Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
બ્રિટિશ કાઉ
૫૨
આપ્યું. એ જ વર્ષે કાવસજી જહાંગીરજી નામના ખીજા એક સગૃહસ્થે રૂ. ૭૧,૯૦૦ ના ખચે સિવિલ હૉસ્પિટલ ભધાવી સરકારને અપ કરી.૫૨ ૧૮૬૩ માં ‘સુરતમિત્ર’ નામનું સાપ્તાહિક શરૂ કરનાર દીનશા અરદેશર તાલિયારખાન હતા.૧૩ સુરતમાં દસ્તૂર ખુરશેદ લછાબ્રેરી અને શેઠ હારમસજી આદરજી દલાલ વાચનાલય ૧૮૬૭માં અસ્તિત્વમાં આવ્યાં. દસ્તૂર ખુરશેદજીએ ફાળા એકઠા કરી આ સંસ્થા ઊભી કરી હતી. એનું મૂળ નામ ‘રુસ્તમપુરા જરસ્થાસ્ત્રી પુસ્તકાલય' હતું. ૧૮૮૯ માં દસ્તૂરનું નામ આ સંસ્થા સાથે જોડાયુ. અને ૧૯૦૮ માં વકીલ એજનછ માણેકજી અંકલેસરિયાએ ફાળા એકઠા કરી આ સંસ્થાનું મકાન બંધાવ્યું. ૫૪ ૧૯૦૫ માં સુરતના શ્રી બહેરામજી પેસ્તનજીના નામે જાણીતા યુનાની તખીબની સ્મૃતિમાં એમના પુત્ર હકીમ બરજોરજી બહેરામજીએ બહેરામજી પેસ્તનજી ધર્માદા દવાખાનું' બંધાવવા રૂ. ૨૩,૩૦૦ નું દાન આપ્યું. ૧૫ ૧૯૦૭ માં વાખાનાનું મકાન બંધાવ્યું”. ૧૯૧૨ માં પારસા ‘એનેજ'ની સ્થાપના થઈ, જેના ગૃહપતિ શ્રી એરવદ એરચ ડાસાભાઈ દાણુ હતા.પ૬
૧૮૫૬ માં નવસારીમાં પારસી મુસાફા માટે શેઠ કુંવરજી હેામરજી ભાભાનાં પત્ની ખાઈ નવાજખાઈએ એક ધર્મશાળા ખુલ્લી મુકાવી અને એ જ મકાનમાં એમનાં પુત્રી પીરાજબાઈએ એ જ વર્ષોંમાં એક કૂવા બધાવ્યા.પ૭ ૧૮૬૨ માં રુસ્તમજી જમશેદજી જીજીભાઈએ પિતાના પુણ્ય માટે રૂ. ૭૫,૦૦૦ નું દાન આપી વિકટારિયા ડિસ્પેન્સરી શરૂ કરાવી, એમણે ૧૮૬૩ ના સપ્ટેમ્બરમાં નવસારી અને એની આસપાસના તમામ પ્રદેશામાં માંધવારી હેાવાથી દરેક ગરીબ વ્યક્તિને ત્યાં પેાતાને ખેંચે. અનાજ પૂરું પાડયું.૫૮ ૧૮૬૮ માં કાવસજી સારાબજી ભેદવા રે સારાબ બાગ' અને નશરવાનજી ખરશેદજી કાંગાએ નશરવાન બાગ' નામે ખે ધમ શાળાઓ ખુલ્લી મૂકી. ૫૯ ધાર્મિક કેળવણી માટે શેઠ નશરવાનજી રતનજી તાતાએ ૧૮૮૪માં જંદ મદરેસા' સ્થાપી, જેમાં ક્રિયામાને, શુદ્ધ ઉચ્ચારણના •અને અવસ્તા પહેલવીના તરજૂમા તેમજ ફારસીના અભ્યાસ કરાવાતા.૧૦ અમદાવાદમાં સલાપસ માર્યાં ઉપર મુંબઈના શેઠ સારાબજી જમશેદજી જીજીભાઈએ પાતાનાં દીકરી ગૂલમાજીની સ્મૃતિમાં પારસી મુસાફરી માટે ઈ. સ. ૧૮૬૬ માં એક ધર્મશાળા બંધાવી હતી ને એ અમદાવાદની જરથેાસ્ત્રી અંજુમનને સુપરત કરી હતી.
આ ધર્મશાળા સાબરમતી નદીમાં આવેલી ખીજી (પ્રાયઃ ૧૮૭૫ માં) રેલથી પડી ગઈ હતી. ત્યાર બાદ ૧૮૯૩ માં એ જ જગ્યાએ નવી ધર્મશાળા ખાનબહાદુર નવાજી પેસ્તનજી વકીલે પેાતાનાં પત્ની ચુબાઈના પુણ્ય માટે રૂ. ૨૫,૦૦૦ ના