Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પરિશિષ્ટ-૧ ગુજરાતનાં બંદરોની અવનતિ અને વહાણવટું
૧. ગુજરાતનાં બંદરની અવનતિ વેપાર અને ઉદ્યોગના વિકાસ માટે હંમેશાં શાંતિની જરૂર છે. મરાઠા શાસન દરમ્યાન મુલ્કગીરી–પદ્ધતિને કારણે તથા વેપારીઓને બાન તરીકે પકડી પૈસા, પડાવવાની નીતિને કારણે ઉદ્યોગ વેપાર અને ખેતી ઉપર ઘણું માઠી અસર થઈ. હતી. સને ૧૮૧૭ માં અમદાવાદ અંગ્રેજોના શાસન નીચે આવ્યું અને ૧૮૧૮ અને ૧૮૨૦ માં ગાયકવાડ સાથે તથા પેશવા સાથે ૧૮૧૭ અને ૧૮૧૯ માં થયેલા કલકરારને કારણે અંગ્રેજોની સત્તા ગુજરાતમાં સર્વોપરિ બની અને સમગ્ર દેશમાં શાંતિ પ્રસરી, આથી વેપાર-ઉદ્યોગ માટેનું અમુક અંશે સાનુકુળ વાતાવરણ ઘડાયું. ૧૮૦૭ના સૌરાષ્ટ્રના રાજવીઓ સાથેના “વોકર સેટલમેન્ટની એક કલમ મુજબ તેઓએ ચાંચિયાગીરી છોડી દેવાનું અને એમની હદમાં વાવાઝોડાથી તણાઈ આવેલાં વહાણેના ભંગાર અને માલ ઉપરથી હક્ક ઉઠાવી લેવાનું સ્વીકાર્યું. વળી બ્રિટિશ નૌકાસૈન્યની તાકાતને કારણે પણ ચાંચિયાગીરીને અંત આવ્યો. આમ સુવ્યવસ્થા સ્થપાઈ છતાં ખેતી અને ઉદ્યોગોની અવદશાને કારણે અને વરાળથી ચાલતી આગબોટ સમુદ્ર-વ્યવહારમાં દાખલ થવાથી ગુજરાતનાં ધીકતાં બંદર, જેવાં કે સુરત ભરૂચ ખંભાત ભાવનગર વગેરેના દરિયાઈ વેપારમાં ઓટ આવી. સુરત તથા ખંભાતનાં બારાં કાંપના જમાવને લીધે છીછરાં થઈ ગયાં હતાં. ખંભાતના અખાતને મથાળાને ભાગ કાંપથી પુરાઈ ગયું હતું, આથી આ બંદર આગબોટ માટે નકામાં બની ગયાં હતાં. તાપીમાં અવારનવાર આવતી રેલે તથા આગેએ સુરતની સમૃદ્ધિને નાશ કર્યો હતે. અંગ્રેજોએ એમની કેડી, સુરતના નવાબના ત્રાસને કારણે મુંબઈ ફેરવવાથી મુંબઈના બંદરને ઉદય થયે અને સુરતને વેપાર ત્યાં ઘસડાઈ ગયે. રેલવેના આગમનને કારણે મુંબઈને એના આંતરપ્રદેશ સાથે સંબંધ બંધાયે તથા ૧૮૬૮માં સુવેઝની નહેર ખુલ્લી થતાં ગુજરાતનાં બંદર માઠી દશામાં આવી પડ્યાં. સિંધના કરાંચી બંદરના ઉદય સાથે કરછના માંડવી અને લખપત બંદરને વેપાર ખૂબ ઘટી ગયે. ૧૮૧૯ના કચ્છના ધરતીકંપને કારણે કેરી ખાડી છીછરી બની ગઈ, તેથી સુરત કચ્છ અને સૌરાષ્ટ્રના લેકે મુંબઈ ને કરાંચી તરફ આકર્ષાયા અને ગુજરાતનાં વહાણવટા તથા વેપારને