Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ખંડ ૩ સાંસ્કૃતિક ઈતિહાસ
પ્રકરણ ૮ સામાજિક સ્થિતિ
૧. હિંદુ સમાજ જ્ઞાતિઓ
ઓગણીસમી સદીમાં હિંદુ સમાજ અનેક નાની મોટી જ્ઞાતિઓમાં વહેંચાઈ ગયા હતે. “વિમલપ્રબંધ'માં વર્ણવેલી અઢાર વર્ણ આ સમયે પણ ગુજરાતમાં હિંદુસમાજમાં અસ્તિત્વમાં હતી : બ્રાહ્મણ, રાજપૂત વૈશ્ય, શુદ્ર તથા નારુકાના નામે ઓળખાતી કંઈ કાછિયા કુંભાર માળી મર્દનિયા સૂત્રધાર જેસાઈત તંબળી, સેની (નવનારુ) અને ગાંયજા, ઘાંચી, છીપા, લુહાર, મોચી, ચમાર (પાંચ કારુ) વગેરે. સમાજમાં નારુકારુ “વસવાયાં તરીકે ઓળખાતા. આ સમયમાં થયેલ કવિશ્રી દલપતરામ પિતાના જ્ઞાતિ વિશેના નિબંધમાં ગુજરાતની વિવિધ જ્ઞાતિઓની માહિતી આપે છે. તેઓ બ્રાહ્મણોની ૮૪, ક્ષત્રિયની ૯૯, વાણિયાઓની ૮૪ અને શકોમાં ધંધા પ્રમાણે અસ્તિત્વ ધરાવતી પ૩ જ્ઞાતિઓને ઉલ્લેખ કરે છે.
એક અંગ્રેજ અધિકારી મિ. એલ્ફિન્સ્ટનના જણાવ્યા પ્રમાણે ઈ. સ. ૧૮૨૧ માં ગુજરાતના મહીકાંઠા વિસ્તારમાં વસતી રાજપૂત કેમ બે વિભાગમાં વહેંચાયેલ હતીઃ (૧) ઈડર દરબારની સાથે જોધપુરથી આવી વસેલા તે મારવાડી રાજપૂત અને (૨) ઘણા લાંબા સમયથી અને ગુજરાતમાં વસતા રાજપૂતે. મારવાડી રાજપૂતાનાં આચાર-વિચાર ખાનપાન પહેરવેશ વગેરે જોધપુર પ્રદેશમાં વસતા રાજપૂતને મળતાં હતાં, જ્યારે અહીં લાંબા સમયથી વસતા રાજપૂતે એમના કરતાં વધારે સંસ્કારી અને કેળવાયેલા જણાતા હતા.૩
ઈ. સ. ૧૮૨૭ માં સુરતમાં બેરઠેલ (Borradaile) નામે અંગ્રેજે સુરતની જ્ઞાતિઓની નેધણી કરાવેલી ત્યારે માલૂમ પડયું હતું કે એ વખતે સુરતમાં
૧૫