Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
બ્રિટિશ કાક ૨. મુસ્લિમ સમાજ ગુજરાતના મુસ્લિમોને માટે વર્ગ સ્થાનિક હિંદુઓને ઈસલામ-અંગીકારમાંથી બનેલે હેઈ એની રહેણીકરણ પિતાના પ્રાચીન સંસ્કારમાંથી સંપૂર્ણ મુક્ત રહી શકતી નહિ, વળી આસપાસના અન્ય સંપ્રદાયના અનુયાયીઓની અસરથી પણ એ પૂરી અલિપ્ત રહી શકતી નહિ. આથી અહીંના મુસ્લિમોમાં જન્મ લગ્ન મરણ તહેવારો વગેરે પ્રસંગેએ હિંદુ સમાજની થેડી અસર વરતાય એ
સ્વાભાવિક છે. શુકન-અપશુકન વહેમ તાવીજ દેરા વગેરેમાં મુસ્લિમ સમાજમાં મિશ્ર માન્યતાઓ પ્રચલિત રહી છે. | ગુજરાતના મુસ્લિમ સમાજમાં જન્મ લગ્ન મરણ અને તહેવારોને લગતા રીતરિવાજોમાં સમય જતાં ખાસ ફેર પડ્યો નથી. આ ગ્રંથને કાલખંડ દરમ્યાન એ રીતરિવાજ કેવા હતા એ જાણવા માટે એ સમયનાં બે અપ્રસિદ્ધ પુસ્તક ઉપયોગી નીવડે છે, વળી એ પહેલાંનું એક અપ્રસિદ્ધ પુસ્તક મરાઠાકાલનું હેઈ બ્રિટિશ-કાલના આરંભ પહેલાના નજીકના સમયનું બયાન આપે છે, એને પણ આ કાલના મુસ્લિમ સમાજના નિરૂપણ માટે લક્ષમાં લઈએ તે ગેરવાજબી નહિ ગણાય.
અમદાવાદની હઝરત પીર મુહમદશાહ લાઈબ્રેરીમાં એક ઉદ્ હસ્તપ્રત “ જિદુઇ મુવી નામના પુસ્તકની છે. મરાઠા કાલ દરમ્યાન હિ.સ. ૧૧૮૨ (ઈ.સ. ૧૭૬૮-૬૯)માં યકીને લખેલ આ “મસનવીમાં ૬૦૦ શેર છે. એની નકલ હિ.સ. ૧૨૧૪ (ઈ.સ. ૧૭૯૦-૧૮૦૦) માં થઈ છે. આ તેમજ હવે પછી જેમને ઉલ્લેખ થશે એ બંને હસ્તપ્રતો કાવ્યમાં, અને જિઉં (ઈરલામી કાનૂન ) ઉપર છે, પણ એમાં મુસ્લિમ સમાજ અંગેની અદ્દભુત માહિતી મળે છે.
યકીનની દૃષ્ટિએ મુસ્લિમ સમાજમાં પેઠેલા સડા માટે સ્ત્રીઓ અને હિંદુઓને પ્રભાવ જવાબદાર છે.
એ લખે છે કે સ્ત્રીઓ બ્રાહ્મણે અને શ્રાવકે પાસે ભવિષ્ય જાણવા જાય છે, શાદી વખતે જલવા(સુખદર્શન)ને આગ્રહ રાખે છે, કઈ મરે છે તે હિંદુઓની જેમ ફૂટે છે. ઝિયારત (મૃત્યુ પછી ત્રીજા દિવસની ક્રિયા) માટે ભાથાં તૈયાર કરે છે, એમને બિરયાન પુલાવ અને ખીર ખાવાને શાખ છે. લેકે નથી પહોંચી શક્તા તે પૈસા વ્યાજે લાવે છે અને વ્યાજે પૈસા નથી મળતા તે ઘર વેચી મારે છે. રાતે કિસ્સા (કથા-વાર્તા) વંચાવે છે, રેખતા (ગુજરી ભાષાના ગીત) ગવાય છે, ઢોલ વગાડાય છે અને આખી રાત હુક્કો અને ભાંગમાં લેકે વિતાવી દે છે. લેકામાં શરાબ, તંબાકુ અને ભાંગને રિવાજ વધી ગયેલ છે.