Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
બ્રિટિશ કોલ
ગુજરાતીમાં લખી વાંચી શકતી. ધનિક કુટુંબની સ્ત્રીઓમાં જ ઉચ્ચ શિક્ષણ પ્રચલિત હતું.ર૯
२४८
૧૮૫૩ માં સર જમશેદજીએ નવસારીમાં પહેલવહેલી છેાકરીઆની નિશાળ શરૂ કરી. આરંભમાં માબાપાએ આ સુધારા તરફ આંચકા અનુભવ્યા અને અણુગમા બતાવ્યા. એટલે સુધી કે એક છેકરી લખવા-વાંચવાની કેળવણી લઈ ઘેર એઠી; એના કુટુંબમાં જુવાનનું મૃત્યુ થયુ. ત્યારે વૃદ્ધ સ્ત્રીઓને કેળવણીનેા વહેમ થયેા.૩૦ પારસીઓમાં કેળવણી પ્રત્યે આટલા બધા વહેમ અને સૂગ હતાં.
૧૮૫૭ માં ખીજી એક પારસી સ્ત્રી–કેળવણીની શાળા સ્થપાઈ, જેને ૧૮૭૨ માં બાઈ નવાજબાઈ તાતા નવસારી જરયેાસ્ત્રી છેાકરીઓની નિશાળ' એવું નામ અપાયું. એમાં છેકરીઓને લખવા વાંચવા ભરવા ગૂંથવા રાંધવા ગાવા સીવવા વગેરે દરેક પ્રકારની તાલીમ અપાતી. અંગ્રેજી કેળવણી પણુ અપાતી. ૧
૧૮૯૬ માં હિંદુ અને પારસી સ્ત્રીઓએ ‘સ્ત્રીસમાજ' નામની મંડળી સ્થાપી, જેમાં સ્ત્રીએ જ પ્રમુખ અને મૅનેજરા હતી. આમ આ સમયે સ્ત્રીએ જાહેર ક્ષેત્રમાં વધુ આવવા લાગી,૩૨
પારસીઓનાં મકાન શહેરામાં મેટાં, એકમે માળવાળાં અને ઈંટરી હતાં. ગામડાંના પારસીનાં ધર માટીની દીવાલાવાળાં હતાં. ધનિક પારસીના ઘરમાં રૂ. ૨,૦૦૦ થી રૂ. ૩,૦૦૦ ની કિંમતનુ ફર્નીિચર, મધ્યમ વર્ગોના ઘરમાં રૂ. ૧૦૦ થી ૫૦૦ નુ અને ગરીબ ઘરમાં રૂ. ૧૦ થી રૂ. ૨૦ સુધીની કિંમતનુ ફર્નિચર જોવા મળતુ.૩૩
પારસીઓના મકાનનેા પાયા ખાદાય ત્યારે એક ત્રાંબાની પેટીમાં પચરત્ન, સેાપારી, હળદર, તાજુ લીલુ ઘાસ, કંકુ, ધાણા અને ગાળ મૂકી, એ પેટી ખાડામાં મૂકવામાં આવતી અને એની પર બાંધકામ કરવામાં આવતું. કપરું અને ગેાળ વહેંચવામાં આવતાં. પ્રથમ બારણુ બેસાડતી વખતે ‘અહુરમÆ મદદ કરા' એવું વાકથ ખારા પર લાલ રંગથી લખવામાં આવતું. બારણાના ઉપરના ભાગમાં શિપયા ફૂલ અને નાળિયેર લટકાવવામાં આવતાં. મેાભ ભરતી વખતે નિકા ચાંદીના એક સિળયા ભરાવતા. મકાનનું બાંધકામ પૂરું થતાં મુખ્ય દ્વાર પર હળદર—કંકુ લગાવી ફૂલેનેા હાર લટકાવાતા. પુરાહિત વિધિ કરતે. કૂવા ખાદાવતી વખતે પણ પાણીના દેવ ‘અવાન અઈસૂર'ની પ્રાથનાઓ થતી.૩૪
ઉચ્ચ અને મધ્યમ વર્ગના પારસીએ ત્રણ વાર ભાજન લેતા, જેમાં સવારે ચા, ઘઉંની બનાવટ જેમાં ઇંડા માખણ ભારે દાળ ભાત માછલી માંસ અથાણાં, સાંજે રીટી માંસ માછલી ફળ શાકભાજી અને ભાજનને અંતે દારૂ લેતા.