Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પરિશિષ્ટ (ગુજરાતનાં બંધની અવનતિ અને વહાણવટું) . ધક્કો લાગે. આ ઉપરાંત ૧૮ મી સદીના અંતભાગમાં ભારતના કાપડની આયાત કરવા ઉપર ઇંગ્લેન્ડ અને યુરોપના બીજા દેશોએ પ્રતિબંધ મૂક્તાં ગુજરાતના કાપડ-ઉદ્યોગ ઉપર માઠી અસર થઈ. ઈસ્ટ ઈન્ડિયા કમ્પનીની ધાકધમકી-ભરી નીતિથી વણકરેએ કંટાળીને આ ધંધે છેડી દીધે તેથી પણ કાપડ ઉદ્યોગ પર માઠી અસર થઈ. વરાળમંત્ર શેધાતાં હાથશાળનું કાપડ મોંઘું થયું ને ૧૯૨૦ માં ગુજરાતમાં ઇંગ્લેન્ડથી કાપડની સૌથી પ્રથમ વાર આયાત થઈ અને ખંભાતથી કાપડની નિકાસ ઘટી ગઈ. આ સિવાય ભારતનાં વહાણ દ્વારા વેપાર કરવા ઇંગ્લેન્ડે પ્રતિબંધ મૂકતાં ગુજરાતના વહાણ બાંધવાના ઉદ્યોગમાં એટ આવી અને આમ અંગ્રેજી શાસન દરમ્યાન યંત્ર દ્વારા બનતા સસ્તા માલની આયાત વધી. ગુજરાતના ઉદ્યોગ આથી નામશેષ થયા. વહાણવટું માત્ર સૌરાષ્ટ્ર-કચ્છનાં દેશી રજવાડાંઓના પ્રત્સાહનને કારણે ટકી રહ્યું જ્યારે સુરત ભરૂચ ખંભાત વગેરેના વેપારમાં ઓટ આવી. ૧૮૫; પછી રેલવે-લાઈન નખાતાં તથા ડેલહાઉસીના શાસન દરમ્યાન તાર-ટપાલની સગવડ વધતાં આંતરિક વેપારમાં સુધારો થયે.૧ ગુજરાતનાં બંદરોની ૧૮૧૮-૧૯૧૪ ના ગાળાની વિગત નીચે પ્રમાણે છે: સુરત - ઈ.સ. ૧૮૧૩ ને દુકાળ, નવાબને આંતરકલહ અને ત્યાર પછી વિવિધ કારણોસર તંગીને કારણે સુરતને વેપાર ઘટયો. ૧૮૧૮ માં મંદીની શરૂઆત થઈ. ૧૮૨૧ માં વરાડ પ્રાંત સાથે મુંબઈના સીધે વ્યવહાર થવાથી સુરતને વેપાર કમી થયો. માત્ર રૂની ગાંસડીઓ સુરતથી મુંબઈ નિકાસ થતી હતી. સને ૧૮૨૬માં મક્કા અને જેદ્દાના કેટલાક વેપારીઓએ દેવાળું કાઢતાં વેપારીઓ પાયમાલ થઈ ગયા. સુરતને દરિયાઈ વેપાર ૧૮૦૧ માં રૂ. એક કરોડને હતો તે ૧૮૩૦ માં ઘટીને રૂ. ૮૦ લાખ થઈ ગયું હતું અને ૧૮૭૫માં પચાસ લાખ થઈ ગયા. ૧૮૨૫-૩૭ ને ગાળ સુરત માટે ખરાબ હતઃ રેલ અને આગે ઘણું નુકસાન કર્યું હતું. ૧૮૩૮ નું વર્ષ સૌથી ખરાબ હતું. ૧૮૪૦ પછી કાંઈક સુધારે થયો. ૧૮૪૯-૫૦ માં સુરતની આયાત રૂા. ૩૧ લાખની હતી, જ્યારે નિકાસ રૂ. ૪૦ લાખની હતી. સને ૧૮૫૧-૧૮૫૮ ને ગાળો વેપાર માટે સારે ગયા. ૧૮૫૬-૫૮ દરમ્યાન સુરત રેલવે–માગે મુંબઈ સાથે જોડાયું. અમેરિકન આંતરવિગ્રહને કારણે સુરતથી રૂની નિકાસ ૧૮૬૧-૬૫ દરમ્યાન વધી અને ભાવમાં ખૂબ ઉછાળો આવતાં નાણાંની રેલમછેલ થઈ. આ ઉપરાંત સ્પિનિંગ મિલ, કાગળનું કારખાનું, છન પ્રેસ વગેરે સ્થપાતાં સુરતના નવજીવનની શરૂઆત થઈ. ૧૮૬૬-૮૧ દરમ્યાન સુરતમાં અનેક કારખાનાં વધ્યાં હતા. સુરતમાં પ્રથમ આગબોટ ૧૮૪૫ માં આવી હતી. ઈ.સ. ૧૮૭૪ માં