Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
બ્રિટિસ કહે
દેખરેખ રાખતા તેમજ રાજ્યની સામાન્ય નીતિ નક્કી કરતા. એણે રાજા પ્રજા તથા અંગ્રેજ સરકાર વચ્ચે સમતુલા જાળવીને વહીવટ ચલાવવાનું રહે . કેટલીક વાર રાજકુટુંબના ઝઘડા પણ એને પતાવવા પડતા. એ રાજાને મુખ્ય વિશ્વાસ માણસ હતા અને રાજ્યની પ્રગતિ કે પીછેહઠને એના પર આધાર રહે. કેટલીક વાર અંગ્રેજ સરકારમાં વકીલ મામલતદાર કે ન્યાયાધીશ તરીકે સફળ કામગીરી કરનારને દેશી રાજ્યમાં દીવાન તરીકે નીમવામાં આવતા. મુખ્ય ખાતાં
દરેક રિયાસતમાં સામાન્ય રીતે નીચે પ્રમાણે મુખ્ય ખાતાઓ રહેતાં ૧. લશ્કર અને પોલીસ
વેકર-કરાર” પછી રાજાઓ વચ્ચે આંતરિક લડાઈઓને સ્થાન ન હતું એટલે રાજ્યોને મોટાં લશ્કર રાખવાની હવે જરૂર ન હતી, છતાં પ્રથમ વર્ગનાં રાજ્ય તરફથી કેટલીક “સિબંધી' રાખવામાં આવતી. અને રાજાને મહેલ, દરબારગઢ, - વહીવટી કચેરીઓ, તિજોરી વગેરેના રક્ષણની જવાબદારી સોંપવામાં આવતી. સિબંદીને કેટલાક બેડાઓ'(જૂથ)માં વહેંચી નાખવામાં આવતી અને દરેક બેડા'ના. ઉપરી તરીકે એક જમાદાર રહે. તેની સલામી વગેરે કામ માટે તે પદળમાં કેટલાક માણસ રાખવામાં આવતા. એ ઉપરાંત પલટણ' નામનું તાલીમ પામેલું અને શિસ્તબદ્ધ દળ પણ રાખવામાં આવતું, જેને જેલ માટેના રક્ષકે પૂરા પાડવાનું તેમજ વિશિષ્ટ પ્રસંગે ગાર્ડ ઑફ ઑનર આપવાનું કાર્ય કરવાનું હતું. બીજા વર્ગના રાજ્યમાં સિબંધીની સંખ્યા ઘણી ઓછી રહેતી. એમાં રાજમહેલ અને દરબારગઢના રક્ષણ માટે કેટલાક અરબેને રોકવામાં આવતા.
દરેક રાજ્યમાં પિલીસ ખાતાના ઉપરી તરીકે પિલીસ સુપરિન્ટેન્ડેન્ટ' નામને અમલદાર રહે. કેટલીક વાર રાજાના કેઈ સગાને, ભાયાતને અથવા અંગ્રેજને આ હેદો સોંપવામાં આવતું. રાજ્યનાં કદ અને વસ્તી પ્રમાણે પોલીસની સંખ્યા રાખવામાં આવતી. જરૂરિયાત પ્રમાણે એમાં વધારો કે ઘટાડે પણ થતું. દરેક ગામમાં યુનિફોર્મ સાથે એક પિલીસ-પટેલ રહે. સૌરાષ્ટ્રનાં ઘણાખરાં ગામોમાં પક્કા પગીની વ્યવસ્થા હતી, એટલે કે કોઈ પણ ગામમાં ચોરી થાય તે પકડવાની જવાબદારી ત્યાંના પગીની રહેતી અને જો એ ચોરી ન પકડી શકે તે પંચકેસ પ્રમાણે જેટલી રકમની ચોરી થઈ હોય તેટલી રકમ પગીએ ભરપાઈ કરવી પડતી.
દેશી રાજ્ય તરફથી પિતાની જેલે પણ રાખવામાં આવતી. પ્રથમ વર્ગનાં રાજ્યમાં એકથી વધારે છેલો રાખવામાં આવતી.૪૧.