Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૩૪
બ્રટિશ કાછેઃ સમાજ સુધારકે (નૂતન યુગના ઘડવૈયા)
પશ્ચિમની કેળવણીને લીધે સમાજમાં પ્રવર્તતી આવી દુર્દશા તરફ ગુજરાતના ઘણું જુવાનેનું ધ્યાન દેરાયું. જ્ઞાતિ-પ્રથાનાં દૂષણને નાથવા ઘણુ નરપુંગવા આગળ આવ્યા. વાહન-વહેવારની સરળતા થતાં અને વિવિધ પ્રજાના સંપર્કમાં આવતાં એમનામાં સમાજને જોવાની નવી દષ્ટિ આવી, સમાજ સુધારાની ચેતના. પ્રગટી, પશ્ચિમની સંસ્કૃતિએ ગુજરાતમાં સુધારાની જોત પ્રગટાવી.
આ સમયના સુધારાના પ્રથમ સૂત્રધાર દુર્ગારામ મહેતાજી હતા. એમને જન્મ ઈ. સ. ૧૮૦૯ માં થયું હતું. એમણે ઈ. સ. ૧૮૪૪ માં માનવધર્મસભાની સ્થાપના કરી. આ સભાને ઉદ્દેશ નાતજાતના ભેદભાવ દૂર કરી વિધવાવિવાહને ઉત્તેજન આપવાનું હતું. એમણે સમાજસુધારાની પ્રેરણા રણછોડદાસ ગિરધરભાઈ ઝવેરી (ઈ. સ. ૧૮૦૩-૧૮૭૩) પાસેથી મેળવી હતી. રણછોડભાઈ એ જમાનાના એક સમર્થ કેળવણીકાર હતા. એમણે તાલીમબદ્ધ શિક્ષક તૌયાર કરી સુધારાને. દીપક પ્રગટાવે. દુર્ગારામ મહેતાજી ઉપર રણછોડભાઈની અસર વર્તાતી હતી.. આ સમયે મુંબઈ સુરત અને અમદાવાદ એ સુધારાનાં કેંદ્ર હતાં. સુરત એ. દુર્ગારામ મહેતાજીનું કાર્યક્ષેત્ર હતું.
દુર્ગારામ મહેતાજીએ ગુજરાતમાં સામાજિક ક્ષેત્રે ક્રાંતિ આણી. તેઓ વડનગરા. નાગર જ્ઞાતિના બ્રાહ્મણ હતા. શરૂઆતનું પ્રાથમિક શિક્ષણ સુરતમાં લઈ તેઓ. મુંબઈ ગયા. ત્યાંથી અભ્યાસ કરી પાછા સુરત આવી ઈ. સ. ૧૮૨૬માં શિક્ષક બન્યા. એમના જમાનાના તેઓ એક સફળ શિક્ષક અને ઉત્તમ વિદ્વાન ગણાતા હતા. તેઓ જંતરમંતર અને મેલી વિદ્યાના પ્રખર વિરોધી હતા. ઈ. સ. ૧૮૩૮ માં પિતાની પ્રથમ પત્નીને મૃત્યુ બાદ તેઓ સમાજમાં સુધારક તરીકે બહાર આવ્યા. એમણે વિધવા-વિવાહને પ્રચાર શરૂ કર્યો. તેઓ પોતે વિધવા-વિવાહના હિમાયતી હેવાથી વિધવા સાથે લગ્ન કરવા શક્તિશાળી બન્યા. આમ છતાં સમાજના મહાનુભાવની પરવા કર્યા વગર રાતદિવસ એમણે વિધવા-વિવાહની તરફેણમાં પ્રવચન કરવા માંડ્યાં. એમનાં “માનવધર્મ સભા'માંનાં ભાષણોએ લોકશિક્ષણની ગરજ સારી હતી. અહીં પુનર્વિવાહ પરદેશગમન ધર્મ કર્મ કાંડ વગેરે વિષયે. ઉપર પ્રવચને થતાં. આ ઉપરાંત મૂર્તિ પૂજા અસ્પૃશ્યતા જાદુ વહેમ વગેરે વિષયો ઉપર ચર્ચાઓ યોજાતી. દુર્ગારામ અને એમના મિત્રની બનેલી પરેહજગાર મંડળી' તરીકે ઓળખાતી મંડળી સુધારાને પ્રચાર કરતી. આ સમયે દુર્ગારામ. દાદબા દલપતરામ દામોદરદાસ અને દિનમણિશંકર જેવા સજજને સમાજસુધારામાં નોંધપાત્ર સ્થાન ધરાવતા હોવાથી તેઓ સમાજમાં પાંચ દા” તરીકે