Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
આર્થિક સ્થિતિ
૮૭ પણ એ ઘણું અ૯પ પ્રમાણમાં. એણે આગળ જતાં એના માલનું નોંધપાત્ર વિશાખન (diversification) કર્યું, પરંતુ ૧૯૧૪ પહેલાંને એના ઉત્પાદનને લગભગ એકમાત્ર ઝેક દારૂ અને ઔદ્યોગિક સ્પિરિટ ઉપર અને કાંઈક અંશે ઔષધે ઉપર હતા.૭૩
ત્રિભુવનદાસ ગજજરે રણછોડલાલ છેટાલાલની જેમ જ ગુજરાતના વેપારીઓઉદ્યોગપતિઓને નવી દિશા બતાવી હતી એમાં શંકાને સ્થાન નથી. આ કામ માટે માત્ર મૂડી-રોકાણની જ નહિ, પણ રસાયણશાસ્ત્રના જ્ઞાનને વ્યવહાર દૃષ્ટિએ અમલમાં મૂકવાની અસાધારણ કુનેહની જરૂર હતી અને આ ટેકનોલોજી ગુજરાત અને હિંદમાં ઘણું અલ્પ પ્રમાણમાં ખીલી હતી. સુથાર કુટુંબમાંથી આવતા ગજજરમાં વિજ્ઞાનને ઉદ્યોગમાં પલટાવવાની પ્રતિભા હતી. એમણે ચરોતરના પાટીદાર જ્ઞાતિમાં જન્મેલા ભાઈલાલભાઈ અમીનની મદદથી વડોદરામાં આ કામ કર્યું અને એને વિકસાવ્યું. ઉપર્યુક્ત પ્રયોજકેની જ્ઞાતિઓને અત્રે ઉલ્લેખ એટલા માટે કરવામાં આવ્યો છે કે આવાં દૃષ્ટાંત મેકસ વેબર અને એમના યુરોપીય અનુયાયીઓએ પ્રચલિત કરેલા “જ્ઞાતિ–આધારિત સિદ્ધાંતો સાથે સાથે લાલબત્તીની ગરજ સારે છે. ગુજરાતમાં જે વ્યક્તિઓએ નવા ઉદ્યોગ શરૂ કર્યા તેમની જ્ઞાતિઓ તપાસતાં તે ઊલટાની એવી છાપ ઊપસે છે કે આ પ્રચલિત માન્યતાઓ કરતાં ઐતિહાસિક વાસ્તવિકતા જુદી હતી.
૩. ઉપર્યુક્ત વિશ્લેષણમાંથી કેટલાંક તારતમ્ય ફલિત થાય છે. આર્થિક પરિવર્તનની દષ્ટિએ ગુજરાતના ઇતિહાસમાં બ્રિટિશ કાલ અભૂતપૂર્વ હતું. ગુજરાત પહેલી જ વાર એક એવા દેશના શાસન નીચે આવ્યું કે જે ઔદ્યોગિક ક્રાંતિના પ્રાથમિક તબક્કામાંથી પસાર થઈ ચૂક્યો હતે. બ્રિટિશ શાસને કેટલાંક પ્રગતિશીલ પરિબળ વિકસાવ્યાં. વાહન-વ્યવહાર અને સંદેશાવ્યવહારને એના આધુનિક સ્વરૂપમાં મૂકનાર તથા ગુજરાતનાં ગામડાંઓ અને શહેરોને આર્થિક દૃષ્ટિએ સાંકળનાર (વિશાળ દષ્ટિએ હિંદના અન્ય વિસ્તાર સાથે પણ) બ્રિટિશ રાજ્ય હતું, પછી એને ઉદ્દેશ ભલે ગમે તે હેય.
ગુજરાતમાં બ્રિટિશ રાજ્ય સ્થપાયું તે સમયે એ ઊંચા વેપારી સંસ્કાર ધરાવતું હતું; આમ છતાં પણ એને સંસ્થાનવાદી–મૂડીવાદી તબક્કામાંથી પસાર થવું પડયું તેથી એની જૂની વેપારી પરંપરા તૂટતી ગઈ, જયારે બીજી બાજુ, જે નવી આર્થિક પ્રક્રિયા શરૂ થઈ તે ઈંગ્લેન્ડની જરૂરિયાતને પિષવા માટે થઈ. ખેતીનું જે વાણિજ્યીકરણ થયું તેને મૂળ આશય પણ ઈંગ્લેન્ડમાં રોકડિયા માલની નિકાસ કરવાને હતે. ખેતીના ક્ષેત્રમાં ગુજરાત તારાજ થઈ ગયું અને