Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પરિશિષ્ટ (ગુજરાતનાં દરની અવનતિ અને વહાણવટુ)
A
મગદલ્લા સુધી આવેલી, હાલ તાપીમાં મેાટી ભરતી વખતે સુરત સુધી ૫૦ ટન -સુધીનાં વહાણુ આવી શકે છે.
ખંભાત
ઓગણીસમી સદી દરમ્યાન ખંભાતનેા વેપાર ઘટી ગયા હતા. ઘી, નાળિ ચેર, અકીકની વસ્તુએ, કપાસ, કપાસિયા, સૂતર, સૂક્રેા મેવા, રંગ, અનાજ, કરિયાણુ, હાથીદાંત અને એની વસ્તુએ, મહુડાં, રેશમ, સાજી, પથ્થર, ઇમારતી લાકડું', તમાકુ, લાકડાના ચૂડા, વગેરેની આ બંદરેથી આયાત-નિકાસ થતી હતી. સને ૧૮૩૯-૪૦ માં કાપડની આયાત રૂ. ૧૫,૬૫૦ ની અને નિકાસ રૂ. ૧,૫૮,૨૭૦ની ‘હતી. ૧૮૭૪–૭૫ માં કાપડની આયાત રૂ. ૭,૧૨૦ ની અને નિકાસ રૂ. ૧,૩૨,૨૭૦ ની હતી. સને ૧૮૭૭–૭૮ માં કાપડની આયાત રૂ. ૧,૯૧,૨૬૫ ની અને નિકાસ રૂ. ૧૯૧૦ની હતી. સને ૧૮૭૭–૭૮ માં કુલ આયાત રૂ. ૧૩,૧૭,૨૯૦ ની અને નિકાસ રૂ. ૯૦,૦૧,૭૦ ની થઈ હતી. ખંભાતને પરદેશીએ ‘દુનિયાનુ વજ્ર' કહેતા હતા, પરંતુ દાઢ સૈકામાં એની સ્થિતિ એવી થઈ કે પેાતાની વપરાશનું કાપડ પણુ પરદેશથી આયાત કરવાના વખત આવ્યા.
સને ૧૮૭૮ માં કુલ ૧૦,૦૦૦ ટનનાં ૫૬૬ વહાણુ આવ્યાં હતાં તેમાં કચ્છથી ૬૧, સૌરાષ્ટ્રમાંથી ૫૮, પોર્ટુગીઝ ખંદાએથી ૨૫, તળ ગુજરાતનાં બંદરોએથી ૨૪૮, મુંબઈથી ૧૩૪ અને ઢાંકણથી ૪૦ વહાણુ આવ્યાં હતાં. હિંદ બહારનાં અને કાંકણથી દક્ષિણનાં અને પૂર્વ કિનારાનાં બંદરા સાથેના ખંભાતના વેપાર સાવ કપાઈ ગયા હતા. ખંભાતમાં આવતાં વહાણુ ખતેલા' પ્રકારનાં છ ટનનાં નાનાં હતાં. ૧૮૬૪માં મુંબઈ-અમદાવાદ રેલવે થતાં ખંભાત ઉત્તર ગુજરાતમાં લશ્કર મેાકલવા ઉપયેગમાં લેવાતું હતું. સારી મેાસમમાં ૫૦-૬૦ અતેલા અને પડાવ જાતનાં વહાણુ આવતાં હતાં. રેલવે થતાં ખ’ભાત ખુણામાં પડી જતાં એના વેપાર ઘટી ગયા હતા. ૧૮૭૮ માં દુકાળને કારણે આ બંદરેથી અનાજની આયાત કરવામાં આવી હતી. ઈ.સ. ૧૮૫૨–૧૮૬૫ સુધી મુ`બઈ સુરત ખાંભાત અને ધેાધાની વચ્ચે નાની આગોટા દ્વારા આવા થતી હતી. આ અંદરને ખીલવવા નવાબે પ્રયત્ને ખાસ કર્યા ન હતા. ૧૮૩૭ માં ખ’ભાતના અખાતની દરિયાઈ મેાજણી કરવામાં આવી હતી. ૧૯૧૨ માં પાકી જેટી આંધવામાં આવી હતી અને અને ઊંડા પાણી સુધી લંબાવવામાં આવી હતી. મગરવાડી અને ખંભાત વચ્ચે આવેલા ખેૉક' વહાણવટા માટે ભયજનક હતા. ૧૯૦૩માં ખંભાતને વેપાર રૂ. ૬,૫૦,૦૦૦ નેા હતેા. આ વેપાર દિનપ્રતિદિન ઘટતા ગયા હતા.પ ભૂતકાળમાં ૩૦૦ ટન સુધીનાં વહાણુ ખભાતના ખારામાં ભરતી વખતે આવી શકતાં હતાં.