Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
२०२
બ્રિટિશ કાલા નદી વચ્ચેના ૧૪,૦૦૦ એકર વિસ્તારને પાણીને લાભ મળી શકયો. આ બધે બાંધવા પાછળ સરકારને રૂ. ૧૩ લાખને ખર્ચ થયો હતે. આ ઉપરાંત સરકારે દુકાળ રાહત કાર્યના ભાગરૂપે પંચમહાલ જિલ્લામાં ઈ.સ. ૧૯૦૦ માં એક તળાવ, ખોદાવ્યું. આ મુવાલિયા તળાવ ખેદવામાં દુષ્કાળપીડિત ભલેને રોજી મળી હતી.૧૧, આ તળાવથી પંચમહાલના ખેડૂતને કાંઈક રાહત મળી, પરંતુ આવા અપવાદને બાદ કરતાં ગુજરાતમાં સિંચાઈ અને નહેરવ્યવસ્થા અત્યંત પછાત દશામાં રહેવા પામી હતી.
આવા સંજોગોમાં ખેડૂતોની પરિસ્થિતિ દિનપ્રતિદિન બગડતી ગઈ. જાણતા. સમાજસુધારક કરસનદાસ મૂળજીએ એમના “ખેતીવાડી સુધારા વિષે નિબંધમાં ખેડૂત ની દારુણ દશાનું વર્ણન કરતાં લખ્યું છે કે શરાફ અને વાણિયા એમને જીવનપર્યત દેવાદાર રાખે છે. ૧૮૩૩, ૧૮૬૭, ૧૮૬૮, ૧૮૬૯, ૧૮૭૨, ૧૮૭૭, ૧૮૭૮, ૧૮૯૯, ૧૯૦૦ વગેરે વર્ષોમાં ગુજરાતમાં જે એક પછી એક દુકાળ, પડયા૧૩ તેને માટે માત્ર કુદરત જ જવાબદાર નહતી; જે રેલવેના પાટાઓ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવાને બદલે સરકારે સિંચાઈ અને નહેરો જેવી પ્રમાણમાં ઘણી ઓછી ખર્ચાળ યોજનાઓ પાછળ ખર્ચ કર્યો હોત તે ખેતીની, પરિસ્થિતિ ઓછી વણસત.
પરંતુ બ્રિટિશ શાસન દરમ્યાન ખેડૂતની સ્થિતિ વધારે ને વધારે ખરાબ થવાને સર્જાયેલી હતી. ૧૮૯૦ સુધીમાં તે બ્રિટિશ-શાસિત ગુજરાતના ખેડૂતે બેહાલ થઈ ચૂક્યા હતા. આવી વિષમ પરિસ્થિતિમાં અમદાવાદ પંચમહાલ ભરૂચ અને સુરત જિલ્લાઓમાં તેમજ સાબરકાંઠા એજન્સીના માણસા વગેરે પ્રદેશોના ખેડૂતોએ સરકારની મહેસૂલનીતિને વિરોધ કરવો શરૂ કર્યો. માણસાના ખેડૂતે એ ભાગબટાઈ અને બીજા વેરાઓ સામે જેહાદ પોકારી, પરંતુ યોગ્ય નેતા તથા માર્ગદર્શનની ઊણપને લીધે તેમજ ખેડૂતોમાં સંગઠન-બળના અભાવને લીધે ખેડૂતની આ લડત નિષ્ફળ ગઈ. એ જ પ્રમાણે દેશી રાજ્યના ખેડૂતોએ પણ રાજાઓની ચૂસણ-મહેસૂલી નીતિ સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો. ઉદાહરણ તરીકે ઈ.સ. ૧૮૯૦ માં ખંભાત રાજ્યના ખેડૂતોએ રાજ્યના વધતા જતા ત્રાસ સામે આંદોલન કર્યું. ખંભાત રાજ્યમાં આ સમયે કુલ વસ્તી ૮૩,૪૯૪ની હતી, જેમાં મોટા ભાગની વસ્તી કણબી કાળી મુસલમાન રાજપૂત અને ગરાસિયા ખેડૂતની હતી. એમની પરિસ્થિતિ એટલી બધી દયાજનક થઈ પડી હતી કે
જ્યારે રાજ્ય ઈ.સ. ૧૮૮૯-૯૦ માં જમીન-મહેસૂલ વધાર્યું ત્યારે ખેડૂતોએ. મહેસૂલની રકમ ભરવા કરતાં લડી લેવાનું વધારે પસંદ કર્યું. ૧૮૯૦ના સપ્ટેમ્બરમાં