મહેસૂલ ઉઘરાણીની બાબતમાં હવે રાજ્ય અને ખેડૂતે વચ્ચેનો સંબંધ પ્રત્યક્ષ બન્ય.
આ પ્રથા વિકસાવવામાં માઉન્ટ ટુઅર્ટ એલિફન્સ્ટન જેવા મુંબઈના ગવર્નરએ તથા કેપ્ટન કુશેન્ક, મેલવીલ, ન્યૂર્ટ અને મેનિયર વિલિયમ્સ જેવા સંનિષ્ઠ અને કાર્યદક્ષ અધિકારીઓએ પણ ભાગ ભજવ્યું. કમ્પની સરકારને આ “મહેસૂલી અખતરાઓ” પાછળનું મુખ્ય ઉદ્દેશ ખેડૂત પાસેથી જેમ બને તેમ વધારે પ્રમાણમાં મહેસૂલ વસૂલ કરવાનું હતું, આથી આ નવી મહેસૂલ- વ્યવસ્થાની ગુજરાતના ખેડૂતે ઉપર ઘણી વિપરીત અસર થઈ. બેડન પોવેલ જેવા અનુભવી મહેસૂલી અધિકારી અને આ વિષયના ઊંડા અભ્યાસીએ નેવું છે તે મુજબ કમ્પની સરકારે ખેડૂતો પાસેથી મહેસૂલ વસૂલ કરવામાં એવી કઢંગી રીતરસમ અપનાવી કે બ્રિટિશ-ગુજરાતના ઘણા ખેડૂતે દેશી રાજ્યમાં સ્થળાંતર કરી ગયા.9
ઓગણીસમા સૈકાના પૂર્વાર્ધમાં કમ્પનીએ હિંદમાં એની સત્તા ફેલાવવા અને સત્તાનું તંત્ર વિકસાવવા ભારે નાણુ ખર્યા. નાણાં પ્રાપ્ત કરવા એણે ' જમીન-મહેસૂલ વધાર્યું. “ઈન્ટ રિપોર્ટ' તરીકે ઓળખાતા ૧૮૪૭ના મહેસૂલવિષયક નીતિ-નિયમ અસ્તિત્વમાં આવતાં સરકારની મહેસૂલ વિષયક નીતિમાં પરિવર્તન આવ્યું. આ નીતિ-નિયમે નીચેના સિદ્ધાંત ઉપર રચાયા હતા ઃ (૧) પ્રત્યેક જમીનની આકારણે વ્યક્તિગત રીતે કરવામાં આવશે, (૨) દર ત્રીસ આ વર્ષે જમીનની ફરી આકારણી કરવામાં આવશે, અને (૩) આકારણીનું ધોરણ પાકની કિંમત ઉપર નહિ, પણ જમીનની કિંમત ઉપર બાંધવું. આ સિદ્ધાંતને આધારે ઈ. સ. ૧૮૫૧ થી ઈ.સ. ૧૮૮૪ દરમ્યાન “મૂળ જમાબંધી” વ્યવસ્થા શરૂ થઈ. ઈ. સ. ૧૮૮૮ થી ઈ.સ. ૧૯૧૦ દરમ્યાન “સુધારેલી જમાબંધીને -અમલ શરૂ થયા.
આ બધાં જ વર્ષો દરમ્યાન જમીન મહેસૂલના દર વધતા ગયા. સરકાર ખેડૂતોને એમ ઠસાવવા માગતી હતી કે રેલવે જેવાં સાધન વિસ્તારીને અને દેશમાં કાયમી ધોરણે શાંતિની અને ખાનગી મિલકતની સહી સલામતીની સ્થાપના કરીને એણે ખેતીને પહેલાંના કરતાં વધારે આબાદ સ્થિતિમાં મૂકી છે. આ