Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સામાજિક સ્થિતિ
૨૭ સમાજમાં પ્રાચીન કાલથી ચાલી આવતી પ્રણાલિકા મુજબ ઉપનયન વિવાહ અને અંત્યેષ્ટિ સંસ્કારો થતા. બ્રાહ્મણમાં ઉપનયન સંસ્કારનું મહત્વ સવિશેષ હતું. યજ્ઞોપવીત ધારણ કર્યા વગરના બ્રાહ્મણને સમાજમાં રહેવું મુશ્કેલ બનતું. આ સંસ્કાર ચોક્કસ પ્રકારના વિધિ દ્વારા કરવામાં આવતું. આ સર્વ સંસ્કારના વિધિ બાબતમાં જ્ઞાતિના નિયમ ઘણા જ સખ્ત હતા. દરેકે પિતાને જ્ઞાતિના રિવાજ મુજબ વિધિસર સર્વ સંસ્કાર કરવા પડતા. જે આમાં કંઈ ભૂલ થાય તે જ્ઞાતિના રેષને ભોગ બનવું પડતું. કેટલીક વાર જ્ઞાતિબહિષ્કાર જેવા સજા પણ સહન કરવી પડતી.
“જ્ઞાતિબહિષ્કાર' એ એક ભયંકર સા હતી. દરેક જ્ઞાતિનું એ એક અમોઘ શિસ્ત્ર હતું. એના દ્વારા જ્ઞાતિન પટેલે સર્વ ઉપર અંકુશ રાખી શકતા. ઈ. સ. ૧૮૫૦ના ગાળામાં નંદરબારના નાગેશ્વર ઓઝા નામના એક મોભાદાર શ્રીમાળી બ્રાહ્મણે પિતાના જ્ઞાતિબંધુઓને પિતાને ત્યાં શુભ પ્રસંગે આમંચ્યા. પુરસ્કાર અને ભજન દ્વારા સંમાન્યા હતા. એમણે દરેકને પોતાને ત્યાં આવવાજવા માટે થયેલ ખર્ચ પણ આપ્યું હતું, આથી એમને પિતાની જ્ઞાતિના અમુક વર્ગની ઈર્ષ્યાને ભેગ બનવું પડ્યું હતું. એવામાં એવું બન્યું કે એક દિવસ એમને ના છોકરે એક વાણિયાના પાડાને વળગી તળાવમાં નાહવા પડયો. રમતાં રમતાં પાડું પાણીમાં મરી ગયું, આથી જ્ઞાતિવાળાએ એમને પાડાની હત્યા બદલ જ્ઞાતિબહાર મૂક્યા. નાગેશ્વરે આ પાપમાંથી મુક્ત થવા વિદ્વાનોની સલાહ અનુસાર પ્રાયશ્ચિત્ત કર્યું હતું, પણ જ્ઞાતિવાળાઓએ એ માન્ય ન રાખ્યું અને પિતાની જ્ઞાતિવાળા પાસે પ્રાયશ્ચિત્ત કરવાનો આગ્રહ રાખે. એમાંના કેટલાકે તો એમની સાથે જે ભોજનવહેવાર કરશે તેની સાથે અમે વહેવાર નહિ રાખીએ એમ જાહેર કર્યું. આને લીધે આખા કુટુંબની દશા ઘણું જ ખરાબ થઈ. એના પરિણામે શુકલતીર્થની શ્રીમાળી જ્ઞાતિમાં બે તડ પડી ગયાં."
દેશાંતર-પ્રવાસ માટે પણ હિંદુ સમાજમાં નિષેધ હતે. દરિયાની મુસાફરી કરનારને જ્ઞાતિબહિષ્કાર જેવી કારમી સજા ભોગવવી પડતી. આ અંગે એવી માન્યતા પ્રચલિત હતી કે અજાણ્યા દેશમાં ખાનપાન અંગેના નિયમ જળવાતા નથી, આથી ઓગણીસમી સદી સુધી તે સમુદ્રપ્રયાણ કરવાને કાઈ વિચાર પણ કરી શતું નહિ.
આ અંગેને નાગરજ્ઞાતિના શ્રી મહીપતરામ રૂપરામને કિસ્સે નોંધવા જેવો છે. ઈ. સ. ૧૮૫૬ માં ગુજરાતના કેળવણીખાતામાં નોકરી કરતા શ્રી નંદશંકર ભાઈને શિક્ષણના વિકાસ અર્થે અંગ્રેજ સરકારે ઈંગ્લેન્ડ મોકલવા વિચાર કર્યો.