Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૪૪
છે. બ્રિટિશ કાર
તાબૂતને પંખ નાખે છે, લેકે આગના અલાવા (અંગારા) ઉપર કૂદે છે, બલમ અને સેફ પટ્ટી ઝારે છે, એમાં લાકડાં બાળી હેળીની જેમ એની આસપાસ નાચે છે, એકબીજાને જોઈને કુટે છે, વસે ફાડે છે, રામજણુઓને બોલાવાય છે, મરસિયા ગવાય છે, મીઠાઈ દૂધ પેંડા અને પતાસાં વહેંચાય છે, સમોસા બરફી ખાજા મગાવી લેકે જાણે પિકનિક કરે છે. આ સ્વાદિષ્ટ વાનગીઓમાં નિર્ધન લેકેને ભાગ લેતા નથી. અંતે તાબૂતને લાઠીઓ મારી ડુબાડે છે. આ રસમ યકીનના કહેવા પ્રમાણે સુન્ની કે શિયા કેઈને શેભે એવી નથી.
આ ઉપરાંત લેને જાદુ શીખવાને અને મેલી વિદ્યા જાણવાને શોખ હતે. કેટલીક સ્ત્રીઓ પિતાના શરીર ઉપર ભૂત પ્રેતને વળગાડી માથું ધુણતી અને ભવિષ્યની વાત જાણવા કે એમને ઘેરી વળતા.
fહે મારા નામનું એક બીજું હસ્તલિખિત કાવ્ય છે, જેને લેખક ઈરફાન છે. આ ચોપડી અમદાવાદમાં હિ. સ૧૨૪૧ (ઈ.સ. ૧૮૨૫-૨૬)માં કાલુપુર પાંચપટીમાં કાઝીઅલી માટે લખાઈ છે.
ઇરફાન કહે છે કે ખોટી રીતે એમ માને છે કે મડદાને નવડાવવાનું પાણી ઘરમાંથી ન આપવું, બહારથી ભરાવવું. કારણ જે વાસણમાં મડદાને નવડાવવાનું પાણી ભરાય તે નકામું થઈ જાય છે. જે લુંગી મડદાનાં અંગોને ઢાંકવા વપરાય તેને ફરી કઈ ઉપગ ન કરી શકે. કેટલાંક શહેરના લેકે મડદાને ઓઢાડવા સફેદ લુંગીને કઈ રંગમાં રંગે છે. કારણ કે રંગીન લુંગી સફેદ કરતાં અંગો ઢાંકવાનું કામ વધારે સારી રીતે કરે છે, જે અનુકરણીય છે.
ઇરફાન કહે છે: મૃત્યુના ત્રીજા દિવસે મહેમાની મિજબાની) કરવાને બદલે મરનારના સંબંધીઓ અને પાડોશીને એમને ત્યાં પોતાના ઘરે રાંધેલ મેકલે એ હિતાવહ છે.
ઈરફાન કહે છે કે માતમ કરે છે, વસ્ત્રો પાડે છે, છાતી ફુટે છે, જાંધા ઉપર જોરથી હાથ મારે છે, મહિનાઓ સુધી શેક પાળે છે, ઘરમાં રાંધવા માટે અગ્નિ નથી સળગાવતા, મયત(શબ)થી ડરે છે, મડદાને જેની ઉપર નવડાવવામાં આવ્યું હોય તેને સ્પર્શતાં પણ ડરે છે. લેકે મંગળવારના મતને અશુભ ગણે છે, સફરના મહિનાને અશુભ ગણે છે, મૃત્યુ પછી ઓછામાં ઓછા ૪૦ દિવસ સુધી કોઈનાં પુનર્લગ્ન નથી કરતા.
લે કે એમ માનતા હતા કે જે પીરની મન્નત પૂરી નહીં કરીએ તે એ કે અમને નુકસાન પહોંચાડશે. બાધાઓ કંઈક આ પ્રમાણે રાખતા : “હે પીર, હું