Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પરિશિષ્ટ (ગુજરાતનાં બંદરોની અવનતિ અને વહાણવટુ)
૩૦૪ કરછ સિવાયના વિસ્તારમાં આ ઉદ્યોગમાં ઓટ આવી હતી. સુરતના પ્રખ્યાત -લવજી વાડિયાના વંશજો જમશેદજી નસરવાનજી ખુરશેદજી જહાંગીર જમશેદજી અરદેશર વગેરેએ ૧૭૯૨-૧૮૮૪ દરમ્યાન બોમ્બે ડોકયાર્ડના ધક્કામાં અનેક ઝડપી અને મજબૂત વહાણ બાંધ્યાં હતાં, જે પૈકી કેટલાંક બ્રિટન અને બીજા દેશના નૌકા-કાફલા માટે બંધાયાં હતાં. વિશ્રામ ખીમજીનાં વહાણ સલાયામાં બંધાયાં હતાં એવી નોંધ કે. બી. વધે લીધી છે. મોતીચંદ અમીચંદ(૧૮૪૫-૧૯૧૧)નાં ૪. વહાણુ હતાં, જે પૈકી કેટલાંક ૬૦૦-૧૦૦૦ ટનનાં હતાં અને પેસેન્જરશિપ હતાં. એમણે પિતાની દેખરેખ નીચે ૩૦ વહાણ મુંબઈ અને દમણને જહાજવાડામાં બંધાવ્યાં હતાં. મહુવામાં ગિરનારના સાગને ઉપયોગ કરીને વહાણ બધાતાં હતાં.૧૬ બૅ. ગે. વ. ૮ માં જણાવ્યા પ્રમાણે જોડિયા બેડી અને સલાયાને વાંઢા -જ્ઞાતિના સુથાર ૨, ૭ થી ૪, ૨ મીટર લાંબી હેડીઓ બાંધતા હતા. સને ૧૮૮૮ની આસપાસના ગાળામાં ભાવનગરમાં ૯, ઘંઘામાં ૧૫, દમણમાં ૯, બિલિમોરામાં ૭, નવીબંદરમાં ૧૦, ઉમરગામમાં ૬, ભદેલીમાં ૪, સુરતમાં ૩, પોરબંદરમાં ૭ર, કેળિયાકમાં ૪, મહુવામાં ૨૨, જાફરાબાદમાં ૫, તળાજામાં ૨, ધોલેરામાં ૨, તારાપુરમાં ૧, વેરાવળમાં ૭૦, અને માંગરોળમાં ૧૭ વહાણ બંધાયાં હતા. ૧છે. કચ્છમાં માંડવી તૂણ અને જખૌમાં મુસલમાન સુથાર વહાણે બાંધતા હતા. આ ઉપરાંત કેટલાક હિંદુ ને વાંઢા સુથારે પણ વહાણે બાંધતા હતા. કરછમાં સાગનું લાકડું ઠેકાણુ કર્ણાટક અને મલબારથી આયાત કરાતું. માંડવી આસપાસનાં ગામડાંઓમાં સઢનું કાપડ વણતું હતું. કરછના કટિયા અને સુરતી બનેલા વખાણવાલાયક જહાજ હતાં. કચ્છ અને સૌરાષ્ટ્રમાં દરેક બંદરે એનાં પિતાનાં વહાણ બાંધવાની પ્રથા હતી.૧૮ આમ, બ્રિટિશ સરકારનું પ્રોત્સાહન ન હોવા છતાં સ્થાનિક વેપારીઓ તથા દેશી રાજ્યના આશ્રયને કારણે આ ઉદ્યોગ ટકી રહ્યો હતે. આયાત-નિકાસ | ગુજરાતમાંથી આ ગાળા દરમ્યાન પથ્થર ઘી રૂ તેલીબિયાં તેલ ઓષધિઓ અને અનાજની નિકાસ થતી હતી, જ્યારે નાળિયેર મેંગલોરી-નળિયાં ખાંડ સેપારી ઇમારતી લાકડું ખજૂર લોખંડને સામાન ગ્યાસતેલ વગેરેની આયાત થતી હતી. ગુજરાતનાં બંદરે પૈકી ભાવનગર વેરાવળ માંગરોળ પોરબંદર અને બેડીનાં બંદરોએ સ્ટીમર ઊભી રહેતી હતી. ત્યાં સર્વત્ર કિનારા નજીક પાણી પ્રમાણમાં છીછરાં હેવાને કારણે કિનારા સુધી ન આવતાં સ્ટીમરે ૧ કિમી. થી લઈ ૧.૬ કિ.મી. દૂર દરિયામાં ઊભી રહેતી હતી અને બાર્જ અને મછવા દ્વારા માલનું વહન થતું હતું. વહાણેને ઉપયોગ સાર્વત્રિક હતા. ભાવનગર બેડી