Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પરિશિષ્ટ (આદિમ જાતિઓની સંસ્કૃતિ)
૨૬૫ છે. જે તે પ્રસંગે ઉપયોગમાં લેવાતાં ખાસ વાજિંત્ર, જે તે પ્રકારનાં ખાસ નૃત્ય, વિધિ કરાવવા માટેની નિયત વ્યક્તિઓ, આવી વ્યક્તિઓએ તેમજ સમસ્ત જાતિએ જે તે પ્રસંગની ઉજવણી વખતે પાળવા પડતા વિધિનિષેષ, ઇત્યાદિ જેવી બાબતમાં આ પ્રજામાં અત્યંત ચુસ્ત પ્રકારની એકસાઈ જેવા મળે છે.
આમ ગુજરાતની આદિમ પ્રજાનું ધાર્મિક જીવન વિવિધરંગી માલૂમ પડે છે. સાંસ્કારિક જીવન
આદિમ જાતિઓના લેકે ઉત્સવપ્રિય પ્રા છે. આની પ્રતીતિ આદિમ જાતિઓના કેઈ પણ મેળા કે જાત્રાને જેવાથી થઈ શકશે. ગુજરાતને એક પણ વિસ્તાર મેળા વગરને હેતે નથી. આદિમ લેકેના મેળા ઘણુ ખરું પર્વતે નદીઓ વગેરેના સામીપ્યમાં યા તે દેવદેવીઓનાં સ્થાનકમાં ભરાતા હોય છે,
આદિમોના મેળા સંખ્યાની દષ્ટિએ અનેક અને પ્રકારની દષ્ટિએ વિવિધ હેય છે. આવા મેળાઓમાં જે તે વિસ્તારની આદિમ પ્રજા પોતાનાં ગામોમાંથી રંગબેરંગી વસ્ત્રો પહેરીને તથા જુદાં જુદાં વાજિંત્ર વગાડતી સમૂહમાં જઈ રહી હેય તે વખતે તે તેના ખરા રંગમાં દેખાય છે.
ઉદાહરણરૂપે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં ભરાતા ડાંગ દરબાર મેળાના કેંદ્રસ્થાને આર્થિક સ્વરૂપ પડેલું છે. ભીલ રાજાઓને સાલિયાણાની વહેંચણું અને અન્યને બહાદુરી અથવા તે આ પ્રકારનાં પ્રજાહિતનાં કાર્યો માટે ઇનામ આપવાં એ આ મેળા પાછળની મુખ્ય ભૂમિકા છે. આ મેળે એના આવા સ્વરૂપને કારણે એક વિશિષ્ટ પ્રકારને મેળ બની રહે છે.
ધાર્મિક પ્રકારના કહી શકાય તેવા મેળા પણ અનેક હોય છે. દા. ત. “ચૂલના મેળા' તરીકે જાણીતા આવા મેળાઓમાં પિતે લીધેલી બાધા-આખડી ફેડવા માટે અથવા આવા જ કઈ કારણસર જુદાં જુદાં સ્થળોએ જુદી જુદી પહોળાઈની સળગતા અંગારની ચૂલ પર પણ આસ્તિક વ્યક્તિઓ ઉઘાડા પગે ચાલતી હોય છે.
આ મેળા જુદાં જુદાં સ્થળોએ બહુધા ફાગણ વદ ૧ના રોજ ભરાતો હોય છે.પ પંચમહાલ જિલ્લામાં દહેરની આજુબાજુનાં રણિયાર કણબી ગાંગરડી અભળોદ અને મોટી ખારજમાં તેમજ અનાસની નજીકના રાંચરડામાં, વડોદરા જિલ્લામાં નવસારીની આજુબાજુના રતનપુરમાં અને સગપુરમાં તથા છોટાઉદેપુરની આજુબાજુના પાનવડ અને રુમડિયા ગામમાં ભરાતે હોય છે. - આ જ રીતે આદિના વિસ્તારમાં સામાજિક પ્રકારના પણ અનેક મેળા અનેક સ્થળે ભરાતા હેય છે. ઉદાહરણ તરીકે ગેળ ગધેડાના મેળામાં પણ અનેક