Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૦૪
બ્રિટિશ કાલ
પરવાના સંદર્ભમાં આઢાલન
આઝાદીની રાષ્ટ્રીય લડત માટે અખિલ હિંદ રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થાય તે પૂર્વે તા ગુજરાતે, ખાસ કરીને સુરત અને અમદાવાદની પ્રજાએ, સ્વરાજ્ય માટે બ્રિટિશ શાસનનાં કેટલાંક પગલાંઆને વિરોધ કરીને સ્વાતંત્ર્યની ખુમારીનાં દર્શન કરાવ્યાં હતાં. અગાઉ સુરતની પ્રજાએ ત્રણ વખત વિરાધી દેખાવે દ્વારા સરકારને હંફાવી મૂકી હતી. ૧૮૭૮ માં ફરી એક વાર સુરતની પ્રજાએ પરવાનાકરના સંદર્ભÖમાં પોતાના શાંત પ્રતીકારને પરચા બતાવ્યા હતા. દેશમાં દુકાળની કુદરતી આફ્તાને પહેાંચી વળવા થતા ખર્ચને નિવારવા સારુ મુંબઈ સરકારે પરવાના–કર નાખ્યા હતા.
રાજદ્વારી હેતુથી પ્રેરાઈને લડતનું મંગળાચરણ સુરતમાં ૨૭. ફેબ્રુઆરી ૧૮૭૮ થી થયું. આ દિવસે સુરતના નગરશેઠ નરાત્તમદાસ નરસિંહદાસ અને દ્વારકાદાસ લલ્લુભાઈની સહીથી જાહેર ખબર અખબારોમાં પ્રસિદ્ધ થઈ, જેમાં પરવાના–કરના વિરાધ કરવાના પ્રજાને આદેશ હતા અને ૨૮ મીની જાહેર સભામાં ઉપસ્થિત રહેવાની વાત હતી.
પરતુ લડતે ખરી ખુમારી બતાવી ૧ લી એપ્રિલ ૧૮૭૮ ના રાજ સંપૂર્ણ અાર બંધ રાખીને, સતત પાંચ દિવસ સુધી ખાર બંધ રહ્યાં. દરમ્યાન જિલ્લા મૅજિસ્ટ્રેટ અને વેપારી આલમના અગ્રણીએ વચ્ચે વાટાઘાટા થઈ. પરિણામ શૂન્યમાં આવ્યું. છેલ્લે દિવસે પોલીસ વડાને ઘેરા ધાલ્યેા. વાતાવરણ તંગ બન્યું. તાફાન થયાં. ગાળીબાર પણ થયા. એ માર્યા ગયા. એ ગંભીર રીતે ધાયલ થયા. ઘણાની ધરપકડ થઈ. 'રાસ્ત ગાતાર' પત્રે આ બનાવની, ખાસ કરીને રાયટ ઍકટ' જાહેર કર્યા વિના ગાળીબાર કર્યાં એની આકરી ટીકા કરી, ૩ જી જુલાઈ ૧૮૭૮ ના રોજ સુરતના ચૌદ નાગરિકાએ મુંબઈની હાઈકાઈમાં ફ્રિ ડેવિટ રજૂ કરી અને સુરતની ઘટનાની વિગતા વર્ણવી પેાલીસ-દમનની રજૂઆત કરી. ૧૫
Fr
આમ સુરતના નાગરિકાએ ચેાથી વાર શાંત . પ્રતીકાર દ્વારા સ્વતંત્રતાની ભાવના અભિવ્યક્ત કરી હતી.
ગુજરાત સભાની સ્થાપના (૧૮૮૪)
અમદાવાદમાં થયેલી આ સંસ્થાની સ્થાપના પણ ગુજરાતની પ્રજાની રાજકીય જાગૃતિ અને સષ્ટ્રવાદની ભાવનાના દ્યોતક ઉદાહરણરૂપ તથા ગુજરાતના સ્વાત ત્ર્ય-સંગ્રામના ઈતિહાસમાં અનેક દૃષ્ટિએ સીમાચિહ્ન સમાન છે. આ સંસ્થા