Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૮૮
- બ્રિટિશ અe ખેડૂતના હાથમાંથી જમીને શાહુકારે અને શરાફના હાથમાં ચાલી ગઈ. અગાઉ નેવું છે તે પ્રમાણે ખંભાતમાં તે ખેડૂતોએ રાજ્ય સામે ખુલ્લેઆમ બળવે કર્યો. બ્રિટિશ વિસ્તારોમાં પણ ખેડૂતોને અસંતોષ તીવ્ર બન્યો. બ્રિટિશ શાસનને પરિણામે જેવી રીતે એક તરફ ગુજરાતનાં ગૃહઉદ્યોગ તૂટયા તેવી જ રીતે ખેતીવાડી પણ નિકૃષ્ટ દશામાં મુકાઈ ગઈ. આમ વિશાળ ફલકમાં, આર્થિકદષ્ટિએ ગુજરાતમાં બ્રિટિશ શાસન પરિવર્તનલક્ષી સિદ્ધ થયું, વિકાસલક્ષી નહિ.
આમ છતાં પણ જે રીતે ઈંગ્લેન્ડ અને ઔદ્યોગિક માલ ઉત્પન્ન કરતું હતું અને ગુજરાતમાં ઠાલવતું હતું એ સમગ્ર બાબતને એક વિશાળ ફલક ઉપર નિહાળનાર અને એનું વિશ્લેષણ કરી એમાં સુષુપ્ત સ્વરૂપમાં રહેલી તકોને તાગ કાઢનાર વ્યક્તિઓ ગુજરાતે આ સમય દરમ્યાન ઉત્પન્ન કરી. ગુજરાતની વિવિધ જ્ઞાતિઓમાંથી આવતી આવી વ્યક્તિઓએ એમની પ્રોજનશક્તિ વડે હુન્નરઉદ્યોગના ક્ષેત્રમાં નવો ચીલે પાડો. આર્થિક પરિવર્તનનું આ પાસું સૂક્ષમ હોવા છતાં ઊજળું હતું.
ગુજરાતમાં નેતાગીરીના ઊગમને પરિણામે મહાજન જેવી પુરાણુ રીતરસમો ધરાવતી સંસ્થાઓ તૂટતી ગઈ. “જૂની મૂડી ધરાવતા શરાફ અને વેપારીઓએ. જેમ જેમ એમને મૂડી-રોકાણની દિશા બદલવા માંડી તેમ તેમ મહાજનની મર્યાદા સ્વીકારવાને બદલે નવી ઢબના વેપારી–સંઘ રચવામાં વધુ વ્યવહારદક્ષતા, જોઈ. ૧૮૯૧માં અમદાવાદ માં સ્થપાયેલ “મિલ માલિક મંડળ” પલટાતી જતી પરિસ્થિતિના પ્રતીકરૂપ હતું. નવાં આર્થિક પરિબળોએ જન્માવેલી નવી શક્યતાઓ અને જરૂરિયાતને સંતેષી ન શકનાર અને એને કલેવરમાં સંજોગાનુસાર ફેરફાર દાખલ કરવાની સ્થિતિસ્થાપકતા ન ધરાવનાર મહાજન–સંસ્થા ઓગણીસમાં રીકાના અંતમાં મૃતપ્રાય દશામાં હતી.
લગભગ વીસમી સદીની શરૂઆતથી ગુજરાતમાં મૂડીવાદી વર્ગ દૃષ્ટિગોચર થતો ગયો. એની સાથે સાથે (યુરોપની જેમ એને પરિણામે નહિ) મજૂરને પણ ન વર્ગ વધતે ગયે. અમદાવાદ એના મિલઉદ્યોગને લીધે આ નવાઝોક (trend)નું કેંદ્ર બન્યું. બેરોજગાર બનતા જતા કારીગરોને ગુજરાતની મિલેએ સમાવ્યા. આ પ્રક્રિયા મહત્તવની હતી, પણ બજારમાં લે-વેચની અન્ય ચીજોની જેમ મજૂરી પણ માંગ અને પુરવઠાના નિયમોને અધીન હોય છે ને બેરોજગાર કારીગરોની વધતી જતી સંખ્યાને મુકાબલે મિલેની સંખ્યાની ઝડપ કીડીની ગતિની હતી. બીજી તરફ, મિલે સિવાયના આધુનિક ઉદ્યોગ ૧૯૧૪